ચાઈનીઝ વેન્ડર્સ પોતાના સસ્તા ફોન્સ ની અંદર નવા નવા ફીચર્સ ને જે રીતે જોડી રહ્યા છે, તેના પર થી 2 અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટ ને તમે એક જ ફોન પર વાપરી શકો છો, પરંતુ શું તમને ક્યારેય થયું છે કે તમે એક જ વોટ્સએપ એકાઉન્ટ ને બે અલગ અલગ ફોન્સ પર વાપરી શકો છો?

શું તમે માનશો જો અમે તમને કહીએ કે હા તમે તેવું કરી શકો છો અને તેની રીત પણ તમને પહેલે થી જ ખબર જ છે. વાહ, આ તો એકદમ રસપ્રદ વાત છે પરંતુ પેલા ભાગ નું શું કે તમે આ રીતે ને પહેલે થી જ જાણો છો?
હવે, શું તમે ક્યારેય વોટ્સએપ ના વેબ ક્લાયન્ટ સર્વિસ નો ઉપીયોગ સાઈન ઈન કરવા માટે તમારા PC અથવા મેક પર થી કરેલ છે? જો તમારો જવાબ હા છે તો સારું, અને જો ના છે તો વધારે સારું! કેમ કે, તેવી જ રીતે અમે તમને કહીશું કે તમે એક જ વોટ્સએપ એકાઉંટ ને કઈ રીતે 2 અલગ અલગ ફોન્સ પર ઉપીયોગ કરી શકો છો.
અને જો કદાચ તમને વોટ્સએપ ના વેબ ક્લાયન્ટ સેવા નો કઈ રીતે ઉપીયોગ કરવો તે ના ખબર હોઈ તો તેના વિશે નીચે આપેલી પ્રોસેસ તમને મદદ કરશે.
વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે
પરંતુ અમે તેના વિષે આગળ વધીયે તેની પહેલા અમે તમને જણાવી દઈએ કે, તમે એક સમયે માત્ર 2 જ સ્માર્ટફોન પર સાઈન ઈન થઇ શકશો. જો તમે ત્રીજા સ્માર્ટફોન ની અંદર લોગ એન કરવા ની કોશિશ કરશો તો તમને પાછલા સ્માર્ટફોન માંથી લોગ આઉટ થવા માટે કહેવા માં આવશે. અને તમારે જે બંને સ્માર્ટફોન પર વોટ્સએપ નો ઉપીયોગ કરવો છે તે બંને ની અંદર ઈન્ટરનેટ કનેક્શન હોવું જ જોઈએ અને તે ચાલુ પણ હોવું જોઈએ.
તો ચાલો હવે આ પ્રક્રિયા ને સ્ટેપ બાય સ્ટેપ સમજીયે,
સ્ટેપ-1:
તમારા પ્રાઈમરી ફોન પર તમારા વોટ્સએપ ની અંદર લોગ ઈન કરો.
સ્ટેપ-2:
તેવું માની લઈએ કે તમે તમારા પ્રાઈમરી ફોન પર પહેલે થી જ લોગ ઈન કરેલું હશે, જેથી હવે તમારા સેકન્ડરી ફોન પર ગુગલ ક્રોમ ને ઓપન કરો,
સ્ટેપ-3
તમારા સેકન્ડરી સ્માર્ટફોન પર web.whatsapp.com આ લિંક ને ઓપન કરી અને જમણી બાજુ ઉપર ની તરફ આપેલા 3 ડોટ પર ક્લિક કરો, ત્યાર બાદ સ્ક્રોલ ડાઉન કરી અને "રિક્વેસ્ટ ડેસ્કટોપ સાઈટ" પર ક્લિક કરો.
સ્ટેપ-4
તમે જેવું ડેસ્કટોપ વરઝ્ન માટે રીક્વેસ્ટ કરશો એટલે તરત જ તમારી સમક્ષ એક QR કોડ આવી જશે, ત્યાર બાદ તે QR કોડ ને તમારા સેકન્ડરી ફોન પર સ્કેન કરો જેની અંદર તમારા પ્રાઈમરી ફોન નું વોટ્સએપ એકાઉન્ટ છે.
સ્ટેપ-5
અને બસ અહ્યા તમારું કામ પૂરું, હવે તમે તમારા ફોન પર બધી જ જૂની વાતચીત ને પણ જોઈ શકશો.
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.