મેઇઝુ એમ5 નોટ, 4 જીબી રેમ અને 4000mAh બેટરી

Posted By: anuj prajapati

ચાઈનીઝ કંપની મેઇઝુ ઘ્વારા હાલમાં જ ચાઈનામાં તેના લેટેસ્ટ સ્માર્ટફોન મેઇઝુ એમ5 નોટ ની ઝલક જોવા મળી. આ સ્માર્ટફોનનો લૂક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ સ્માર્ટફોન ઘણા અલગ અલગ કલર જેવા કે સ્કાય ગ્રે, મૂનલાઇટ સિલ્વર, ગ્લેસિયર બ્લુ અને ચંપગને ગોલ્ડમાં મળી રહ્યો છે.

મેઇઝુ એમ5 નોટ, 4 જીબી રેમ અને 4000mAh બેટરી

આ સ્માર્ટફોનને વધારે સારો બનાવવા માટે મેઇઝુ ઘ્વારા એમ5 નોટ સ્માર્ટફોનમાં યુનિમેટલ બોડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ઝિઓમી રેડમી 4 સ્માર્ટફોનને બધી જ રીતે મળતો આવે છે.

બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન ની કિંમત લગભગ 9000 રૂપિયા રાખવામાં આવી છે. 3 જીબી અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 9000 રાખવામાં આવી છે. જયારે 3 જીબી અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સ્માર્ટફોનની કિંમત 11,000 રાખવામાં આવી છે. 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મેડલની કિંમત લગભગ 15,000 રાખવામાં આવી છે. 7 ડિસેમ્બર થી આ બધા જ મોડલ વેચાવવા માટે ઉપલબ્ધ થઇ જશે.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

એક નજર કરો મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચર વિશે..

5.5 ઇંચ 1080 પિક્સલ ડિસ્પ્લે

5.5 ઇંચ 1080 પિક્સલ ડિસ્પ્લે

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન 5.5 ઇંચ 1080 પિક્સલ સ્ક્રીન 1080*1920 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ 1080 પિક્સલ સ્ક્રીન ધરાવતો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

પાવરફુલ હાર્ડવેર

પાવરફુલ હાર્ડવેર

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં મીડિયા ટેક હેલીઓ પી10 ચિપસેટ 3 જીબી અને 4 જીબી રેમ સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોન 3 સ્ટોરેજ વેરિયંટ 16 જીબી, 32 જીબી અને 64 જીબીમાં મળી રહ્યો છે.

ડિસેન્ટ કેમેરો

ડિસેન્ટ કેમેરો

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ સેન્સર સ્માર્ટફોનની રેર સાઈડમાં આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલ નો સેલ્ફી શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

સારી બેટરી અને ફ્લાયમે ઓએસ 6.0

સારી બેટરી અને ફ્લાયમે ઓએસ 6.0

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. જે એક ચાર્જમાં ડિસેન્ટ ઉપયોગ સાથે લગભગ 2 દિવસ સુધી ચલાવી શકાય છે. આ સ્માર્ટફોન ફ્લાયમે ઓપરેટિંગ સિસ્ટમ 6.0 પર કામ કરે છે.

ભારતમાં લોન્ચ થવા વિશે કોઈ જ માહિતી નથી

ભારતમાં લોન્ચ થવા વિશે કોઈ જ માહિતી નથી

મેઇઝુ કંપની ઘ્વારા મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ વાત નક્કી છે કે આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ચોક્કસ આવશે.

English summary
Meizu, the Chinese smartphone vendor, has unveiled their latest budget offering in China, the Meizu M5 Note and it looks gorgeous. The Meizu M5 Note comes in a variety of color options: Sky Gray, Champagne Gold, Moonlight Silver, and Glacier Blue.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot