ફીચર ફોન સેકન્ડરી ડિવાઈઝ તરીકે ઉપયોગ કરવાના 5 ફાયદા

Posted By: anuj prajapati

નવી નવી ટેક્નોલોજી આવતાની સાથે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી પણ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજે મોટા ભાગે દરેક લોકો સ્માર્ટફોન રાખવાનું પસંદ કરે છે. તેમાંથી અડધા લોકો ફીચર ફોનને સેકન્ડરી ફોન તરીકે પણ રાખવાનું પસંદ કરે છે.

ફીચર ફોન સેકન્ડરી ડિવાઈઝ તરીકે ઉપયોગ કરવાના 5 ફાયદા

વર્ષ 2016 ત્રીજા કવાટરમાં 59.9 મિલિયન ફીચર ફોન ભારતમાં શિપમેન્ટ કરવામાં આવ્યા છે. આજે પણ ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે ફીચર ફોન ખરીદવામાં રસ ધરાવે છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ ડેટ મે મહિના સુધી પાછળ ધકેલાઈ

આજે અમે તમને ફીચર ફોનને સેકન્ડરી ફોન તરીકે રાખવાના 5 કારણો જણાવીશુ.

બેટરી આખા દિવસ માટે

બેટરી આખા દિવસ માટે

જો તમે વેકેશન અથવા તો કામ માટે બહાર ગયા હોવ તેવામાં તમારો સ્માર્ટફોન આખા દિવસ સુધી ચાલી શકતો નથી. જો તમારી પાસે પાવર બેક ના હોય તો તમે મુસીબતમાં પણ પડી શકો છો. તેવા સમયમાં ફીચર ફોન બેસ્ટ ઓપશન બની શકે છે. ફીચર ફોન એક ચાર્જમાં ત્રણ થી ચાર દિવસ સરળતાથી ચાલી શકે છે.

કોમ્પેક્ટ અને સસ્તો

કોમ્પેક્ટ અને સસ્તો

કેટલાક ફીચર ફોન તમને 1200 થી 1500 રૂપિયામાં મળી જશે. આવા સ્માર્ટફોનમાં કોઈ પણ ડેમેજ આવે તો તેને તમે સરળતાથી સુધારી પણ શકો છો. ફીચર ફોન ખુબ જ સરળતાથી તમારા ખિસ્સામાં ફિટ પણ બેસી જાય છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

જયારે તમે ફીચર ફોનની ઉપયોગ કરો છો તેવા સમયે તમે વહાર્ટસપ અને મેસેન્જર ઉપયોગ કરવાને બદલે કોલ કરવાનું પસંદ કરો છો. ડાઈરેક્ટ કોલ કરવું પણ ખુબ જ લાભકારક રહે છે.

રોબસ્ટ

રોબસ્ટ

ફીચર ફોન ડેમેજ રજિસ્ટન્ટ હોય છે. જયારે સ્માર્ટફોન ડેમેજ રજિસ્ટન્ટ હોતા નથી. ફીચર ફોનમાં ટોર્ચ, રિમાઇન્ડર અને એલાર્મ જેવા બેઝિક અને ઉપયોગી ફીચર મળી રહે છે.

મીડિયા એપ

મીડિયા એપ

કેટલાક ફીચર ફોનમાં ઇનબિલ્ટ એમપી3 પ્લેયર, કેમેરા અને બીજી કેટલાક એપ જેવી કે ફેસબૂક અને યુટ્યુબ પણ આપવામાં આવેલી હોય છે.

English summary
The growth of Smartphone in the tech industry has rapidly increased with the implementation of new technologies.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot