મેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવા

Posted By: Keval Vachharajani

એવું માનો કે તમને તમારા વ્યસ્ત ઓફિસ શેડ્યૂલ ની વચ્ચે એક જરૂરી ઈમેલ જોઈએ છે, ત્યારે સામાન્ય રીતે આપડે બધા મેલ્સ ને સ્ક્રોલ ડાઉન કરતા જતા હોઈ છીએ અને આપણ ને જોઈતા મેલ ને ગોતતા હોઈએ છીએ, આ કામ ની અંદર ઘણો બધો સમય વેડફાય જાય છે, જે સમય ને આપડે બીજી કોઈ જગ્યા એ ઉપીયોગ કરીયે તો કોઈ બીજું જરૂરી કામ થઇ શકે.

મેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવા

આવા કેસ ની અંદર આપડે મેલ રિમાઇન્ડર ફીચર નો ઉપીયોગ કરી શકીયે છીએ કે જે ઘણી બાળી ઓનલાઇન કંપનીઓ આપતી હોઈ છે. આવી જ એક સાઈટ નું નામ છે Followupthen જેની અંદર આને મળતા ઘણા બધા ફીચર્સ છે. આ સાઈટ પર જે એ મેલ ફોરવર્ડ કરવા માં આવે તે મેલ ને આપણ ને જોઈતા સમયે જ આપણ ને પાછો મોકલવા મા આવે છે.

બ્લોક્ડ સાઇટ્સ ને પ્રોક્ઝીસી અને VPN વગર કઈ રીતે ઓપન કરવી

આ એક યુઝર ફ્રેન્ડલી પેજ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ સરળતા થી રીમાઇન્ડર્સ ને સેટ કરી શકે છે. નીચે તેના માટેના સ્ટેપ્સ ને ફોટોસ સાથે દર્શાવવા માં આવ્યા છે.

સ્ટેપ-1:

સ્ટેપ-1:

Followupthen વેબસાઈટ પર જાવ અને તમારું નવું એકાઉન્ટ બનાવો

સ્ટેપ-2

સ્ટેપ-2

એક વખત જયારે તમે તમારું એકાઉન્ટ બનાવી લેશો એટલે તમે જે મેઈલ ID આપ્યું હશે તેના પર એક મેલ મોકલવા માં આવશે. આ મેલ ને કન્ફોર્મ કરી અને તમારા એકાઉન્ટ ને એકટીવેટ કરો. ત્યાર બાદ તમને Followupthen ના હોમ પેજ પર લઇ જવા માં આવશે.

સ્ટેપ-3

સ્ટેપ-3

ત્યાર બાદ 'હાવ' ટેબ ને ઓપન કરો જેથી તમે હેલ્પ ની માહિતી ને જોઈ શકો. ત્યાં તમને એક ઓપ્ટોન દેખાશે જેનું નામ હશે 'રિમાઈન્ડ યોરસેલ્ફ ઓફ એન ઇમેઇલ ટુમોરો એટ 4pm'. કોઈ પણ મેલ રીમાઇડર્સ ને સેટ કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ-4

સ્ટેપ-4

તમે જયારે Followupthen ને tomorrow4pm@followupthen.com આ પ્રકાર ને ફોરમેટ ની અંદર કોઈ મેલ મોકલશો એટલે એ પોતાની મેળે જ એક નવું રિમાઇન્ડર સેટ કરી લેશે. હવે તમે આ ઇમેઇલ એડ્રેસ ને કોપી કરી અને આ એડ્રેસ પર રિમાઇન્ડર મેલ મોકલી શકો છો. અથવા તો તમે સીધી લિંક પર પણ ક્લિક કરી શકો છો, જેના થી સીધી તમારી મેલ એપ ઓપન થઇ જશે.

સ્ટેપ-5

સ્ટેપ-5

આ વેબસાઈટ પર જુદા જુદા ફોર્મેટ પણ સપોર્ટ કરે છે. અને તમે તેને 'ટાઈમ ફોર્મેટ' ઓપ્શન ની અંદર જોઈ શકશો, તમે તેમાંથી તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ ઓપ્શન ને પસન્દ કરી શકો છો.

અને હવે અંતે તમારે વેરીફાય કરવા માટે કાલે સાંજે 4 વાગ્યા સુધી રાહ જોવી પડશે, અને જેવા ઘડિયાળ પર 4 વાગશે એટલે તરત જ તમારા ઇમેઇલ id પર એક નવા મેલ નું નોટિફિકેશન આવી જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
In such cases, we can make use of mail reminder feature provided online by a few companies. One such site is Followupthen, which has lots of similar features in it.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot