મોટો ઝેડ હેન્ડસેટમાં આવશે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ.

By: anuj prajapati

થોડા મહિના પહેલા જ મોટોરોલા તરફથી ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી હતી કે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ ગ્લોબલી સ્માર્ટફોનમાં કરવામાં આવશે. હવે આ અપડેટ ચાઈનામાં મોટો ઝેડ હેન્ડસેટ સાથે કરવામાં આવી રહી છે.

મોટો ઝેડ હેન્ડસેટમાં આવશે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ.

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ બિલ્ડ નંબર NCC25.106-11 સ્માર્ટફોનમાં નવા નવા ફીચર લઈને આવશે. જેમાં ગૂગલ ડેડ્રિમ વીઆર ટેક્નોલોજીનો પણ સમાવેશ થાય છે. આ અપડેટ ચાલુ કરી દેવામાં આવી છે. એટલે તમને ખુબ જ જલ્દી અપડેટ માટે નોટિફિકેશન મળી શકે છે. જો તમે આ નોટિફિકેશન માટે વધુ રાહ જોઈ ના શકતા હોવ તો તમે સેટિંગ મેનુમાં જઈને મેન્યુઅલી ચેક પણ કરી શકો છો.

આ નવું મોડેલ લોકો ને સોશ્યિલ મીડિયા ની લત થી દૂર કરશે

ભારતમાં મોટો ઝેડ હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ ગયા મહિનાથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ અપડેટ તમારા સ્માર્ટફોનમાં પરફોર્મન્સ અને સ્ટેબિલિટી તરીકે સારું એવું ઈમ્પ્રોવેમેન્ટ આપશે. તેની સાથે સાથે આ અપડેટ સ્પ્લિટ સ્ક્રીન અને ડોઝ મોડ લઈને પણ આવ્યું છે.

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ સાથે ઘણા નવા બદલાવ લઈને પણ આવ્યું છે. તેમાં ઘણા એવા એડિશન ફીચર જેવા કે શેડ, કવિક રીપ્લાય ફીચરનો સમાવેશ પણ થાય છે. માહિતી એવી પણ આવી રહી છે કે મોટો ઝેડ પ્લે પણ ખુબ જ જલ્દી નવા અપડેટ સાથે આવશે.

Read more about:
English summary
Moto Z users in China start receiving the latest Android software update.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot