આ 5 રીતે અજાણતા તમે તમારા ફોન ને નુકશાન પહોંચાડી રહ્યા છો...

આજે સ્માર્ટ ડિવાઈઝ અને ઈન્ટરનેટ ઘ્વારા આખી દુનિયા જ બદલાઈ ચુકી છે. સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ચુક્યો છે, તેના વિના રહેવું મુશ્કિલ બની ચૂક્યું છે.

By Anuj Prajapati
|

આજે સ્માર્ટ ડિવાઈઝ અને ઈન્ટરનેટ ઘ્વારા આખી દુનિયા જ બદલાઈ ચુકી છે. સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ચુક્યો છે, તેના વિના રહેવું મુશ્કિલ બની ચૂક્યું છે.

આ 5 રીતે અજાણતા તમે તમારા ફોન ને નુકશાન પહોંચાડી રહ્યા છો...

સ્માર્ટફોન આજે ખાલી એક બીજા સાથે વાત કરવા કે પછી બીજા સાથે કનેક્ટ રહેવા જ નહીં, પરંતુ તેના ઘ્વારા તમે બીજા પણ ઘણા કામો કરી શકો છો. સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતાને કારણે તેમાં વધારે પૈસાનું પણ રોકાણ થાય છે.

એપલ ઈયરફોન ક્રિસ્મસ પહેલા માર્કેટમાં નહીં આવે...

તેનો મતલબ સાફ છે કે એકવાર તમે સ્માર્ટફોન ખરીદો તો ત્યારપછી તમે તમારો સ્માર્ટફોન કેટલાક દિવસો પછી પણ બિલકુલ નવા સ્માર્ટફોન જેવું જ કામ આપે. આપણે સ્માર્ટફોનમાં જૂની એપ ને કાઢવા અને સ્માર્ટફોન અપડેટ કરવા માટે ઘણો સમય આપીએ છે. પરંતુ તેમ છતાં પણ એવા ઘણા કારણો છે જે તમારા સ્માર્ટફોન ને નુકશાન પહોંચાડી શકે છે.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

અહીં અમે એવા 5 કારણો વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે અજાણતા તમારા ફોનને નુકશાન પહોંચાડી શકો છો..

માલવેર ઇન્સ્ટોલ કરવાથી..

માલવેર ઇન્સ્ટોલ કરવાથી..

ઘણા લોકોને એવું છે કે સ્માર્ટફોન, લેપટોપ અને પીસી કરતા પણ વધારે સિક્યોર છે. એટલા માટે કોઈ જ પ્રકારની સિક્યોરી ની ચિંતા કરવાની જરૂર નથી. આ વાત ખોટી છે કારણકે એપ ડાઉનલોડ કરતી વખતે તમે તમારા સ્માર્ટફોનમાં ઘણીં વખત માલવેરને આમંત્રણ આપી દો છો.

માલવેર તમારા સ્માર્ટફોનમાં મોટાભાગે એપ ડાઉનલોડ કરતી વખતે આવે છે. એટલા માટે થર્ડ પાર્ટી તરફ થી કે પછી કોઈ અજાણી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરતા બચવું જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વધુ ચાર્જિંગ

વધુ ચાર્જિંગ

જો તમે તમારા સ્માર્ટફોનને રાત્રે ચાર્જિંગમાં રાખીને સુઈ જાવ છો, તો તે સ્માર્ટફોન ડિવાઈઝ માટે સારું નથી. 100 ટકા ચાર્જિંગ થઇ ગયા પછી પણ ફોનને ચાર્જ કરવાનો કોઈ જ ફાયદો નથી.

લાંબા સમય સુધી તમારા ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગમાં રાખવાથી તમારો સ્માર્ટફોન ગરમ થઇ શકે છે અને તેને નુકશાન થાય છે.

સુરજની વધુ ગરમી

સુરજની વધુ ગરમી

વધુ પડતી ગરમીની વાત કરવામાં આવે તો ખાલી ચાર્જિંગ કરવાથી જ નહીં, પરંતુ બીજા પણ સ્ત્રોત છે. જયારે તમે બહાર ફરવા ગયા હોય તેવા સમયે સુરજની સીધી ગરમી પણ સ્માર્ટફોનને નુકશાન કરી શકે છે.

સુરજની ગરમી તમારી ફોન બેટરીને નુકશાન કરી શકે છે. વધુ પડતી ગરમી થી બચવા માટે કેટલીક વાર તમારો સ્માર્ટફોન જાતે જ સ્વીચ ઓફ થઇ જાય છે. એટલા માટે તમારી ડિવાઈઝને નુકશાન થતી બચાવવા માટે યોગ્ય તાપમાને રાખવી જરૂરી છે.

ઓછી ડિવાઈઝ જગ્યા

ઓછી ડિવાઈઝ જગ્યા

ફોનની સ્ટોરેજ સ્પેસ આખી જ ભરી દેવી યોગ્ય નથી, જેનાથી તમારા ફોનના પરફોર્મન્સ પર તેની અસર પડે છે. વધુ પડતી એપ ફોનમાં ભરી દેવાથી તમારો સ્માર્ટફોન ધીમો પડી જાય છે.

જો તમારી મેમરી જ ફૂલ થઇ જશે તો તમે બીજી એપ પણ ઇન્સ્ટોલ નહીં કરી શકો કે પછી નવા ડેટા પણ એડ કરી શકો. યોગ્ય રહેશે કે કામ ના હોય તેવી એપ અને ડેટાને હટાવી દેવા જોઈએ.

ફોન પડી જવો

ફોન પડી જવો

આ આપણા બધાની કોમન સમસ્યા છે. ભલે આપણે ખુબ જ મોંઘો ફોન પણ વાપરતા હોય. ફોન નીચે પડે તેની સાથે જ તેને કોઈને કોઈ નુકશાન થાય જ છે. ભલે તે સમય આપણે તે નુકશાન ના દેખાય પરંતુ અંદરથી કોઈ નુકશાન કરી શકે છે.

સૌથી વધુ નુકશાન ત્યારે થાય જ્યારે આપણે ભૂલથી ફોન પાણીમાં ફેંકી દઈએ છે. તેવા સમય આપણે ખુબ જ કાળજી લેવાની જરૂર છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
5 ways you"re inadvertently damaging your smartphone.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X