અસૂસ ઝેનફોન 3 ઝૂમ, ડ્યુઅલ કેમેરા સાથે, જલ્દી લોન્ચ થઇ શકે છે.

By: anuj prajapati

અસૂસ, તાઇવાન ની ટેક જાયન્ટ કંપની ઘ્વારા મેં 2016 માં ઝેનફોન 3 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપની ઘ્વારા સારા એવા સ્માર્ટફોન એકસરખી સિરીઝ જેના ઝેનફોન 3 લેઝર અને ઝેનફોન 3 મેક્સ પણ શામિલ છે, તે લોન્ચ કરવામાં આવ્યા.

અસૂસ ઝેનફોન 3 ઝૂમ, ડ્યુઅલ કેમેરા સાથે, જલ્દી લોન્ચ થઇ શકે છે.

પરંતુ લાગી રહ્યું છે કે કંપની હજુ અહીં સુધી અટકી નથી. હજુ પણ ઘણા સ્માર્ટફોન આવી રહ્યા છે. નવો અસૂસ સ્માર્ટફોન જેનો મોડેલ નંબર Z01HDA છે. જેને ચાઈનીઝ સર્ટિફિકેશન સાઈટ પર જોવામાં આવ્યો. કેમેરા સેટઅપ ને જોતા આ સ્માર્ટફોન ઝેનફોન 3 ઝૂમ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

જાણો તમારો આઈફોન 6s ની બેટરી ફ્રી માં રીપ્લેસ કરી શકશો કે નહિ, ઓફર 2018 સુધી સીમિત છે

પરંતુ હજુ સુધી કેટલા મેગાપિક્સલ નો ડ્યુઅલ કેમેરો છે, તેના વિશે કોઈ નક્કર માહિતી મળી નથી. મળતી માહિતી મુજબ બંને કેમેરા 16 મેગાપિક્સલ ના રાખવામાં આવ્યા છે. જયારે બીજી માહિતી મુજબ એક કેમેરો 16 મેગાપિક્સલ સેન્સર જયારે બીજો કેમેરો 13 મેગાપિક્સલ નો રાખવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અસૂસ ઝેનફોન 3 ઝૂમ સ્માર્ટફોન ખાસ ઓપ્ટિકલ ઝૂમ ફીચર સાથે આવી રહ્યો છે.

અસૂસ ઝેનફોન 3 ઝૂમ, ડ્યુઅલ કેમેરા સાથે, જલ્દી લોન્ચ થઇ શકે છે.

ચાઈનીઝ સર્ટિફિકેશન સાઈટ ઘ્વારા આ સ્માર્ટફોનના કેટલાક ફીચર પણ જણાવવામાં આવ્યા છે. અસૂસ ઝેનફોન 3 ઝૂમ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 1080 પિક્સલ ડિસ્પ્લે, 2.5 ડી કર્વ ગ્લાસ સાથે આવી રહ્યો છે. ઉપર જણાવ્યા મુજબ તેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ રેમને લઈને કેટલીક મુંજવણ છે. આ લિસ્ટમાં ડિવાઈઝના 3 વેરિયંટ જણાવવામાં આવ્યા છે. 2જીબી/3જીબી/4જીબી રેમ તેની સાથે 16જીબી/32જીબી/128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન 4850mAh બેટરી બુસ્ટ સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો બેઝ ઝેન યુઆઈ રાખવામાં આવશે. આ સ્માર્ટફોનની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. પરંતુ વર્ષ 2017 ની શરૂઆતમાં અસૂસ તેને માર્કેટમાં લાવી શકે છે.

Source

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
The Asus Zenfone 3 Zoom is widely expected to be unveiled at the CES 2017 on January 4, as Asus is holding an event then.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot