સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ ત્રણ કલર ઓપશનમાં આવશે

By: anuj prajapati

હાલમાં ઈન્ટરનેટ પર સેમસંગ ગેલેક્ષી એ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન વિશે વીડિયો, તસવીરો અને લીક માહિતી ઘણી આવી રહી છે. જેના કારણે આ સ્માર્ટફોન વિશે આપને સારો એવો આઈડિયા આવી જાય છે. સેમસંગ હજુ તેમના ફેન્સ માટે 29 માર્ચે થોડા સરપ્રાઈઝ આપવા જઈ રહ્યું છે. આ દિવસે કંપની ઘ્વારા આખરે તેમના લેટેસ્ટ સ્માર્ટફોન એસ 8 અને એસ8 પ્લસ વિશે જાહેરાત કરવામાં આવશે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ ત્રણ કલર ઓપશનમાં આવશે

હાલમાં જ સેમસંગ સ્માર્ટફોન વિશે લેટેસ્ટ માહિતી આવી છે. સેમસંગના આવનારા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ હેન્ડસેટ ત્રણ કલર વેરિયંટ બ્લેક, સિલ્વર અને વાયોલેટમાં આવશે. જો આ વાત સાચી હોય તો સેમસંગ નવા કલર વેરિયંટ સાથે આવી રહ્યો છે.

ગુગલ આસિસ્ટન્ટ ને કસ્ટમાઇઝ કરવા માટે ની A થી Z સુધી ની બઘી જ વિગતો

સેમસંગ સ્માર્ટફોન વિશે આ માહિતી રોલેન્ડ કવીન્ડ ઘ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમને યુરોપિયન માર્કેટ માટે સેમસંગ સ્માર્ટફોનની કિંમત વિશે પણ માહિતી આપી હતી.

સ્માર્ટફોનની કિંમત દરેક દેશમાં અલગ અલગ હશે. સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનની કિંમત 799 યુરો (લગભગ 56,257 રૂપિયા) જયારે સેમસંગ એસ 8 પ્લસ સ્માર્ટફોનની કિંમત 899 યુરો (લગભગ 63,298 રૂપિયા) રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોન કિંમતને જોતા સેમસંગ ગેલેક્ષી એસ8 સિરીઝ ગેલેક્ષી એસ7 સિરીઝ કરતા પણ વધારે મોંઘી છે. હવે જોવાનું છે કે આ સ્માર્ટફોન લોકોને પસંદ આવે છે કે નહીં.English summary
Samsung Galaxy S8 and S8+ will come in three color variants.
Please Wait while comments are loading...

Social Counting