નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન, લોન્ચ થતા પહેલા જ કિંમત બહાર આવી

Posted By: anuj prajapati

આખરે ઘણા સમય પછી નોકિયા વર્ષ 2017 માં તેના પાવરપેક સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે. એચએમડી ગ્લોબલ જેને ફરી એકવાર નોકિયા કંપનીને માર્કેટમાં લઈને આવ્યું છે તેમને જણાવ્યું કે નોકિયા સ્માર્ટફોન વર્ષ 2017 માં માર્કેટમાં છવાઈ જશે.

નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન, લોન્ચ થતા પહેલા જ કિંમત બહાર આવી

આપણે જાણીએ છે કે આ સ્માર્ટફોન વિશે આપણે ઘણી માહિતી મળી ચુકી છે. પરંતુ તેની કિંમત વિશે હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી. નોકીયાપાવરયુઝર ને કારણે તે માહિતી પણ મળી ચુકી છે. આ સાચી વાત છે કે નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ તેની કિંમત વિશે જાણકારી મળી ચુકી છે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

જો તમે અમારી માહિતી રોજ વાંચતા હોય તો તમને ખબર હશે કે મળતી માહિતી મુજબ નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન બે 2જીબી અને 3જીબી રેમ વરિએન્ટ માં આવી રહ્યો છે. 2જીબી વરિએન્ટ સ્માર્ટફોનની કિંમત લગભગ 10,105 રૂપિયા અને 3જીબી વરિએન્ટ સ્માર્ટફોનની કિંમત લગભગ 13,474 રૂપિયા થશે.

નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન, લોન્ચ થતા પહેલા જ કિંમત બહાર આવી

માહિતી મુજબ બંને વરિએન્ટ મટિરિયલ અને ડિઝાઇનમાં એકબીજાથી અલગ હશે. અફોર્ટેબલ વરિએન્ટ પોલીકાર્બોનેટ બોડી સાથે આવશે, જયારે બીજો વેરિએન્ટ મેટલ બોડી ડિઝાઇન સાથે આવશે. 2જીબી વૅરિએન્ટ સ્માર્ટફોન 5 ઇંચ ડિસ્પ્લે અને 3જીબી વરિએન્ટ સ્માર્ટફોન 5.5 ઇંચ સ્ક્રીન, ફુલ એચડી રિઝોલ્યૂશન સાથે આવશે.

ખાલી 20 મિનિટમાં બનાવો પોતાની એપ, તે પણ ફ્રી...

બીજી અફવાહ એ પણ ઉડી રહી છે કે આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા, 1.4GHz ક્યુઅલકોમ, સ્નેપડ્રેગન 430 ચિપસેટ અને એન્ડ્રોઇડ 7.0 નોગૅટ સાથે આવશે.

MWC 2017 માં આ સ્માર્ટફોન લોન્ચ થવાની પુરેપુરી સંભાવના છે. પરંતુ અફવાહો એવી પણ ઉડી રહી છે કે કંપની તેના પહેલા થોડા ફીચર ફોન પણ લોન્ચ કરી શકે છે કે જેનાથી તેઓ એન્ડ્રોઇડ પાવરપેક સ્માર્ટફોનને કેશ કરી શકે.

કમેન્ટ માં ચોક્કસ જણાવો કે તમે નોકિયા D1C એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે શુ વિચારો છો? તમે આ ફોનને લઈને આતુર છે કે નહિ?

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Nokia's upcoming D1C smartphone prices have surfaced online. Check them out here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot