વર્ષ 2016, સૌથી વધુ ફ્લોપ રહ્યા આ ટોપ હાઈ એન્ડ સ્માર્ટફોન..

Posted By: anuj prajapati

સ્માર્ટફોન કંપનીઓ માટે આ વર્ષ એટલું ખાસ નથી રહ્યું. એવું નથી કે આ વર્ષે ઓછા સ્માર્ટફોન લોન્ચ થયા છે. પરંતુ લોન્ચ થયેલા ઘણા શાનદાર સ્માર્ટફોન પણ ફ્લોપ રહ્યા છે.

વર્ષ 2016, સૌથી વધુ ફ્લોપ રહ્યા આ ટોપ હાઈ એન્ડ સ્માર્ટફોન..

વર્ષ 2016 માં ઘણી બ્રાન્ડ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં આવી. જેમને માર્કેટમાં સારી અને ખરાબ બંને પ્રતિક્રિયા મળી. આ વર્ષે આવેલા સ્માર્ટફોન પણ ખુબ ચર્ચામાં રહ્યા. કેટલાક સારા કારણોસર તો કેટલાક ખરાબ કારણોસર ફેમસ રહ્યા.

આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

જ્યાં સેમસંગ જેવી ફેમસ બ્રાન્ડ પણ તેના સ્માર્ટફોનમાં બેટરી બ્લાસ્ટને કારણે ચર્ચામાં રહી. આ વર્ષ કેટલાક સ્માર્ટફોન મોડેલ અને કેટલીક કંપનીઓ માટે ડાઉનફૉલ રહ્યો. તો એક નજર કરો એવા સ્માર્ટફોન પર જેના પર ઘણી આશા હતી પરંતુ તેઓ તેના પર ખરા ઉતરી ના શક્યા.

સેમસંગ ગેલેક્ષી નોટ 7

સેમસંગ ગેલેક્ષી નોટ 7

આ લિસ્ટમાં સૌથી પહેલો નંબર સેમસંગ ગેલેક્ષી નોટ 7 છે. કંપનીના આ સ્માર્ટફોન બેટરીને લઈને એટલી બધી ફરિયાદ આવી કે કંપનીએ તેમના બધા જ ફોન પાછા મંગાવી લેવા પડ્યા. આ સ્માર્ટફોનને કેટલાક દેશો અને એરપોર્ટ પર પણ બેન કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી ફાટવાથી ઘણી સમસ્યા આવી રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સોની એક્સપેરિયા એકસજી

સોની એક્સપેરિયા એકસજી

પોતાના સ્ટાઈલિશ અને ક્લાસી લૂકને કારણે સોની એક્સપેરિયા એકસજી સ્માર્ટફોને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ સ્માર્ટફોનમાં 5 એક્સિસ વીડિયો સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજી આપવામાં આવી છે. તેની સાથે તેમાં ઈમેજીન ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ફ્લોપ થવાનું કારણ તેની કિંમત છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોનની કિંમત 51,990 રૂપિયા રાખવામાં આવી છે.

ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ

ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ

આ બંને સ્માર્ટફોનની રાહ માર્કેટમાં ખુબ જ જોવાઈ રહી હતી. વર્ષની સૌથી મોટી લોન્ચ ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન આવતાની સાથે જ બીજી સ્માર્ટફોન કંપનીઓ થોડી ગભરાઈ ચોક્કસ હતી. આ બંને સ્માર્ટફોન ફ્લોપ થવાનું કારણ તેની કિંમત રહી. આ સ્માર્ટફોનની કિંમત 57,000 રૂપિયાથી લઈને 76,000 રૂપિયા રાખવામાં આવી હતી.

એપલ આઈફોન 7

એપલ આઈફોન 7

લાગે છે કે આ વર્ષ નંબર 7 માટે સારું નથી રહ્યું. પહેલા સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં તેની બેટરી ફાટવાની ખબર આવી. તેની સાથે જ આઈફોન 7 ની બેટરી પણ ફાટવાની ખબરો આવવા લાગી હતી. જેના કારણે એપલની છાપ પણ બગડી છે. એપલના ફેન્સમાં આઈફોન 7 માં એક નવા બદલાવની આશા જણાઈ રહી હતી. પરંતુ તેવું કઈ જ ના થયું.

સોની એક્સપેરિયા એકસ

સોની એક્સપેરિયા એકસ

સોની ઘ્વારા પોતાની એક્સ સિરીઝનો સોની એક્સપેરિયા એકસ વર્ષ 2016ની શરૂઆતમાં જ ભારતમાં લોન્ચ કર્યો. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 650 પર કામ કરે છે. તેની સાથે તેમાં 23 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત પણ 50,000 રૂપિયા રાખવામાં આવી, જે ખરીદવું દરેક લોકો માટે શક્ય નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Smartphone sector has undergone a tough time throughout 2016, let's check out a few flop mobile phones of the year.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot