ગૂગલ પિક્સલ 2 સ્માર્ટફોન વિશે જાણવા જેવું બધું જ

ગયા વર્ષે ગૂગલ ઘ્વારા પહેલો પિક્સલ સ્માર્ટફોન ખુબ જ હાઈ સેગ્મેન્ટમાં બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

By Anuj Prajapati
|

ગયા વર્ષે ગૂગલ ઘ્વારા પહેલો પિક્સલ સ્માર્ટફોન ખુબ જ હાઈ સેગ્મેન્ટમાં બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ગૂગલ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી આ ડિવાઈઝ 50 હજાર કરતા પણ ઓછી કિંમતમાં આવી હતી. આ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ સિરીઝ અને એપલ આઈફોનને ટક્કર આપવા માટે આવ્યો હતો.

ગૂગલ પિક્સલ 2 સ્માર્ટફોન વિશે જાણવા જેવું બધું જ

કંપની તેમના સફળ સ્માર્ટફોનને આગળ વધારવા માટે કામ કરી રહી છે. જેને પિક્સલ 2 સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. કંપની ઘ્વારા પિક્સલ 2 સ્માર્ટફોન માહિતીનું સમર્થન આપવામાં આવ્યું છે અને તેને આ વર્ષમાં લોન્ચ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

મેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવા

તેમને આગળ જણાવ્યું કે કંપની હાઈ એન્ડ માર્કેટ ટાર્ગેટ કરશે. પિક્સલ 2 સ્માર્ટફોન પણ પહેલા પિક્સલ સ્માર્ટફોનની જેમ પ્રિમિયન કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. પિક્સલ 2 સ્માર્ટફોન વિશે ઇન્ટરનેટ પર ઘણી માહિતી આવી રહી છે. તો એક નજર કરો સ્માર્ટફોનમાં આપવામાં આવી રહેલા ફીચર પર...

ડિઝાઇન

ડિઝાઇન

હાલમાં મળતા રિપોર્ટ અનુસાર કંપની તેમના આવનારા સ્માર્ટફોન ડિઝાઇનમાં બદલાવ કરવા જઈ રહી છે. એટલે કે કંપની તેમાં જુના પિક્સલ સ્માર્ટફોનની જેમ અડધો ભાગ મેટ અને અડધો ભાગ ભાગ ગ્લાસનો નહીં રાખે. પરંતુ રિપોર્ટમાં લેટેસ્ટ સ્માર્ટફોન કેવો હશે તેના વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.

પ્રોસેસર

પ્રોસેસર

લેટેસ્ટ પિક્સલ 2 સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ ચિપસેટ 835 ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે જ ગૂગલ સેમસંગ અને સોની સ્માર્ટફોન ક્લબમાં જોડાઈ જશે, જેઓ લેટેસ્ટ ક્યુઅલકોમ ચિપસેટનો ઉપયોગ કરી રહ્યા છે.

હવે જો આ સ્માર્ટફોન રેમ વિશે વાત કરવામાં આવે તો તેમાં 4 જીબી અને 6 જીબી રેમ ઉપયોગમાં લેવામાં આવશે. તેની સાથે 32 જીબી થી 256 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે.

કેમેરા

કેમેરા

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનના તેમના કેમેરા સેટઅપને કારણે ઘણા વખાણ થયા છે. મળતી માહિતી મુજબ ગૂગલ માટે કેમેરા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં કેટલા પિક્સલનો કેમેરો ઉપયોગમાં લેવાશે તેના વિશે કોઈ પણ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

કિંમત

કિંમત

આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. પરંતુ પિક્સલ 2 સ્માર્ટફોનની કિંમત તેના જુના સ્માર્ટફોન કરતા $50 વધારે જ હશે. પિક્સલ 2 સ્માર્ટફોનની કિંમત $700 (લગભગ 45,700 રૂપિયા) રાખવામાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
Rebranding the Nexus smartphone, the search engine giant Google launched its first Pixel smartphones in two variant under high-segment last year.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X