નવો નોકિયા 3310 ફોન, કેટલાક દેશોમાં કામ નહીં કરે, જાણો કારણ...

Posted By: anuj prajapati

નોકિયા અને એચએમડી ગ્લોબલ ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં તેમનો લેટેસ્ટ ફીચર ફોન નોકિયા 3310 લોન્ચ કરવામાં આવ્યો. આ ફીચર ફોન ફ્રેશ લૂક, લેટેસ્ટ ડિઝાઇન અને હાર્ડવેર સાથે સાથે બેસ્ટ બેટરી બેકઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફીચર ફોન ઘણા દેશોમાં કામ નહીં કરી શકે.

નવો નોકિયા 3310 ફોન, કેટલાક દેશોમાં કામ નહીં કરે, જાણો કારણ...

આ ફીચર ફોન યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં કામ કરી શકે તેની શક્યતા ઓછી છે.

હવે તમે વિચારતા હશો કે આ નવો ફીચર ફોન કેમ કામ નહીં કરી શકે? તેની પાછળનું કારણ નવા નોકિયા 3310 ફીચર ફોન ડિઝાઇનમાં છે. આ ડિવાઈઝ ખાલી બે નેટવર્ક બેન્ડ 900MHz અને 1800MHz સપોર્ટ કરે છે. આપને જણાવી દઈએ કે આ જૂની ફ્રીક્વન્સી 2જી નેટવર્ક પર કામ કરે છે.

ડેવલોપ થઇ ચૂકેલા દેશમાં આ ફીચર ફોનનું કામ કરવું ખુબ જ મુશ્કિલ છે. ઘણા ટેલિકોમ ઓપરેટરો ઘ્વારા 2જી નેટવર્ક પ્લાન બંધ કરી દેવામાં આવ્યા છે. યુએસ અને કેનેડામાં તો તે બિલકુલ પણ કામ નથી કરતા. તેવી જ રીતે સિંગાપોર અને ઓસ્ટ્રેલિયામાં નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર ઘ્વારા આ વર્ષમાં જ તેમની બે બેન્ડ ફ્રીક્વન્સીને બંધ કરી દેવામાં આવી છે.

આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન 7000 રૂપિયાની અંદર ખરીદો

એટલા માટે જો તમે આવા દેશમાં રહો છો, તો આ ડિવાઈઝની કોમ્યુનિકેશન માટે કોઈ જ ઉપયોગ નહીં કરી શકો, કારણકે તેમાં નેટવર્ક જ નહીં મળે. જે ખુબ જ નિરાશ કરે તેવી બાબત છે અને અંતમાં તમે ખાલી સ્નેક ગેમ જ રમી શકશો.

પરંતુ એચએમડી ગ્લોબલ ઘ્વારા આ ડિવાઈઝને મિડલ ઈસ્ટ, એશિયા પેસેફિક, આફ્રિકા અને યુરોપમાં લોન્ચ કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. જેમાં ઘણી જગ્યા પર હજુ પણ 2જી નેટવર્ક કામ કરે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષ 2017 બીજા કવાટરમાં નોકિયા 3310 ફીચર ફોન લોન્ચ કરી દેશે. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં હજુ પણ 2જી નેટવર્ક સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વધુમાં વધુ સીપમેંટ તેઓ ભારતમાં લોન્ચ કરી શકે છે.

English summary
New Nokia 3310 (2017) will not work in these countries.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot