બીજા શું જોવે છે તેને કંટ્રોલ કરી અને તમારી ગુગલ પ્રોફાઈલ ને સુરક્ષિત રાખો

By: Keval Vachharajani

આજ ના આ જમાના ની અંદર સૌથી વધુ મહત્વ માહિતી ને આપવા માં આવે છે, અને તેના કારણે કોઈ વ્યક્તિ ની અંગત માહિતી કેટલું સુરક્ષિત છે તેના પર કોઈ ખાસ મહત્વ નથી આપતું. અને હવે કોઈ એક વ્યક્તિ ની અંગત વિગતો ને સુરક્ષિત રાખવી દિવસે ને દિવસે અઘરું કામ બનતું જાય છે, કેમ કે આજ કાળ આપડા બધા ની મોટા ભાગ ની માહિતી ઓનલાઇન જ હોઈ છે.

બીજા શું જોવે છે તેને કંટ્રોલ કરી અને તમારી ગુગલ પ્રોફાઈલ ને સુરક્ષિત

અને આજે જયારે કોઈ ની વસ્તુ હેક કરવા માટે ની માહિતી બહાર છે ત્યારે અમુક સરળ સ્ટેપ્સ દ્વારા તેને રોકી પણ શકાય છે. સૌથી વધારે ત્યારે કાળજી વર્તવી જયારે તમે તમારી અંગત વિગતો ને અપડેટ કરી રહ્યા હો, આવું કરવા થી તમે ઘણા બધા મોટા ખાતરા થી બચી શકો છો.

વહાર્ટસપ ટોપ 5 ફીચર વિશે જાણો અહીં

ઉપરાંત, ઘણા લોકો ગુગલ ની બીજી પણ ઘણી બધી સેવાઓ ઉપીયોગ કરતા હોઈ છે જેમ કે, ગુગલ ડ્રાઈવ, ગુગલ પ્લસ, જીમેલ. અને આ પ્રકાર ના બધા જ કેસ ની અંદર બધી જ સેવા ની અંદર ગુગલ નું એક્સઝિસ્ટિંગ એકાઉન્ટ જ જોડાયેલું હોઈ છે.

અને તેમના ગુગલ એકાઉન્ટ ની અંદર તેમની બઘી જ અંગત માહિતીઓ પણ હોઈ છે જેમ કે, નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ક્યાં રહે છે ક્યાં કામ કરે છે, ક્યાં કામ કરતા બધી જ વિગતો તેની અંદર હોઈ છે.

હવે જો, તમે એવું ઇચ્છતા હો કે તમારે આ બધી જ વિગતો ને બધા જોઈ શકે તેમ નહિ પરંતુ અંગત રાખવી છે તો તમે એવું પણ કરી શકો છો. અને આ રહી અમુક ટિપ્સ કે જેના કારણે તમે તમારે જે વિગતો ને અંગત રાખવી હશે તેને અંગત રાખી શકશો. અને તે પણ નક્કી કરી શકશો કે કઈ વસ્તુ કોણ જોઈ શકે.

તમે કઈ કઈ રીતે તમારી વિગતો ને લોકો થી સંતવિ શકો છો તેના જણાવશું, તો ચાલો શરૂ કરીયે.

ગુગલ એકાઉન્ટ

ગુગલ એકાઉન્ટ

એક વખત જયારે તમે તમારા ગુગલ એકાઉન્ટ ની અંદર લોગ ઈન થઇ જાવ છો ત્યાર બાદ તમને નોટિફિકેશન આઇકોન ની નજીક એક આઇકોન દેખાશે તેના પર બાદ, તમારી સમક્ષ એક ડ્રોપડાઉન મેનુ ઓપન થશે. ત્યાર બાદ તેની અંદર તમને એક ઢાલ જેવું આઇકોન જોવા મળશે તેના પર ક્લિક કરો.

વ્યક્તિગત માહિતી અને ગોપનીયતા

વ્યક્તિગત માહિતી અને ગોપનીયતા

તમારી માહિતી ને અપડેટ કર્યા બાદ અને તમને જોઈતા સેટિંગ્સ ને સેટ કર્યા બાદ, તમે એક પ્રાઇવસી ચેકઅપ પણ કરી શકો છો કે જેનો ઓપ્શન ગુગલ ની અંદર જ આપવા માં આવે છે અને જો તમે ઇચ્ચો તો તમે આખી ચેકલીસ્ટ ને પણ પુરી કરી શકો છો.

ત્યાર બાદ જેમ તમે તમારી માહિતી ને અપડેટ કરવા માટે આગળ વધતા જશો તેમ તમને એક સવાલ પૂછવા માં આવશે, કે તમે તમારી માહિતી ને કોની કોની સાથે શેર કરવા માંગો છો. જેની અંદર કૈક આવા ઓપ્શન આપવા માં આવ્યા હશે, પુબ્લીક, પ્રાઇવેટ, યોર સર્કલ, એક્સટેન્ડેડ સર્કલ અને કસ્ટમ.

શેરિંગ ઓપ્શન્સ

શેરિંગ ઓપ્શન્સ

જેવું નામ છે તે મુજબ જ જો તમે પબ્લિક શેરિંગ ના ઓપ્શન ને પસન્દ કરશો તો તમારી બધી જ માહિતી ને બધા માટે ઓપન કરી દેવા માં આવશે. પ્રાઇવેટ શેરિંગ દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારી માહિતી વિષે નહિ જાણી શકે, અને તેવી જ રીતે યોર સર્કલ ની અંદર તમારી માહિતી માત્ર તે લોકો જ જોઈ શકશે કે જે તમારા ગુગલ ના સર્કલ ની અંદર છે. અને એક્સટેન્ડેડ સર્કલ દ્વારા તમારી માહિતી તમારા સર્કલ અને તેમના સર્કલ સુધી ઓપન થઇ જશે.

કસ્ટમ, નામ મુજબ આ ઓપ્શન તમને તમારી રીતે તમારા શેરિંગ ઓપ્શન ને કસ્ટમાઇઝ કરવા ની અનુમતિ આપે છે અને આ ઓપ્શન ની અંદર તમે તમારી રીતે નક્કી કરી શકો છો કે તમારે તમારી માહિતી ક્યાં ક્યાં વ્યક્તિ સાથે શેર કરવી છે અથવા અમુક ખાસ વ્યક્તિ અને અમુક સર્કલ ની અંદર શેર કરવી છે કોઈ પણ રીતે તમેં તમારા શેરિંગ ઓપ્શન ને પસન્દ કરી શકો છો અને તમે કોઈ પણ સર્કલ ને પસન્દ કરી શકો છો પછી ભલે તે તમારા પરિવાર નું હોઈ, તમારા મિત્રો નું હોઈ કે બીજું કોઈ પણ ગ્રુપ હોઈ.

પ્રાઇવસી ચેકઅપ

પ્રાઇવસી ચેકઅપ

તો હવે જયારે તમારી સૌથી અગત્ય ની અંગત વિગતો ને તમે તમારી પસન્દ મુજબ જયારે ગોઠવી લીધી છે,આ ને એક સફળ પ્રાઇવસી ચેકઅપ પણ કરી લીધું હોઈ તો હવે સમય છે આગળ વઘી અને એકાઉટ પ્રેફરન્સ પર જવાનો.

એકાઉન્ટ પ્રેફરન્સ

એકાઉન્ટ પ્રેફરન્સ

એકાઉન્ટ પ્રેફરન્સ ની અંદર તમને હજી વધારે તમારા ગુગલ એકાઉન્ટ ને કસ્ટમાઇઝ કરવા ની તક મળે છે કેમ કે આની અંદર તમે તમારી પસન્દ ની ભાષા ને પસન્દ કરી શકો છો. પરંતુ તમારે અહ્યા તમારી ભાષા ને બદલવી ના જોઈ એ કેમ કે, જો તમે અહ્યા તમારી ભાષા ને બદલી નાખશો તો બીજી બધી જ જગ્યાઓ પર પણ તે ભાષા બદલી જશે.

વધુ માં, તમારા ગુગલ એકાઉન્ટ નો કોણ કોણ ઉપીયોગ કરી શકશે તે પણ તમે નક્કી કરી શકો છો, તેની અંદર તેઓ તમારા ગુગલ ડ્રાઈવ નો ઉપીયોગ પણ કરી શકે છે અને તેના સેટિંગ્સ ને પણ બદલી શકે છે. અને જો તમે તમારા ગુગલ એકાઉન્ટ ની સાથે વધુ આગળ ના જવા માંગતા હો અને જો તમારે તમારા ગુગલ એકાઉન્ટ ને ડીલીટ કરવું હોઈ તો તે પણ તમે અહ્યા આપેલા ઓપ્શન દ્વારા કરી શકો છો.

સાઈન-ઈન અને સુરક્ષા

સાઈન-ઈન અને સુરક્ષા

સાઈન-ઈન અને સુરક્ષા એ સાઈન-ઈન અને સુરક્ષા ના ખુબ જ વિશાળ એરિયા ને કવર કરે છે, જેની અંદર તે તમને જણાવશે કે તમે ક્યાં સમયે ક્યાં ડિવાઈઝ દ્વારા કઈ સેવા નો ઉપીયોગ કર્યો હતો. અને વધુ માં તે તમને તે પણ જણાવશે કે તમે કાયા ડિવાઈઝ માંથી સાઈન-ઈન કર્યું અને તે તમારા ડિવાઈઝ ને ઓળખી પણ જશે. અને તેની અંદર તમે તમારા ડિવાઈઝ ન શોધી પણ શકો છો.

સિકયુરિટી ચેકઅપ

સિકયુરિટી ચેકઅપ

અને આ બધા ની સાથે સાથે એક સિકયુરિટી ચેકઅપ પણ ઉપલબ્ધ છે અને અમુક સિમ્પલ સ્ટેપ્સ દ્વારા તમે તેને અજમાવી શકો છો અને તમારું ડિવાઈઝ એકદમ સુરક્ષિત છે તેની ખાતરી પણ કરી શકો છો.

English summary
Here are a few simple steps to keep some of your personal information private or restricted to people you want to share it with.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot