સેમસંગે હવે અંતે નોટ 7 ના વિસ્ફોટ થવા ના કારણો બહાર પાડ્યા છે.

By: Keval Vachharajani

કુખ્યાત થયેલા સેમસંગ ના ગેલેક્સી નોટ 7 વિષે બધા ને ખબર છે. તેના લોન્ચ થયા ના થોડા સમય બાદ, તે ફોન ફાટવા ની અથવા તો ગરમ થઈ અને અચાનક આગ લાગવા ની અથવા તો ક્યાક થી ફોન જયારે એમનેમ પડ્યો હોઈ ત્યારે તેમાં થી ધુમાડો નીકળવા ની ઘણી બધી ફરિયાદો આવી હતી.

સેમસંગે હવે અંતે નોટ 7 ના વિસ્ફોટ થવા ના કારણો બહાર પાડ્યા છે.

સૌથી વધુ હાસ્યાસ્પદ વાત તો એ હતી કે ગેલેક્સી નોટ 7 ને પ્લેન માં લઇ જવા ની મનાઈ હતી. અને આ હાદસા ને લીધે સેમસંગ ની પ્રતિષ્ઠા તેના ફોન ની જેમ જ સળગી રહી હતી, અને એક રિપોર્ટ અનુસાર 30% નોટ 7 યુઝર્સ આઈફોન લેવા નું વિચારી રહ્યા હતા અથવા તો લીધા હતા.

રિલાયન્સ જિયો ડીટીએચ Vs ડીશ ટીવી, જુઓ કોણ છે બેસ્ટ..

અને જયારે સેમસંગ ને ખુબ જ જોરદાર માર ત્યારે પડ્યો જયારે ગ્રાહકો ના હાથ માં જ ફોન ફાટવા ની ફરિયાદો નોંધવા માં આવી, જેના લીધે ગ્રાહકો નો કંપની પર થી વિશ્વાસ ઉઠવા લાગ્યો.

સેમસંગે હવે અંતે નોટ 7 ના વિસ્ફોટ થવા ના કારણો બહાર પાડ્યા છે.

અને જયારે કંપની એ ગેલેક્સી નોટ 7 ને બંધ કરવા ની જાહેરાત કરી ત્યારે પણ કંપની ના 8% શેર માર્કેટ માં ફસાઈ ગયા હતા. આ વર્ષ કંપની માટે ખુબ ખરાબ રહ્યું નાણાકીય દ્રષ્ટિ થી અને ગ્રાહકો ના વિશ્વાસ ની દ્રષ્ટિ થી પણ આ વર્ષ સેમસંગ માટે ખુબ જ ખરાબ રહ્યું હતું.

એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

તો સેમસંગ અત્યારે પણ પોતાની આ નિષ્ફળતા થી પુનઃપ્રાપ્તિ કરી રહ્યું છે ત્યારે તેમણે જણાવ્યું છે કે તેઓ આ વર્ષ ને અંતે એ વાત જાહેર કરશે કે ગેલેક્સી નોટ 7 ફાટવા નું અથવા તો સળગવા નું કારણ શું હતું.

અત્યાર પૂરતું કંપની નું એવું કેહવું હતું કે દોષ કોઈ એક ચોક્કસ બેટરી સપ્લાયર નો હતો. સેમસંગે પોતાના શરૂઆત ના અહેવાલો માં એવું કહ્યું હતું કે કોઈ એક ચોક્કસ સપ્લાયર ને બેટરી ફિટ કરવા નું સોંપવા માં આવેલું હતું અને તેણે તેમાં અપક્રિયા કરી છે જેના લીધે આવું થઇ રહ્યું છે.

સેમસંગે હવે અંતે નોટ 7 ના વિસ્ફોટ થવા ના કારણો બહાર પાડ્યા છે.

ત્યાર બાદ કંપની એ રિકોલ કર્યું હતું અને બીજા સપ્લાયર દ્વારા બેટરી ને બદલાવી અને ફરી થી ફોન વેચવા નું શરુ કર્યું હતું,

તેમ છત્તા પણ ફોન ફાટતા હતા અને તેમાં આગ લાગતી હતી, તેના લીધે સેમસંગે 11 ઓક્ટોબરે એવું જાહેર કર્યું હતું કે તેઓ ગેલેક્સિ નોટ 7 નું ઉત્પાદન હંમેશા માટે બંધ કરે છે અને બધી જ જગ્યા એ તેના વેચાણ ને પણ અટકાવવા માં આવ્યું હતું.

આ બધા મુદ્દા ઓ ને લીધે સેમસંગ ની અંદર અત્યારે ઇન્ટરનલ ચેકીંગ ચાલી રહ્યું છે અને તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ આગ લાગવા ના સાચ્ચા અને સચોટ કારણ ને ગોતી જ કાઢશે. અમુક રિપોર્ટ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે સેમસંગ આ બધા જ રિપોર્ટ ને આ વર્ષ ના અંત માં જાહેર કરશે.

સેમસંગ ના ગ્રાહકો માટે આ એક સારા સમાચાર કહી શકાય કેમ કે હવે તેઓ ને સરખા કારણો દ્વારા આગ લાગવા ના કારણો ની ખબર પડશે. ગેલેક્સી નોટ 7 ની નિષ્ફળતા ની પાછળ અમુક ડેફિનિટિવ કારણો હશે.અને સેમસંગ નોટ 7 વિષે એવી સ્ટોરી સાથે આવશે જેના લીધે તેના વિષે થતી બધી જ વાતો બંધ થઇ જાય જેના લીધે નોટ 8 MWC માં ફેબ્રુઆરી માં સારી રીતે લોન્ચ થઇ શકે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung might reveal why the Note7 went up in flames.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot