આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

Posted By: anuj prajapati

આપણે જયારે આઈફોન બદલી રહ્યા હોય તેવા સમયમાં ડેટા ગાયબ થઇ જવા તેમાં પણ ખાસ કરીને કોન્ટેક ડેટા ગાયબ થાય તો ખુબ જ મુસીબત જેવું કામ છે. આપણા સ્માર્ટફોનમાં કોન્ટેક લિસ્ટ એક્સીડંટથી ડીલીટ થવાના ઘણા કારણ હોય શકે છે. પરંતુ તમને ખબર છે કે આવા નંબર કઈ રીતે પાછા મેળવવા? જો તમને ખબર નથી તો એક નજર ચોક્કસ કરો.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

તમારા આઈફોનમાં કોન્ટેક બેકઅપ કરવા માટે ત્રણ રસ્તા છે. આઇટ્યુન, આઈક્લાઉડ અને મેન્યુઅલ એક્સપર્ટ.

આઇટ્યુન ઘ્વારા કઈ રીતે ડીલીટ થયેલા કોન્ટેક નંબર મેળવવા

જો તમારે આઇટ્યુન ઘ્વારા ડેટા બેકઅપ લેવા હોય તો નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1: તમારો આઈફોન પીસી અથવા મેક સાથે કનેક્ટ કરો.

સ્ટેપ 2: આઇટ્યુન ઓપન કરો

સ્ટેપ 3: ડિવાઈઝ ટેપ પર ક્લિક કરો

સ્ટેપ 4: કનેક્ટ થયેલા આઈફોન પર રાઈટ ક્લિક કરો અને ત્યારપછી રીસ્ટોર ફ્રોમ બેકઅપ પર ક્લિક કરો.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

સ્ટેપ 5: આઇટ્યુન એક્સ બટન પર ક્લિક કરી તમે ઑટોમૅટિક બેકઅપ કેન્સલ પણ કરી શકો છો.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

આઈક્લાઉડ ઘ્વારા કોન્ટેક રીસ્ટોર કરવા

જો આઇટ્યુન કામ ના કરે તેવા સમયમાં તમે આઈક્લાઉડ ઉપયોગ કરી શકો છો. એકવાર ચેક કરી જુઓ કે તમે આઈક્લાઉડમાં કોન્ટેક એનેબલ બેકઅપ ઓપશન પસંદ કર્યો છે. તેના માટે તમારે સેટિંગમાં આઈક્લાઉડ સેક્શન ચેક કરવું પડશે.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

જો તેને એક્ટિવેટ કરેલું હોય તો આઈક્લાઉડ ડોટ કોમ પર જાઓ અને લોગ ઈન કરો. એકવાર તમે લોગ ઈન કરશો એટલે તમે આઇકોન લિસ્ટ જોવા મળશે. જેમાં મેલ, કોન્ટેક, કેલેન્ડર, ફોટો અને બીજા ઘણા લિસ્ટ આપવામાં આવ્યા હશે તમે કોન્ટેક પર ક્લિક કરો.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

હવે તમે કોન્ટેક મેન્યુઅલી એડ કરો અથવા તો તેને આઈક્લાઉડ બેકઅપથી રીસ્ટોર કરો. જો તમે આઈક્લાઉડ બેકઅપ પસંદ કરો છો, તો તમારે આઈફોનના આઈક્લાઉડ સેટિંગમાં જવું પડશે.

5 લોકેશન શેરિંગ એપ જે તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

મેન્યુઅલ બેકઅપ

મેન્યુઅલ કરવું તે પણ એક વધુ સારો અને સુરક્ષિત ઓપશન છે.

સ્ટેપ 1: ધ્યાન રાખો કે બધા જ કોન્ટેક આઈક્લાઉડ પર ઉપલબ્ધ હોય.

સ્ટેપ 2: તમારા વેબ બ્રાઉઝરથી આઈક્લાઉડ ઓપન કરો.

સ્ટેપ 3: કોન્ટેક પર ક્લિક કરો

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

સ્ટેપ 4: હવે સેટિંગ આઇકોન પર ક્લિક કરો, જે નીચે ડાબી બાજુ આપેલું છે અને એક્સપર્ટ વિકાર્ડ પસંદ કરો.

સ્ટેપ 5: ફાઈલને તમારે જ્યાં સેવ કરવી હોય ત્યાં સેવ કરી શકો છો.

Read more about:
English summary
One of the scariest things is losing all our data including contacts when we try to change the iPhone or sync data to cloud/backup.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot