જાણો નોકિયા નો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન નોકિયા 6 વિશે ખાસ વાતો.

By: anuj prajapati

મોબાઈલ માર્કેટમાં નોકિયા એકવાર ફરી નવા રૂપ અને રંગ સાથે આવી ગયો છે. એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી નોકિયાના નવા સ્માર્ટફોન વિશે ઘણી ચર્ચા થઇ રહી છે.

જાણો નોકિયા નો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન નોકિયા 6 વિશે ખાસ વાતો.

એવી આશા રાખવામાં આવી રહી હતી કે એચએમડી ગ્લોબલ એમડબ્લ્યુસી ઇવેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. પરંતુ કંપનીએ તેના પહેલા જ નોકિયા 6 સ્માર્ટફોન લોકોની સામે લાવી દીધો. નોકિયા 6 ચાઈનીઝ બઝારોમાં રજુ કરવામાં આવી ગયો છે.

શુ સ્માર્ટફોનમાં 6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ ઉપયોગી છે?

કંપનીના જણાવ્યા મુજબ સ્માર્ટફોનને યુઝર સરળતાથી ઉપયોગ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેના કારણે તેને સારા બજેટમાં રિયલ લાઈફ પ્રીમિયમ અનુભવ મળી શકે. એચએમડી ગ્લોબલ સીઈઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપનીએ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નોકિયા 6 સ્માર્ટફોનને ચાઈનીઝ માર્કેટમાં ઉતાર્યો છે.

જાણો નોકિયા નો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન નોકિયા 6 વિશે ખાસ વાતો.

કંપની આ વર્ષે કેટલીક પ્રોડક્ટ માર્કેટમાં ઉતારશે. પરંતુ આ પ્રોડક્ટ કઈ હશે તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. તો એક નજર કરો નોકિયા 6 સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચર વિશે...

સુપર ડિઝાઇન કવોલિટી

સુપર ડિઝાઇન કવોલિટી

નોકિયા 6 સ્માર્ટફોનની બોડી બનાવવામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક નોકિયા 6 સ્માર્ટફોન બ્લોક બનાવવા માટે કુલ 55 મિનિટ જેટલો સમય લાગે છે. જેને સોલિડ 6000 સરીઝ એલ્યુમિનિયમથી બનાવવામાં આવી છે. સ્માર્ટફોનને બે અલગ અલગ એનોડાયઝિંગ પ્રોસેસથી પસાર કરવામાં આવે છે. જેમાં લગભગ 10 કલાક જેટલો સમય લાગે છે. એટલું જ નહીં પરંતુ દરેક સ્માર્ટફોનને 5 વાર પોલિશ કરવામાં આવે છે. ત્યારે આખરે નોકિયા 6 સ્માર્ટફોનની બોડી તૈયાર થાય છે.

ડિસ્પ્લે, પ્રોસેસર, બેટરી

ડિસ્પ્લે, પ્રોસેસર, બેટરી

નોકિયા 6 સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી રિઝોલ્યૂશન ધરાવતી સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં 2.5ડી ગોરીલા ગ્લાસ આપવામાં આવ્યો છે, સાથે સાથે તેમાં એક પોલરાઈઝ પણ લગાવવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ જનરેશન ધરાવતું ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે સાથે તેમાં એક્સ 6 એલટીઇ મોડેમ જે ફોનની બેટરી બચાવવાની સાથે ફાસ્ટ ગ્રાફિક્સ પરફોર્મન્સ પણ આપે છે.

રેમ, એન્ડ્રોઇડ વર્ઝન, ડોલ્બી અટોમ્સ

રેમ, એન્ડ્રોઇડ વર્ઝન, ડોલ્બી અટોમ્સ

નોકિયા 6 સ્માર્ટફોનમાં 4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ડોલ્બી અટોમ્સની મદદથી યુઝર ફિલ્મ જોવાની સાથે સુંદર સાઉન્ડ કવોલિટી પણ મળી રહે છે.

કેમેરા

કેમેરા

નોકિયા 6 સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરો ઑટોફોકસ સાથે આપ્યો છે. તેની સાથે જ 8 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે.

કિંમત

કિંમત

નોકિયા 6 સ્માર્ટફોન JD.com નામની વેબસાઈટ પર આ વર્ષથી જ મળી રહ્યો છે. જે ચાઈનીઝ કિંમત અનુસાર 1699 CNY એટલે કે લગભગ 16,739 રૂપિયામાં મળશે.

English summary
New Nokia Android smartphone officially launched

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot