મોટો જી5 પ્લસ, નવો બજેટ સ્માર્ટફોન, જાણો ફીચર વિશે

મોટોરોલા ઘ્વારા આખરે ભારતીય માર્કેટ માટે તેમનો લેટેસ્ટ મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

By Anuj Prajapati
|

મોટોરોલા ઘ્વારા આખરે ભારતીય માર્કેટ માટે તેમનો લેટેસ્ટ મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ખાસ ફ્લિપકાર્ટ પર સેલ કરવામાં આવી રહ્યો છે. 3 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા અને 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે. હાલમાં કંપની ઘ્વારા લોન્ચની કોઈ ચોક્કસ તારીખ વિશે જણાવવામાં આવ્યું નથી.

મોટો જી5 પ્લસ, નવો બજેટ સ્માર્ટફોન, જાણો ફીચર વિશે

મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં બેસ્ટ ડિઝાઇન, હાર્ડવેર, કેમેરા અને લેટેસ્ટ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ ત્રણ કલર ઓપશનમાં આવશે

મોટો જી5 પ્લસ સ્માર્ટફોન હોનોર 6એક્સ, રેડમી નોટ 4, કૂલપેડ કૂલ 1 ડ્યુઅલ અને બીજા સ્માર્ટફોન જેટલી કિંમત 15,000 રૂપિયાની આસપાસ છે, તેમને જોરદાર ટક્કર આપી શકે છે.

ડિઝાઇન: મોટો જી લાઈન મેટાલિક ડિઝાઇન

ડિઝાઇન: મોટો જી લાઈન મેટાલિક ડિઝાઇન

મોટો જી સ્માર્ટફોનનો આખરે મેકઓવર થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનમાં જમણી તરફ ફિઝિકલ બટન આપવામાં આવ્યું છે. 3.5 એમએમ હેડફોન જેક ઉપર તરફ આપવામાં આવ્યો છે અને નીચે તરફ માઇક્રો યુએસબી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સર પણ તેમાં ફિટ કરવામાં આવ્યું છે.

મોટો જી5 પ્લસ સ્માર્ટફોન પકડવા અને વાપરવામાં ખુબ જ કોમ્ફર્ટેબલ છે. આ સ્માર્ટફોનને મેટાલિક આઉટફિટ આપવામાં આવ્યો છે.

ડિસ્પ્લે: ફુલ એચડી 1080 પિક્સલ ડિસ્પ્લે

ડિસ્પ્લે: ફુલ એચડી 1080 પિક્સલ ડિસ્પ્લે

મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે તેમના મોટો જી4 હેન્ડસેટને મળતી આવે છે. હવે જો સ્ક્રીન રિઝોલ્યૂશન વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે.

મોટો જી5 પ્લસ સ્માર્ટફોન 5.5 ઇંચ ડિસ્પ્લે સાથે તમને ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સ્ક્રીન પણ આપે છે, જે તમને તમારો સ્માર્ટફોન તૂટવાથી બચાવે છે.

કેમેરા

કેમેરા

મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરા સેન્સરમાં ડ્યુઅલ ઓટો ફોકસ પિક્સલ ટેક્નોલોજી આપવામાં આવી છે. જે તમને એડવાન્સ કેમેરા ક્લાસ અનુભવ કરાવે છે.

કેમેરા સેન્સર હવે ફેસ ડિટેક્શન ઑટોફોકસ સપોર્ટ કરે છે. જે પહેલા મોટો જી હેન્ડસેટમાં જોવા મળતી ના હતી. આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે ડિસેન્ટ સેલ્ફી લેવામાં તમારી મદદ કરે છે.

પ્રોસેસર અને રેમ

પ્રોસેસર અને રેમ

મોટો જી5 પ્લસ સ્માર્ટફોન 2.0 GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરે છે. જે ખુબ જ સરળતાથી તમારી દરેક ટાસ્ક કરી શકે છે. મોટો જી5 પ્લસ સ્માર્ટફોન 3 જીબી અને 4 જીબી રેમ વેરિયંટમાં આવશે.

સોફ્ટવેર

સોફ્ટવેર

મોટોરોલા સ્માર્ટફોનની સૌથી ખાસ વાત છે કે તેમાં તમને બેસ્ટ એન્ડ્રોઇડ અનુભવ મળી શકે છે. મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ સ્માર્ટફોન ગૂગલ આસિસ્ટન્ટ સાથે આવશે. હવે જો સોફ્ટવેર વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ખુબ જ સ્પીડમાં કામ કરે છે. તમે સરળતાથી મલ્ટીટાસ્કીંગ કરી શકો છો.

સ્ટોરેજ, બેટરી અને કનેક્ટિવિટી

સ્ટોરેજ, બેટરી અને કનેક્ટિવિટી

મોટોરોલા તમને મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં 32 જીબી અને 64 જીબી ઇન્ટરનલ મેમરી વેરિયંટ આપી રહ્યું છે. જેને તમને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં 3000mAh બેટરી યુનિટ ટર્બો ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. ડ્યુઅલ સિમ હેન્ડસેટ 4G VoLTE, વાઇફાઇ, બ્લ્યુટૂથ, અને જીપીએસ સપોર્ટ કરે છે.

નિર્ણય

નિર્ણય

મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં લેટેસ્ટ મેટાલિક બોડી, એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ગૂગલ આસિસ્ટન્ટ સાથે આપવામાં આવ્યું છે. ડિસેન્ટ હાર્ડવેર અને સારા કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. ભારતીય માર્કેટ માટે એક સારો અને બજેટ સ્માર્ટફોન સાબિત થઇ શકે છે.

Best Mobiles in India

English summary
Motorola has launched the Moto G5 Plus smartphones in the Indian market. The new smartphones will be exclusively available on Flipkart.com at a starting price of Rs. 14,999 in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X