પ્રોટ્રુલી ડાર્લિંગ: 360 ડિગ્રી ફિચરિંગ ડાયમંડ જડિત સ્માર્ટફોન

Posted By: anuj prajapati

માર્કેટમાં જેમ જેમ સ્માર્ટફોનની સંખ્યા વધી રહી છે તેમ તેમ મેન્યુફેક્ચર તેમના સ્માર્ટફોનમાં નવા અને યુનિક ફીચર લાવી રહ્યા છે. તેની પાછળનો મુખ્ય ઉદેશ તેમની પ્રોડક્ટ બીજા કરતા અલગ અને સારી દેખાય તેવો હોય છે.

પ્રોટ્રુલી ડાર્લિંગ: 360 ડિગ્રી ફિચરિંગ ડાયમંડ જડિત સ્માર્ટફોન

આપણે મોટા સ્માર્ટફોન માર્કેટ અને તેમની યુનિક ઓફેરિંગ જેવા કે શ્યોમી મી મેક્સ સ્માર્ટફોનમાં સીરામીક બોડી, એલજી જી5 મોડ્યુલર ડિઝાઇન વગેરે જોયી છે. પરંતુ એક સ્માર્ટફોન મેન્યુફેક્ચર જે વધારે ફેમસ નથી તેમ છતાં પણ તેમના સ્માર્ટફોનમાં યુનિક ફીચર સાથે આવી રહ્યું છે.

પ્રોટ્રુલી વધારે ફેમસ સ્માર્ટફોન બ્રાન્ડ નથી. કંપની ઘ્વારા પ્રોટ્રુલી ડાર્લિંગ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન પહેલો 360 ડિગ્રી રિયર કેમેરા જેમાં ડાયમંડ સ્ટ્રીપ પણ આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આ દુનિયાનો પહેલો વીઆર સ્માર્ટફોન છે.

લેઇકો લે પ્રો 3 એલિટ, 4 જીબી રેમ, 16 એમપી કેમેરા, કિંમત 16,427

પ્રોટ્રુલી ડાર્લિંગ સ્માર્ટફોન વિશે કેટલાક રસપ્રદ તથ્યો જાણો...

360 ડિગ્રી કેમેરા ફિશઆઈ કેમેરા સાથે

360 ડિગ્રી કેમેરા ફિશઆઈ કેમેરા સાથે

પ્રોટ્રુલી ડાર્લિંગ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ કેમેરા સાથે વાઈડ એંગલ ફિશઆઈ લેન્સ ફ્રન્ટ અને રિયરમાં આપવામાં આવ્યો છે. આ કેમેરો યુઝરને 360 ડિગ્રી વીડિયો અને ઇમેજ લેવામાં મદદ કરે છે. આ યુનિક ફીચરની સાથે યુઝર તેમના 360 ડિગ્રી શોટ અને કલીપ ફેસબૂક અને યુટ્યુબ પર ડાઈરેક્ટ શેર કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

4 ડાયમંડની સ્ટ્રીપ

4 ડાયમંડની સ્ટ્રીપ

આ સ્માર્ટફોનની વધુ એક ધ્યાન આપવા જેવી બાબત તેમાં આગળ તરફ આપવામાં આવેલી 4 ડાયમંડની સ્ટ્રીપ છે. આ ડાયમંડ સ્ટ્રીપ ફૂલ ગ્રેન લેધરથી ફિક્સ કરવામાં આવી છે. જેને ઇટાલીથી ઓર્ડર કરવામાં આવ્યા છે.

બે એડિશન ઓફ ડાર્લિંગ ફોન

બે એડિશન ઓફ ડાર્લિંગ ફોન

ડાર્લિંગ ફોન બે એડિશનમાં લોન્ચ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ફોનની કિંમત $600 (લગભગ 40,000 રૂપિયા) રાખવામાં આવી છે. જયારે હાઈ એન્ડ મોડલની કિંમત $1300 (લગભગ 87,000 રૂપિયા) રાખવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ સેન્સર અને હોમ બટન ફ્રન્ટમાં આપવામાં આવ્યું છે.

ફીચર

ફીચર

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ એફએચડી 1080 પિક્સલ અમોલેડ ડિસ્પ્લે આપવમાં આવી છે. મીડિયા ટેક હેલીઓ એક્સ20 ડેકાકોર પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ ડિવાઈઝ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 3560mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

ક્યારે આવશે?

ક્યારે આવશે?

આ સ્માર્ટફોનમાં નવેમ્બરમાં ખાલી ચાઈનામાં લોન્ચ કરવામાં આવશે. પરંતુ ચાઈનાની બહાર લોન્ચ વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
ProTruly Darling is the first VR smartphone featuring a diamond studded body and 360-degree camera inbuilt. Get to know the facts from here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot