વનપ્લસ 5 સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ થશે, જાણો પુરી માહિતી

વનપ્લસ વિશે સૌથી ખાસ બાબત છે કે ખાલી ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં તેને આખા સ્માર્ટફોન જગતનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

By Anuj Prajapati
|

વનપ્લસ 5 સ્માર્ટફોન ખુબ જ જલ્દી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફેમસ બની ચૂક્યું છે. વનપ્લસ વિશે સૌથી ખાસ બાબત છે કે ખાલી ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં તેને આખા સ્માર્ટફોન જગતનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વનપ્લસ બીજા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપી રહ્યું છે.

વનપ્લસ 5 સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ થશે, જાણો પુરી માહિતી

કોરિયન વેબસાઈટ પર વનપ્લસ 5 સ્માર્ટફોન વિશે કેટલીક લીક માહિતી આવી છે. પહેલા એવી માહિતી આવી હતી કે વનપ્લસનો આવનારો સ્માર્ટફોન વનપ્લસ 4 હશે. પરંતુ નવી મળતી માહિતી મુજબ કંપની વનપ્લસ 4 સ્માર્ટફોન લોન્ચ નહીં કરે. તેને બદલે તેઓ વનપ્લસ 5 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે.

નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ

હાલમાં છેલ્લે કંપની ઘ્વારા વનપ્લસ 3 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો અને તે વર્ષમાં જ તેનું અપગ્રેડ વર્ઝન વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. હવે એક નવા સ્માર્ટફોન આવવાનો પણ સમય થઇ ચુક્યો છે. કંપની ઘ્વારા ખુબ જ જલ્દી વનપ્લસ 5 સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોન વિશે અત્યારથી ઘણી માહિતી પણ લીક થઇ ચુકી છે.

આ સ્માર્ટફોન ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે સાથે આવી શકે છે.

આ સ્માર્ટફોન ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે સાથે આવી શકે છે.

સેમસંગ જ એક એવી કંપની નથી જેમના સ્માર્ટફોનમાં ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે આપવામાં આવે છે. પરંતુ વનપ્લસ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા વનપ્લસ 5 સ્માર્ટફોનમાં પણ ડ્યુઅલ કર્વ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોન જેવી જ ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે ઉપયોગમાં લેવામાં આવશે.

વનપ્લસ 4 કેમ નહીં?

વનપ્લસ 3 સ્માર્ટફોન પછી વનપ્લસ 5 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપની ઘ્વારા વનપ્લસ 4 સ્માર્ટફોન સ્કિપ કરી દેવામાં આવ્યો છે. ચાઈનામાં ચાર નંબરને શુભ માનવામાં નથી આવતું. એટલા માટે તેઓ વનપ્લસ 4 સ્માર્ટફોન લોન્ચ નથી કરી રહ્યા.

5.5 ઇંચ ડિસ્પ્લે લેટેસ્ટ 3ડી સ્ટ્રીમિંગ વીડિયો ટેક્નોલોજી

વનપ્લસ 5 સ્માર્ટફોન 5.5 ઇંચ કયુંએચડી ડિસ્પ્લે સાથે આવશે. તેની સાથે આ ડિસ્પ્લે 3ડી સ્ટ્રીમિંગ વીડિયો ટેક્નોલોજી સાથે આવશે. વનપ્લસ સ્માર્ટફોન 5 ઇંચને બદલે 5.5 ઇંચ ડિસ્પ્લે આપી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હવે મોટી ડિસ્પ્લે સાથે વધારે ફેમસ બની રહ્યા છે.

ડ્યુઅલ લેન્સ કેમેરા અને રેટિના આઈ સ્કેનર

વર્ષ 2016 માં ડ્યુઅલ લેન્સ કેમેરા ખુબ જ વધારે ટ્રેન્ડમાં રહ્યા છે. વનપ્લસ 5 સ્માર્ટફોન 25 મેગાપિક્સલ કેમેરા અને 12 મેગાપિક્સલ સેકન્ડરી લેન્સ ઓટો રિયર ફોકસ સાથે આવશે. વનપ્લસ 5 સ્માર્ટફોન રેટિના સ્કેનર સાથે આવશે.

256 જીબી સ્ટોરેજ

256 જીબી સ્ટોરેજ

વનપ્લસ 3 સ્માર્ટફોનમાં 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી હતી, જે ખુબ જ સારી હતી. પરંતુ તેને તમે વધારી શકતા ના હતા. વનપ્લસ 5 સ્માર્ટફોનમાં તમને 128 જીબી સુધી સ્ટોરેજ મળી શકશે અને તેને તમને બીજા 128 જીબી સુધી અલગથી સ્ટોરેજ એડ પણ કરી શકો છો.

કિંમત

વનપ્લસ 5 સ્માર્ટફોન ખુબ જ સારા સ્માર્ટફોન ફીચર સાથે આવી રહ્યો છે. પરંતુ દરેક સ્માર્ટફોનમાં તેની કિંમત પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. વનપ્લસ તેમના સ્માર્ટફોનની ઓછી અને યોગ્ય કિંમત ફેમસ છે. એટલા માટે આશા રાખીએ કે આ સ્માર્ટફોનની કિંમત પણ યોગ્ય જ હશે.

Best Mobiles in India

English summary
OnePlus 5 is all set to be launched this year with a dual-curved edge display, dual-lens rear camera, Snapdragon 835 processor and more.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X