નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 મેડ ઈન ઇન્ડિયા સાથે આવશે

By: anuj prajapati

આખરે નોકિયા ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં તેમના લેટેસ્ટ સ્માર્ટફોન વિશે માહિતી આપવામાં આવી. નોકિયા તેમના લેટેસ્ટ નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 સ્માર્ટફોન લઈને તૈયાર છે. એચએમડી ગ્લોબલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે નોકિયા તેમના સ્માર્ટફોન આ વર્ષના બીજા કવાટરમાં લોન્ચ કરશે. કંપની ઘ્વારા નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવા વિશે પણ જણાવવામાં આવ્યું.

નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 મેડ ઈન ઇન્ડિયા સાથે આવશે

હાલમાં મળતા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં રહેતા નોકિયા ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે. ભારતમાં એચએમડી ગ્લોબલ વીપી અજય મહેતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એચએમડી ગ્લોબલ તેમના સ્માર્ટફોનમાં ભારતમાં મેન્યુફેક્ચર કરવા જઈ રહ્યા છે. જેના કારણે નવા નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ભારતમાં જૂન 2017 થી મળતા થઇ જશે.

તેમને આગળ જણાવ્યું કે નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 સ્માર્ટફોન ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોર પર સરળતાથી મળી જશે. એટલું જ નહીં પરંતુ એચએમડી ગ્લોબલ સ્માર્ટફોન સેલ થયા પછી તેના માટે સર્વિસ સેન્ટર પણ ભારતમાં લાવી રહ્યા છે.

નોકિયા 5, નોકિયા 3 અને હાઈન્ડ નોકિયા 3310 MWC 2017 માં લોન્ચ થશે તેના લીક પ્રાઈઝ અને ફીચર્સ

હજુ સુધી ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. પરંતુ જણાવવામાં આવ્યું છે કે તેમની કિંમત મીડ રેન્જ સ્માર્ટફોન જેટલી જ રાખવામાં આવી છે. હવે આ સ્માર્ટફોન ભારતમાં જ બનાવવામાં આવે એટલા માટે તેમની કિંમતમાં પણ ઘણો ઘટાડો જોવા મળશે.

હવે જો લેટેસ્ટ નોકિયા 3310 સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો આ ફીચર ફોન ભારતમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. આશા રાખવામાં આવી રહી છે કે આ સ્માર્ટફોન પણ વર્ષના બીજા કવાટરમાં ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે.

English summary
Nokia 3, Nokia 5 and Nokia 6 smartphones will be made in India at Foxconn. These phones might be priced cheaper as well. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot