લાવા 4G કનેકટ M1 ફીચર ફોન, કિંમત 3333 રૂપિયા અને VoLTE સપોર્ટ

By Anuj Prajapati
|

ભારતમાં VoLTE સપોર્ટ કરનાર ફીચર સ્માર્ટફોન વિશે ઘણી માહિતી આવી રહી છે. ગયા મહિનામાં આપણે જિયો ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર ફીચર ફોનની ડિઝાઇન જોયી. પરંતુ હવે લાવા પોતાનો 4જી કનેકટ એમ1 ફીચર ફોન લઈને આવી રહ્યું છે. આ સ્માર્ટફોન VoLTE સપોર્ટ સાથે આવશે અને તેની કિંમત 3333 રૂપિયા રાખવામાં આવી છે.

લાવા 4G કનેકટ M1 ફીચર ફોન, કિંમત 3333 રૂપિયા અને VoLTE સપોર્ટ

આ સ્માર્ટફોનના વધારે ફીચર વિશે વાત કરવા જેવું કઈ જ નથી. પરંતુ એક ફીચર સ્માર્ટફોનમાં હોવા જોઈએ એવા બધા જ ફીચર આ સ્માર્ટફોનમાં આવેલા છે. આ સ્માર્ટફોનમાં 2.4 ઇંચ ડિસ્પ્લે 320*240 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેના તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો.

આ સ્માર્ટફોનમાં વીજીએ કેમેરા ટોર્ચ લાઈટ સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. પાવર માટે 1750mAh બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફેસબૂક અને બીજી કેટલીક સોશ્યિલ મીડિયા પ્રિઇન્સ્ટોલ એપ આપવામાં આવી છે.

એન્ડ્રોઇડ ફોન્સ ને ઇન્ડિયા માં બનાવવા માટે બેલ્કબેરી એ Optiemus સાથે પાર્ટનરશીપ કરી

લોન્ચ સમયે લાવા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ નવા પ્રોડક્ટ ઇન્નોવેશન તરફ આગળ વધી રહ્યા છે. લાવા 4જી કનેકટ એમ1 ફીચર ફોન તે દિશામાં આગળ વધવાનું સ્ટેપ છે. તેમને જણાવ્યું કે તેમના સ્માર્ટફોન ફીચર ફોન ઘ્વારા યુઝર ડિજિટલ કન્ટેન્ટ અને ડિજિટલ ટ્રાન્જેક્શન સરળતાથી કરી શકશે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન ખુબ જ ઓછી અને સરળતાથી ખરીદી શકાય તેવી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન ક્યારે આવશે તેના વિશે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તેમના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોન ઓનલાઇન સ્ટોર અને ઓફલાઈન રિટેલ સ્ટોર પર ખુબ જ જલ્દી આવી જશે.

Best Mobiles in India

English summary
As expected, Lava has launched the Lava 4G Connect M1 VoLTE phone in India at Rs. 3,333 and it also supports Reliance Jio.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X