દુનિયાના પહેલા હોમ સિનેમા પ્રોજેક્ટર વિશે જાણવા જેવી 5 બાબતો

Posted By: anuj prajapati

  તાઇપેઇ માં ટેક્નોલોજી જાયન્ટ કંપની BenQ એ હાલમાં જ લેટેસ્ટ હાઈ એન્ડ ડિજિટલ હોમ સિનેમા પ્રોજેક્ટર WI I000 લોન્ચ કર્યું છે. BenQ કંપનીના જણાવ્યા અનુસાર આ પહેલો DLP 4K UHD પ્રોજેક્ટર છે, જે આપને 8.3 મિલિયન પિક્સલ રિઝોલ્યૂશન આપે છે. જેનાથી તમને તમારા લિવિંગ રૂમમાં ડિજિટલ કેમેરાનો અનુભવ મળી રહે.

  દુનિયાના પહેલા હોમ સિનેમા પ્રોજેક્ટર વિશે જાણવા જેવી 5 બાબતો

  આ પ્રોજેક્ટરની કિંમત 3,99,000 રૂપિયા છે. કંપની ઘ્વારા વધુ એક પ્રોજેક્ટર X12000 ની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતમાં વર્ષ 2017માં આવી જશે. જેની કિંમત 5,99,000 રૂપિયા રાખવામાં આવી છે.

  ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે પોસ્ટ્સ ને શેડ્યૂઅલ પણ કરી શકશે અને તે પબ્લિશ થઇ જાય ત્યાર બાદ તેનું નોટિફિકેશન પણ મેળવી શકશે.

  તો ચાલો એક નજર કરીએ DLP 4K UHD પ્રોજેક્ટર પર જે હાલ માર્કેટમાં આવી ચુક્યો છે....

  8.3 મિલિયન પિક્સલ અને 3840 x 2160 રિઝોલ્યૂશન

  BenQ WI I000 ની વાત કરવામાં આવે તો 2716×1528 રિઝોલ્યૂશનમાં આવે છે અને 3840 x 2160 રિઝોલ્યૂશન સુધી જઈ શકે છે. BenQ ના જણાવ્યા મુજબ WI I000 પ્રોજેક્ટર 8.3 મિલિયન પિક્સલ હોવાથી મોટી અને ચોખ્ખી ઇમેજ બતાવે છે.

  આ પ્રોજેક્ટરમાં કોન્ટ્રાસ્ટ રેસિયો 50,000:1 છે અને બ્રાઇટનેસ લેવલ 2200 લુમેન્સ સુધી જઈ શકે છે. BenQ ના જણાવ્યા મુજબ તેમનો એસ્પેક્ટ રેસિયો 21:9 છે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  ટીએચએકસ સર્ટિફિકેશન અને સિનેમેટિક પરફોર્મન્સ

  કંપનીએ દાવો કર્યો છે કે WI I000 દુનિયાનું પહેલું પ્રોજેક્ટર છે, જેને ટીએચએકસ સર્ટિફિકેશન મળ્યું છે. ટીએચએકસ સર્ટિફિકેશન બેસ્ટ સિનેમેટિક પરફોર્મન્સની ખાતરી આપે છે. BenQ WI I000 પ્રોજેકટર એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેઓ પોતાના ઘરમાં આવા સિનેમેટિક પરફોર્મન્સનો અનુભવ કરવા માંગતા હોય.

  કલર એક્યૂરીસી નું ધ્યાન

  WI I000 પ્રોજેક્ટરને બનાવવામાં 18 મહિના, 200 ટીએચએકસ લેબોરેટરી ટેસ્ટ અને 500 ડેટા પોઇન્ટ કલરની એક્યૂરીસીની તપાસ કરવામાં હાઈ ટીએચએકસ સર્ટિફિકેશન કરવામાં લાગી ગયા. BenQ કંપનીના જણાવ્યા મુજબ પ્રોજેક્ટર ટીએચએકસ હેડકવાર્ટરમાં ત્રણ વાર ચેક કરવામાં આવ્યું અને ખાતરી કરવામાં આવી કે પ્રોજેક્ટરની ઇમેજ કવોલિટી સારી છે કે નહીં.

  ડિઝાઇન અને પોર્ટ

  બીજા પ્રોજેક્ટરની સરખામણીમાં WI I000 પ્રોજેક્ટર નાનું અને પોર્ટેબલ સાઈઝમાં છે. WI I000 પ્રોજેક્ટરમાં બે એચડીએમઆઈ પોર્ટ, લેન પોર્ટ અને યુએસબી ટાઈપ મીની પોર્ટ આવેલું છે. પ્રોજેક્ટર ફૂલી ફંકશનલ રિમોટ કંટ્રોલ સાથે આવે છે.

  સિનેમેટિક અનુભવ

  WI I000 પ્રોજેક્ટર બેસ્ટ ક્લાસ ફિલ્મ અનુભવ આપે છે. તેની ટેક્નોલોજી ઇમેજ અને કલર કવોલિટી પર ધ્યાન રાખે છે. BenQ માં આપને હાઈ ઓપ્ટિમાઇઝ 4K ઓપ્ટિકલ સિસ્ટમ, 14 હાઈ રિઝોલ્યુશન એલિમેન્ટ અને સાચી ઝૂમ સુવિધા આપવામાં આવી છે.

  નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  Read more about:
  English summary
  BenQ WI I000 is the World's First DLP 4K UHD Home Cinema Projector that delivers 8.3 Million Pixels with Commercial Digital Cinema-Like Picture Performance.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more