Just In
જાણો કયા કયા સ્માર્ટફોન સીઇએસ 2017 ઇવેન્ટમાં લોન્ચ થયા.
જેવી આશા રાખવામાં આવી રહી હતી તેવી જ સીઇએસ 2017 ઇવેન્ટ ખુબ જ શાનદાર રહી. આ ઇવેન્ટમાં ખાલી સ્માર્ટફોન જ નહીં, પરંતુ બીજા પણ ઘણા શાનદાર ઇલેક્ટ્રોનિક લોન્ચ જોવા મળ્યા. જેમાં સ્માર્ટવોચ, રોબોટ્સ અને ઈલેકટ્રીક કારનો પણ સમાવેશ થાય છે.

એન્ડ્રોઇડ યુઝર માટે મજેદાર વીઆર ગેમ્સ
આ લોન્ચમાં ઘણા શાનદાર સ્માર્ટફોન લોન્ચ પણ જોવા મળ્યા. જેમાં 8 જીબી રેમ ધરાવતો સ્માર્ટફોન પણ શામિલ છે. તો એક નજર કરો સીઇએસ 2017 ઇવેન્ટમાં લોન્ચ થયેલા ધમાકેદાર સ્માર્ટફોન પર, જેઓ આ વર્ષે હિટ સ્માર્ટફોન લિસ્ટમાં આવી શકે છે.

આસુસ ઝેનફોન એઆર
આસુસ ઘ્વારા સીઇએસ 2017 ઇવેન્ટમાં તેમનો સ્માર્ટફોન ઝેનફોન એઆર લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઇન્ડસ્ટ્રીનો પહેલો સ્માર્ટફોન છે જે ગૂગલ ડેડ્રિમ અને ટેન્ગો સપોર્ટ સાથે આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પહેલો સ્માર્ટફોન છે, જેમાં 8 જીબી રેમ આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે આ સ્માર્ટફોનમાં 23 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5.7 ઇંચ ડિસ્પ્લે અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આસુસ ઝેનફોન 3 ઝૂમ
આસુસ ઘ્વારા ઝેનફોન એઆર સ્માર્ટફોન સાથે સાથે ઝેનફોન 3 ઝૂમ સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે, જે ડ્યુઅલ રિયર કેમેરા સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોન આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન જેમ જ એક સ્ટાન્ડર્ડ કેમેરા અને એક 2.3 એક્સ ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. આ સ્માર્ટફોનની વધુ એક ખાસ વાત છે કે તેમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

હુવાવે ઓનર 6 એક્સ
હુવાવે ઘ્વારા યુએસ માર્કેટમાં વધારે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા નથી. જેના કારણે કંપની હવે યુએસ માર્કેટમાં પણ પોતાની ઓળખ બનાવવા માંગે છે. કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 જાન્યુઆરી સુધીમાં આ સ્માર્ટફોન ભારતમાં આવી જશે.

એલજી સ્ટાઈલો 3 અને બીજા 4 એલજી K સિરીઝ સ્માર્ટફોન
એલજી કંપની ઘ્વારા વર્ષની શરૂઆત નવા 4 મીડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ સાથે કરવામાં આવી છે. એલજી ઘ્વારા એલજી સ્ટાઈલો 3 અને બીજા 4 એલજી કે સિરીઝ સ્માર્ટફોન એલજી K10, K8, K5, K3. એલજી સ્ટાઈલો 3 મીડ રેન્જ સ્માર્ટફોન છે. જેમાં 5.7 ઇંચ સ્ક્રીન ડિસ્પ્લે, 3જીબી રેમ અને ઓક્ટાકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલજી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા બધા જ K સિરીઝ સ્માર્ટફોન 5 થી 5.5 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન ધરાવે છે.

શ્યોમી મી મિક્સ વાઈટ કલર વેરિયંટ
શ્યોમી ઘ્વારા સીઇએસ 2017 ઇવેન્માં મી મિક્સ વાઈટ કલર વેરિયંટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે દેખાવમાં ખુબ જ સુંદર છે. આ સ્માર્ટફોન ઇવેન્ટમાં છવાઈ ગયો હતો.

ઝેડટીઈ બે નવા સ્માર્ટફોન
ઝેડટીઈ ઘ્વારા સીઇએસ 2017 ઇવેન્ટમાં બે નવા સ્માર્ટફોન ઝેડટીઈ બ્લેડ વી8 પ્રો અને ઝેડટીઈ હૉકેયે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા. ઝેડટીઈ બ્લેડ વી8 પ્રો સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા, સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને 3જીબી રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બ્લેકબેરી મરક્યુરી
બ્લેકબેરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા સ્માર્ટફોન બ્લેકબેરી મરક્યુરી સાથે આવી રહ્યો છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોનની લૂક જ બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470