એલજી ઘ્વારા આગળ લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન એલજી જી5 મોડ્યૂલર ડિઝાઇન તેની યુએસપી હતી. જે કંપનીનો મોડ્યૂલર ટેક તરફ પહેલો પ્રયાસ હતો. આ પ્રયાસને કેટલાક મિક્સ રિવ્યૂ મળ્યા હતા. મળતી માહિતી મુજબ કંપની હવે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન એલજી જી6 ખુબ જ જલ્દી લોન્ચ થઇ શકે છે.
મળતી માહિતી મુજબ એલજી જી6 મોડ્યૂલર ડિઝાઇન સ્માર્ટફોન તેની સિમલેસ બોડીમાં આવી શકે છે. આ પહેલા એવી અફવાહ પણ ઉડી રહી હતી કે કંપની તેમના આગળના સ્માર્ટફોનમાં મોડ્યૂલર ડિઝાઇન પર ધ્યાન નહીં આપે.
માઇક્રોમેક્સ વીડિયો 1, વીડિયો 2 લોન્ચ, કિંમત 4440 થી શરૂ
પરંતુ આગળની અફવાહ મુજબ એલજી જી6 સ્માર્ટફોન નોન રિમુવેબલ બેટરી સાથે આવશે. હાલમાં મળતી લેટેસ્ટ અપડેટ મુજબ આ સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. બીજી માહિતી એ પણ મળી રહી છે કે આ સ્માર્ટફોન વોટરપ્રૂફ એડિશનમાં આવશે, જે પાણીમાં પણ બિલકુલ સુરક્ષિત રહેશે.
એલજી જી6 સ્માર્ટફોનમાં તમને નવી મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ જેને એલજી પે તરીકે પણ ઓળખાશે, તેને લોન્ચ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ બિલકુલ એપલ પે ને મળતી આવશે.
એલજી જી6 સ્માર્ટફોનના ઇન્ટરનલ ફીચર વિશે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. પરંતુ એવી ધારણા કરી શકાય કે વર્ષ 2017 ના દરેક હાઈ એન્ડ સ્માર્ટફોન જેમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે.
એલજી જી6 સ્માર્ટફોન વિશે એવી પણ અફવાહ ઉડી હતી કે સેમસંગ ગેલેસખી નોટ 7 સ્માર્ટફોન ની જેમ એલજી જી6 સ્માર્ટફોનમાં પણ આઈરીશ સ્કેનર નો ઉપયોગ કરવામાં આવી શકે છે.
એલજી જી6 સ્માર્ટફોન ચોક્કસ કેટલાક યુનિક ફીચર સાથે આવશે, જે યુઝરને ચોક્કસ આકર્ષિત કરશે.
Source, Via
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.