કૂલપેડ મેગા 3, ત્રણ સિમ સ્લોટ સાથે અને નોટ 3S ભારતમાં લોન્ચ, જાણો આગળ..

Posted By: anuj prajapati

આજે કૂલપેડની ઇવેન્ટ ભારતમાં થયી. જેમાં કૂલપેડ મેગા 3 અને નોટ 3S સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા. જેની કિંમત 6999 અને 9999 રાખવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન તમે 7 ડિસેમ્બરથી અમેઝોન ઘ્વારા ખરીદી શકો છો.

કૂલપેડ મેગા 3, ત્રણ સિમ સ્લોટ સાથે અને નોટ 3S ભારતમાં લોન્ચ...

કૂલપેડ મેગા 3 સ્માર્ટફોનની ખુબ જ અગત્યની હાઈલાઈટ હેડલાઈનમાં જ જણાવી છે કે તેમના 3 સિમકાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે, જે સ્માર્ટફોન જગતમાં થોડું નવું છે. બંને સ્માર્ટફોન કૂલપેડ મેગા 3 અને નોટ 3S કૂલપેડના જુના સ્માર્ટફોન કૂલપેડ મેગા 2.5ડી અને નોટ 3 નું અપગ્રેડ વર્ઝન છે.

બે મોટી કંપનીએ ભેગા મળીને લોન્ચ કર્યો સ્માર્ટફોન, કિંમત 9000 રૂપિયા

તો ચાલો બંને સ્માર્ટફોનના ફીચર વિશે થોડું જાણી લઈએ...

એકસરખી 5.5 ઇંચ 720પી ડિસ્પ્લે

એકસરખી 5.5 ઇંચ 720પી ડિસ્પ્લે

બંને નવા આવેલા સ્માર્ટફોન કૂલપેડ મેગા 3 અને નોટ 3S માં 5.5 ઇંચ 720પી સ્ક્રીન સાથે 2.5D કર્વ ગ્લાસ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ બંને સ્માર્ટફોનની સ્ક્રીન ગોરીલા ગ્લાસથી બનાવવામાં આવી છે.

નોટ 3S માં થોડું પાવરફુલ હાર્ડવેર

નોટ 3S માં થોડું પાવરફુલ હાર્ડવેર

કૂલપેડ મેગા 3 સ્માર્ટફોનમાં 1.25GHz મીડિયા ટેક ચિપસેટ, 2જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જયારે કૂલપેડ નોટ 3S સ્માર્ટફોનમાં 1.3GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 415 ચિપસેટ, 3જીબી રેમ અને 32 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

કૂલપેડ મેગા 3 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તમે 3 સિમકાર્ડ ચલાવી શકો છો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

નોટ 3S માં 13 મેગાપિક્સલ રેર કેમેરો

નોટ 3S માં 13 મેગાપિક્સલ રેર કેમેરો

કૂલપેડ મેગા 3 સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રેર કેમેરો એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. જયારે ફ્રન્ટ કેમેરો પણ સેલ્ફી અને વીડિયોકોલ કરવા માટે 8 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે.

જયારે બીજી બાજુ કૂલપેડ નોટ 3 એસ સ્માર્ટફોનમાં વધારે મોટો અને પાવરફુલ 13 મેગાપિક્સલ રેર કેમેરો એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. જયારે ફ્રન્ટ કેમેરો ખાલી 5 મેગાપિક્સલ છે, જે થોડો નિરાશ કરી શકે છે.

કૂલપેડ મેગા 3માં વધારે મોટી બેટરી

કૂલપેડ મેગા 3માં વધારે મોટી બેટરી

કૂલપેડ મેગા 3 સ્માર્ટફોન 3050mAh બેટરી સાથે આવી રહ્યો છે. જેમાં કંપનીના જણાવ્યા મુજબ એક જ ચાર્જમાં સ્ટેન્ડબાય મોડ પર આ સ્માર્ટફોન 200 કલાક સુધી ચાલી શકે છે. જયારે કૂલપેડ નોટ 3 એસમાં 2500mAh બેટરી વાપરવામાં આવી છે. જે કૂલપેડ મેગા 3 કરતા 20 ટકા નાની છે.

બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો

બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો

કૂલપેડ મેગા 3 અને કૂલપેડ નોટ 3 એસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કિંમત અને ક્યારે મળશે

કિંમત અને ક્યારે મળશે

કૂલપેડ નોટ 3 એસ સ્માર્ટફોનની કિંમત 9999 રૂપિયા છે. જયારે કૂલપેડ મેગા 3 સ્માર્ટફોનની કિંમત 6999 રૂપિયા છે. બંને સ્માર્ટફોન તમે 7 ડિસેમ્બરથી એમઝોન ઇન્ડિયા ઘ્વારા ખરીદી શકો છો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Coolpad, today at an event held in India launched the Coolpad Mega 3 and Note 3S smartphones and priced them at Rs. 6,999 and Rs. 9,999 respectively. Both the smartphones will be on sale from December 7 exclusively on Amazon India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot