લેઇકો અને કૂલપેડ, કૂલ 1S ફ્લેગશિપ સ્માર્ટફોન માટે એકસાથે આવ્યા

Posted By: anuj prajapati

પહેલા પણ એકસાથે આવ્યા પછી, લેઇકો અને કૂલપેડ ફરી એકવાર એકસાથે આવી રહ્યા છે. આ વખતે તેઓ એકસાથે મળીને કૂલ 1S ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે.

લેઇકો અને કૂલપેડ, કૂલ 1S ફ્લેગશિપ સ્માર્ટફોન માટે એકસાથે આવ્યા

લેઇકો અને કૂલપેડ બંનેએ સાથે મળીને આ પહેલા પણ 2 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કૂલ 1 ડ્યુઅલ સ્માર્ટફોન, જે હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી અને હાલમાં જ લોન્ચ કરેલો કૂલ ચાર્જર 1સી. બંને સ્માર્ટફોન તેમને બજેટ યુઝર માટે બહાર લોન્ચ કર્યા છે.

બ્લેકબેરી નવું મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ, અહીં જાણો તેના વિશે...

પરંતુ હાલમાં આપણે વાત કરી રહ્યા છે તેમના લેટેસ્ટ સ્માર્ટફોન કૂલ 1એસ વિશે. લીક થયેલી ઇમેજ અનુસાર આ સ્માર્ટફોન 16000 પોઇન્ટ બેન્ચમાર્ક ક્રોસ કર્યો છે, જે ચોંકાવે તેવી વાત નથી. કારણકે મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 2.35GHz સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લેઇકો અને કૂલપેડ, કૂલ 1S ફ્લેગશિપ સ્માર્ટફોન માટે એકસાથે આવ્યા

લીક થયેલી ઇમેજ અનુસાર આ સ્માર્ટફોન ડિવાઈઝ એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો આઉટ ઓફ ધ બોક્સ લેઇકોની ઇયુઆઈ 5.8 અટૉમ પર ચાલશે.

લેઇકો અને કૂલપેડ, કૂલ 1S ફ્લેગશિપ સ્માર્ટફોન માટે એકસાથે આવ્યા

ઉપર જણાવ્યા મુજબ લીક થયેલી તસવીરો ડિવાઈઝ વિશે વધારે કોઈ જ માહિતી જણાવતું નથી.

હાલમાં જ કૂલ લેબલ સ્માર્ટફોન ચાઈનીઝ ટેલિકોમ ઇક્વિપમેન્ટ સર્ટિફિકેશન ઓર્થોરિટી માં જોવા મળ્યો. જો આ બંને સ્માર્ટફોનને એકસરખો જ માનવામાં આવે તો કૂલ 1એસ સ્માર્ટફોનમાં આપને 5.5 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે, 4જીબી/6જીબી રેમ, 32/64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સ્પેસ, 16 મેગાપિક્સલ રેર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી શૂટર કેમેરો. તેની સાથે 4,000mAh બેટરી આપવામાં આવશે.

આ સ્માર્ટફોનની કિંમત હજુ સુધી જાણવા મળી નથી. જો સ્માર્ટફોન લોન્ચની વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ થઇ શકે છે.

SOURCE

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
LeEco, Coolpad again join forces, but this time around, a true flagship smartphone called the Cool 1s is in the works.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot