વર્ષ 2016, 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો, વધુ જાણો...

Posted By: anuj prajapati

વર્ષ 2016 પૂરું થવાની તૈયારીમાં છે. આ વર્ષ ઘણું જ સારું રહ્યું તેવું કહીએ તો તેમાં કોઈ જ નવાઈ નથી. સૌથી સારી બાબતએ છે કે જયારે વર્ષ પૂરું થવા આવે છે ત્યારે ઘણા રિસર્ચ ફર્મ અલગ અલગ વસ્તુઓ વિશે ચર્ચા કરે છે કે આ વર્ષે શુ સારું રહ્યું અને શુ ખરાબ રહ્યું. કેટલાક સ્માર્ટફોન વિશે પણ ડેટા આવી રહ્યા છે. જેમાં આ વર્ષે સ્માર્ટફોનનું માર્કેટ કેવું રહ્યું તેના વિશે માહિતી મળતી હોય છે.

વર્ષ 2016, 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો.

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન એ હાલમાં જ તેમનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે વર્ષ 2016માં 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો છે.

શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર 4જી સ્માર્ટફોનમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. વર્ષ 2016માં સ્માર્ટફોન શિપમેન્ટ 1.17 બિલિયન યુનિટ સુધી પહોંચી જશે. જયારે પાછલા વર્ષે 2015 માં 967 મિલિયન યુનિટ જેટલો હતો.

વર્ષ 2016, 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો.

4જી સ્માર્ટફોન માટે ખુબ જ ધમકતું એશિયા માર્કેટ જાપાન, લેટિન એમરિકા, મિડલ ઈસ્ટ અને બીજા ઘણા. એક મળતી માહિતી મુજબ લગભગ 77 ટકા સ્માર્ટફોન ડિવાઈઝ આ માર્કેટમાં વેચાઈ છે.

રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

વધુમાં ઘણા 4જી ડેટાના ટેરિફ પ્લાન ખુબ જ સસ્તા થઇ ચુક્યા છે. જેના કારણે 4જી સ્માર્ટફોનની માંગ પણ વધી ચુકી છે.

વર્ષ 2016, 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો.

4જી સ્માર્ટફોનનું માર્કેટ બીજા દેશોમાં પણ ખુબ જ સારું છે જેવા કે યુએસ, કેનેડા, વેસ્ટર્ન યુરોપ, જાપાન અને સાઉથ કોરિયા. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં આ દેશોમાં 94 ટકા અને તેની સરખામણીમાં વર્ષ 2015માં 85 ટકા શિપમેન્ટ થયું છે.

હવે જો ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો ગૂગલની એન્ડ્રોઇડ સિસ્ટમ જ સૌથી વધારે સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ શિપમેન્ટની વાત કરવામાં આવે તો 1.22 બિલિયન એટલે કે માર્કેટના 85 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન આટલા મોટા ગ્રોથનું કેન્દ્ર બનતું જાય છે એવું કહેવું પણ કઈ જ ખોટું નહીં હોય.

વર્ષ 2016, 4જી સ્માર્ટફોને 1 બિલિયન શિપમેન્ટનો માર્ક પાર કર્યો.

જો આપણે વિન્ડો સ્માર્ટફોન વિશે વાત કરીએ તે વર્ષ 2016માં 79.1% સુધી જ પહોંચી શક્યું છે. આ વર્ષે વિન્ડોફોન 6.1 મિલિયન એટલે કે 0.4 જેટલો જ માર્કેટ શેર ધરાવે છે.

આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ આ વર્ષે ખુબ જ સારા રહ્યા. માર્કેટમાં આ વર્ષે આઇઓએસ ડિવાઇસ 206.1 મિલિયન એટલે કે 14.3 ટકા જેટલો માર્કેટ શેર ધરાવે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
4G smartphone shipments to grow over 20 per cent in 2016.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot