હુવાઈ ઘ્વારા જલ્દી ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે

Posted By: anuj prajapati

સ્માર્ટફોન મેન્યુફેક્ચર ઘ્વારા સ્માર્ટફોનમાં એઆર કેપેબલીટી ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આગળ આવ્યા છે. લેનોવો ઘ્વારા ગયા વર્ષે જ પહેલો ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોન લેનોવો ફેબ 2 પ્રો લોન્ચ કરવામાં આવ્યો હતો.

હુવાઈ ઘ્વારા જલ્દી ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે

થોડા દિવસ પહેલા જ તાઇવાન કંપની અસૂસ ઘ્વારા પણ તેમનો પહેલો એઆર સ્માર્ટફોન અસૂસ ઝેનફોન એઆર લોન્ચ કરવામાં આવ્યો. હવે આ સ્પર્ધામાં ટેક કંપની હુવાઈ પણ જોડાઈ ચુકી છે. એન્ડ્રોઇડ ઓથોરિટી ઘ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું કે હુવાઈ કંપની નજીકના ભવિષ્યમાં ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

પરંતુ કંપની ઘ્વારા હજુ સુધી ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોનના ફીચર, કિંમત અને તેની રિલીઝ ડેટ વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. એટલે આ સ્માર્ટફોન વિશે કોઈ જ માહિતી મળી નથી. જેના કારણે તેના વિશે કઈ પણ કહેવું મુશ્કિલ છે.

લેનોવો પી2 ભારતમાં લોન્ચ, 5100mAh બેટરી અને 16,999 રૂપિયા કિંમત

આમ જોવા જઇયે તો છેલ્લા કેટલાક સમયમાં લોન્ચ થયેલા ટેન્ગો ઇનેબલ સ્માર્ટફોન જોતા એક વાત તો નક્કી છે કે હુવાઈનો આવનારો સ્માર્ટફોન મોશન ટ્રેકિંગ અને ડેપ્થ સેન્સિંગ માટે એડવાન્સ સેન્સર સાથે આવશે.

આ સ્માર્ટફોન અસૂસ ઝેનફોન એઆર સ્માર્ટફોનની જેમ હાઈ એન્ડ ફીચર સાથે આવી શકે છે અથવા તો મિડયોટર ફીચર સાથે પણ આવી શકે છે. હુવાઈ સ્માર્ટફોન વધારે એપ સાથે પણ આવી શકે છે જેનાથી હાર્ડવેરનો સારો ઉપયોગ કરી શકાય.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Another Tango-enabled smartphone incoming!

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot