જાણો કઈ રીતે એન્ડ્રોઇડ નોગૅટ તમને રેન્સમવેર થી બચાવશે

Posted By: anuj prajapati

રેન્સમવેર ખુબ જ જૂનો ખતરો છે જે ઘણા દેશોમાં ડેસ્કટોપ અને નોટબૂક યુઝરને પરેશાન કરી રહ્યો છે. રેન્સમવેર એક એવો માલવેર છે જે તમારા બધા જ ડોક્યુમેન્ટ, મીડિયા અને બીજી ફાઈલને એન્ક્રીપટ કરી નાખે છે. ત્યારપછી તે તમારી પાસે પૈસાની માંગણી કરે છે કે જેનાથી તમે તમારી ફાઈલને ઍક્સેસ કરી શકો.

જાણો કઈ રીતે એન્ડ્રોઇડ નોગૅટ તમને રેન્સમવેર થી બચાવશે

બીજા માલવેરની જેમ રેન્સમવેર પણ બે વેરિયંટમાં છે. એક માલવેર જે તમારી ડિવાઈઝમાં કેટલીક ફાઈલ લોક કરી નાખે છે. જયારે બીજો માલવેર તમારી આખી સિસ્ટમ જ લોક કરી નાખે છે. ગૂગલ ઘ્વારા જણાવ્યા મુજબ એપ અપડેટ થયા પછી તમારી તેની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત રાખવો

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ યુઝર હવે સેફ છે. હવે તેમને રેન્સમવેર જેવા માલવેરથી ડરવાની કોઈ જ જરૂર નથી, કારણકે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમમાં સેફિટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે તમારી ડિવાઈઝને માલવેરથી બચાવશે.

સેફિટી બલિન્ડર

સેફિટી બલિન્ડર

જેસન જેઓ સિનિયર પ્રોગ્રામ મેનેજર છે, તેમને સેફિટી બલિન્ડર વિશે જણાવ્યું છે જે ધ્યાન રાખશે કે એન્ડ્રોઇડ એપ્લિકેશન એક જ સમયે ડિવાઈઝમાં ચાલતી બીજી એપ નહીં જોઈ શકે. તેના કારણે રેન્સમવેર સાથે જોડાયેલી એપ નહીં સમજી શકે કે બીજી એપ શુ કરી રહી છે. જેના કારણે કોઈ પણ અટેકર તમારી ડીટેલ નહીં મેળવી શકે.

લોક સ્ક્રીન

લોક સ્ક્રીન

ગૂગલ ઘ્વારા સ્ક્રીન લોક ફીચરમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે કોઈ પણ તમારી પરમિશન સેટિંગનો ખોટો ઉપયોગ કરીને સ્ક્રીન લોક નહીં જાણી શકે. રેન્સમવેર માલવેરની સાથે સાથે બીજા પણ માલવેર સામે તમને બચાવશે.

સેન્ડબોક્સ

સેન્ડબોક્સ

એન્ડ્રોઇડમાં બીજું એક બેસ્ટ ફીચર છે કે તેમાં બંધ જ એપ સેફટી માટે સેન્ડ બોક્સ કરવામાં આવી છે. જે ધ્યાન રાખે છે કે બધી જ એપ એકબીજાથી આઝાદ થઈને કામ કરે. કોઈ પણ તમારા સ્માર્ટફોનની બીજી એપની મદદથી તમારું કોન્ટેક લિસ્ટ ઍક્સેસ નહીં કરી શકે. સેન્ડબોક્સને બ્રેક કરવું અશક્ય નથી, પરંતુ ખુબ જ મુશ્કિલ ટાસ્ક ચોક્કસ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વેરીફાય એપ

વેરીફાય એપ

યુઝર પોતાની જાતને આવા અટેકથી બચાવવા માટે ગૂગલ પ્લેસ્ટોરથી એપ ધ્યાન રાખીને ડાઉનલોડ કરે. એન્ડ્રોઇડ ઘ્વારા વેરીફાય એપ ફીચર એડ કરવાથી યુઝર તેમની જાતને બચાવી શકે છે. ગૂગલ બધી જ એપને સ્કેન કરે છે, જે માલવેર સોર્સથી ડાઉનલોડ કરવામાં આવી હોય.

રિબુટ અથવા રીસેટ

રિબુટ અથવા રીસેટ

જો તમારી ડિવાઈઝ અકસ્માતથી માલવેર ઘ્વારા ઈનફેક્ટ થાય ત્યારે તમારે કોઈ પણ જાતનું રેન્સમ આપવાની જરૂર નથી. તમારે ખાલી સેફ મોડમાં રિબુટ કરવાની રહેશે. જેના કારણે તમારી બધી જ એપ જતી રહેશે અને ખાલી એવું જ એપ રહેશે જે સ્માર્ટફોન સાથે આવી હતી.

જો રિબુટ કામ ના કરે ત્યારે તમે ફેક્ટરી સેટિંગમાં જઈને તેને રીસેટ કરી શકો છો. પરંતુ રીસેટ કરતા પહેલા બેકઅપ લેવાનું ભૂલતા નહીં.

English summary
Ransomware is a kind of malware which encrypts all the documents, media and other files on your device and demands some ransom to grant you the access.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot