નોકિયા પી1 કોન્સેપટ વીડિયો લીક, જુઓ અહીં

હાલમાં નોકિયા નો આવનારો નોકિયા પી1 સ્માર્ટફોન ખુબ જ ચર્ચામાં છે. નોકિયા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

By Anuj Prajapati
|

હાલમાં નોકિયા નો આવનારો નોકિયા પી1 સ્માર્ટફોન ખુબ જ ચર્ચામાં છે. નોકિયા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ બધા જ સ્માર્ટફોનમાં નોકિયા પી1 સ્માર્ટફોન પણ લોન્ચ થઇ શકે છે.

નોકિયા પી1 કોન્સેપટ વીડિયો લીક, જુઓ અહીં

નોકિયા પી1 સ્માર્ટફોન લોન્ચ પહેલા જ એક યુટ્યુબ ચેનલ કોન્સેપટ ક્રીયેટર ઘ્વારા નોકિયા હેન્ડસેટ નો એક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ વીડિયો છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાઈ રહેલા પી1 સ્માર્ટફોન વિશે છે. જેને તમે નીચે જોઈ શકો છો.

લીક થયેલા વીડિયો મુજબ નોકિયા પી1 સ્માર્ટફોનમાં સપોર્ટ મેટાલિક ફ્રેમ અને બંને બાજુ ગ્લાસી ટચ આપવામાં આવ્યો છે. વીડિયોમાં આગળ તરફ હોમ બટન આપવામાં આવ્યું છે, જે ફિંગરપ્રિન્ટ સેન્સર તરીકે પણ કામ કરે છે.

ZTE બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો કોણ છે તેની ટક્કર માટે

સ્માર્ટફોન ડિસ્પ્લેને જોવામાં આવે તો તેમાં 5.3 ઇંચ ડિસ્પ્લે ઉપર તરફ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ રેડર સાથે આપવામાં આવી શકે છે.

હવે જો કેમેરા સેટઅપ વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન કાર્લ ઝેઇસિસ લેન્સ અને ટ્રિપલ ફ્લેશ સાથે આવશે. સ્માર્ટફોન લૂક અને કેમેરા કનેક્ટિવિટી જોતા નોકિયા પી1 સ્માર્ટફોનમાં હેડફોન જેક, યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ અને ડ્યુઅલ સ્ટેરીઓ સ્પીકર સાથે આવી શકે છે.

આ સ્માર્ટફોન વિશે બીજી મળતી માહિતી મુજબ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં પરંતુ નોકિયા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સ્માર્ટફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે.

એટલું જ નહીં પરંતુ બીજા ફીચર વિશે વાત કરવામાં આવે તો નોકિયા પી1 સ્માર્ટફોનમાં 6 જીબી રેમ, 3500mAh બેટરી કવિક ચાર્જિંગ સપોર્ટ ટેક્નોલોજી સાથે આપવામાં આવી શકે છે. નોકિયા ઘ્વારા હજુ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Nokia P1 concept video leaked: Watch it here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X