નુબિયા ઝેડ11 મીની એસ 23 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ

Posted By: anuj prajapati

નુબિયા ઘ્વારા ઓફિશ્યલી ઝેડ11 મીની એસ પ્રિમિયન ફોટોગ્રાફી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. નુબિયા ઝેડ11 મીની એસ સ્માર્ટફોન પાવરફુલ પ્રોસેસર અને બેસ્ટ બેટરી સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સુંદર ડિઝાઇન, ફુલ એચડી ડિસ્પ્લે અને હાઈ કવોલિટી ડીએસએલઆર લેવલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

નુબિયા ઝેડ11 મીની એસ 23 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ

આ સ્માર્ટફોન લોન્ચ વિશે ધીરજ કુકરેજ જેઓ નુબિયા ઇન્ડિયામાં માર્કેટિંગ ડાયરેક્ટર છે તેમને જણાવ્યું કે નુબિયા ઝેડ11 મીની એસ કેમેરા સ્માર્ટફોનમાં લીડ કરશે. ફોટોગ્રાફી શોખીન માટે આ સ્માર્ટફોનમાં બધું જ છે. તેમને આગળ જણાવ્યું કે તેઓ નુબિયા ઇન્ડિયાને ભારતમાં લીડીંગ બ્રાન્ડ બનાવશે.

નુબિયા ઝેડ11 મીની એસ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.2 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 23 મેગાપિક્સલ રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. જેના ઘ્વારા તમે 1080 પિક્સલ હાઈ ડેફિનેશન વીડિયો પણ કેપ્ચર કરી શકો છો.

આવી ગયો સ્માર્ટફોનનો બાપ, બધા ટેસ્ટમાંથી પાસ થયો નોકિયા 6

નુબિયા ઝેડ11 મીની એસ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 ઓક્ટાકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ ઘ્વારા પ્રોટેક્ટ કરવામાં આવી છે અને તેમાં 3000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં મલ્ટીફંક્શન ફિંગરપ્રિન્ટ સેન્સર અનલોકિંગ, સ્ક્રીન શોટ અને પિક્ચર સપોર્ટ સાથે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન હાલમાં ખાકી ગ્રે કલરમાં મળી રહ્યો છે ખુબ જ જલ્દી મૂન ગોલ્ડ કલર વેરિયંટ પણ તેમાં આવી જશે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન TD-LTE અને FDD-LTE બંને નેટવર્ક સપોર્ટ કરે છે.

નુબિયા ઝેડ11 મીની એસ સ્માર્ટફોન 16,999 રૂપિયામાં ખાસ એમેઝોન પર કાલે બપોરે 4 વાગ્યે વેચાણ શરૂ થઇ જશે.

English summary
Inspiring the world to "Be Yourself," Nubia officially launched Z11 Mini S premium photography mobile phone in India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot