2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

Posted By: Keval Vachharajani

આજ કાલ આપડે જયારે સમાચાર વાંચીએ છીએ ત્યારે આપણ ને જોવા મળે છે કે ઇન્ડિયા મા મહિલાઓ પર ઘણા બધા ગુનાહો થઇ રહ્યા છે.

2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

તેથી મહિલાઓ ની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા નવો નિયમ બનાવવા માં આવેલ છે જેની અંદર ભારત માં આવતા વર્ષ થી જેટલા પણ ફોન વેચાશે તેમાં એક પેનિક બટન હોવું અનિવાર્ય છે.

વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

આ વિષય પર સરકારે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે જયારે ટેક્નોલોજી માત્ર માણસ ના જીવન ને સુધારી શકે છે તેને સરળ બનાવી શકે છે તો પછી મહિલાઓ ની સુરક્ષા માટે પણ તેનો જ ઉપીયોગ થવો જોઈએ. ટૂંક માં કહીએ તો, આ પગલાં નો ધ્યેય મહિલાઓ ની સુરક્ષા ને વધારવા અને તેને વધુ સારી બનાવવા માટે લેવા માં આવેલ છે, અને તે જ સમયે સુરક્ષા દળો ની જવાબદારી માં પણ વધારો થશે.

2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

ભવિષ્ય માં આવનારા ફોન્સ કે જે એન્ડ્રોઇડ કે ios ને સપોર્ટ નથી કરતા તેમણે એ વાત ની આવશ્યકપણે, ખાતરી કરવી પડશે કે તેમના ફોન પર ન્યુમેરિક કી 5 અથવા તો 9 દબાવવા થી ઇમર્જન્સી કોલ ચાલુ થાઇ છે તે સુવિધા હોવી જ જોઈએ. બીજી તરફ સ્માર્ટફોન પર યુઝર કોઈ એક પેનિક બટન દ્વારા અથવા તો હોમ બટન ને વધુ સમય સુધી દબાવી રાખવા થી એક જ સરખું કામ આપવું જોઈએ.

એપલ આઈફોન 8: OLED ડિસ્પ્લે, ડ્યુઅલ ઓઆઇએસ અને બીજા ઘણા ફિચર...

સ્માર્ટફોન્સ પર એવું શક્ય છે કે કોઈ સેફાટી એપ ને ડાઉનલોડ કરી કે જે ઇમર્જન્સી ને સમય મા તમને મદદ મા આવી શકે, પરંતુ સરકાર આ મુદ્દે એક્દુમ નાસ્તિક છે તેમને કહ્યું કે ક્યારેક કટોકટી ના સમય મા કોઈ એપ ને લોન્ચ કરવા જેટલો સમય ના પણ હોઈ.

2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

નવી જરૂરિયાતો પૂરી કરવા માટે, દરેક મોટી ફોન બનાવતી કંપની પછી તે એપલ હોઈ કે સેમસંગ તેમણે બધા એ ખાસ ઇન્ડિયા માટે થઇ ને એક નવો સોફ્ટવેર લખવો પડશે કે જેમાં પેનિક બટન નો સમાવેશ થઇ શકે.

ટિપ્સ: ટવિટ URL શોધવાના 5 સરળ રસ્તા, જે તમને ચોક્કસ ગમશે.

અત્યાર થી જ એવું જાણવા મળી રહ્યું છે કે એપલ ભારત સરકાર ના આ નવા નિયમ ને સહકાર આપી રહી છે, અને તેમણે પોતાના ios10.2 બેટા 3 વર્ઝન માં sos બટન ને જોડી પણ દીધું છે અને તેવું માનવા માં આવી રહ્યું છે કે તે આ વર્ઝન ને ઇન્ડિયા માં ટૂંક સમય માં જ ઉપલબ્ધ કરશે.

જયારે એપલ માત્ર એક સોફ્ટવેર અપડેટ દ્વારા પેનિક બટન ને જોડી શકે છે, જયારે એન્ડ્રોઈડ સાથે આ કામ એટલું સરળ નથી. તેમાં સૌથી વધુ ચિંતા ની વાત એ છે કે આ નવા નિયમ ના લીધે ઇન્ડિયા માં ઘણા બધા ફોન ના લોન્ચ મોડા થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

અને જયારે લોન્ચ મોડું થાય ત્યારે તેના લીધે ફોન ની કિંમત માં પણ વધારો થઇ શકે છે. અને સરકારે એવી યોજનાઓ પણ બનાવી છે જેના લીધે બધા ફોન 2018 સુધી માં લોકેશન બેઝ ટેક્નોલોજી વાળા થઇ જશે.

આ સમાચાર સાંભળતાની સાથે જ, ફોન બનાવનારી કંપનીઓ એ પોતાની ચિંતા જાહેર કરતા કહ્યું હતું કે ફોન માં ફરજીયાત GPS લગાવવા થી ફોન ની કિંમત વધી શકે છે, અને જેના લીધે અમુક ગ્રાહકો ની ખરીદ કિંમત ની રેન્જ કરતા કિંમત વધી જશે.

આમ છતાં, પેનિક બટન એ એક શરૂઆત હોઈ શકે અત્યારે અમે તો એવું જ ઇચ્છિએ છીએ કે જે પણ થાય તેની આપડા દેશ અને મહિલાઓ ની સુરક્ષા પર એક હકારાત્મક અસર થાય.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Phones in India to feature Panic buttons from 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot