માઇક્રોમેક્સ વીડિયો 1, વીડિયો 2 લોન્ચ, કિંમત 4440 થી શરૂ

Posted By: anuj prajapati

ભારતીય સ્માર્ટફોન કંપની માઇક્રોમેક્સ ઘ્વારા હાલમાં જ 2 એન્ટી લેવલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, માઇક્રોમેક્સ વીડિયો 1 અને વીડિયો 2. બંને સ્માર્ટફોનની કિંમત 4440 રૂપિયા અને 4990 રૂપિયા છે. આ બંને સ્માર્ટફોન પહેલાથી જ ગૂગલ ડયો ઇન્સ્ટોલ સાથે આવે છે.

માઇક્રોમેક્સ વીડિયો 1, વીડિયો 2 લોન્ચ, કિંમત 4440 થી શરૂ

આ સ્માર્ટફોનમાં વધુ એક ધ્યાન આપવા જેવી ફીચર છે કે તેમાં રિલાયન્સ જિયો સપોર્ટ કરે છે. માઇક્રોમેક્સ વીડિયો 1 અને વીડિયો 2 બંને સ્માર્ટફોન VoLTE સપોર્ટ સાથે આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કંપની સ્માર્ટફોન સાથે સાથે આપને રિલાયન્સ જિયો સિમ પણ પેક કરીને આપે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8, એપલ આઈફોન 7 તરફ, હેડફોન જેક ગાયબ

તો ચાલો એક નજર કરીએ કે આ સ્માર્ટફોનમાં તમને શુ મળી રહ્યું છે..

WVGA ડિસ્પ્લે

WVGA ડિસ્પ્લે

માઇક્રોમેક્સ વીડિયો 1 અને વીડિયો 2 સ્માર્ટફોન 4 ઇંચ WVGA ડિસ્પ્લે અને 4.5 ઇંચ FWVGA ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. ધ્યાન રાખવા જેવી બાબત છે કે કિંમતને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્ક્રીન રિઝોલ્યૂશન કટ કરી નાખ્યું છે.

એન્ટ્રી લેવલ કવાડકોર SoC

એન્ટ્રી લેવલ કવાડકોર SoC

બંને સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર ચિપસેટ સાથે 1જીબી રેમ અને 8જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી રહ્યો છે. માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા આ સ્ટોરેજને 32 જીબી સુધી વધારી શકાય છે.

બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો

બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો

માઇક્રોમેક્સ વીડિયો 1 અને વીડિયો 2 બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ માર્શમેલો પર ચાલશે. માઇક્રોમેક્સ વીડિયો 1 સ્માર્ટફોનમાં 1600mAh બેટરી અને વીડિયો 2 સ્માર્ટફોનમાં 1800mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

5 મેગાપિક્સલ રેર અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

5 મેગાપિક્સલ રેર અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

માઇક્રોમેક્સ વીડિયો 1 અને વીડિયો 2 બંને સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રેર અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો રાખવામાં આવ્યો છે. જેનો મતલબ છે કે આ સ્માર્ટફોન કેમેરા લવર્સ માટે નથી.

VoLTE સપોર્ટ

VoLTE સપોર્ટ

સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત છે કે આ બંને સ્માર્ટફોન VoLTE સપોર્ટ કરે છે અને આ સ્માર્ટફોન સાથે રિલાયન્સ જિયો સિમ પણ પેક કરીને આપવામાં આવી રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Micromax, the Indian smartphone brand, today unveiled two new smartphones- the Micromax Vdeo 1 and Vdeo 2 with support for VoLTE. Read on...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot