હવે તમે ઈન્ટરનેટ વિના પણ પેટીએમ નો ઉપયોગ કરી શકો છો

By: anuj prajapati

પેટીએમ હવે ખુબ જ ફેમસ એપ બની ચુકી છે. જે લોકોએ પેટીએમ નું નામ સાંભળું પણ ના હતું તેઓ પણ હવે તેનો ઉપયોગ કરી રહ્યા છે. ખરેખર માં ભારતમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઇ જવાથી લોકોને પૈસાની તંગી પડવા લાગી. તેવામાં પેટીએમ ઘ્વારા લોકોનું કામ ખુબ જ સરળ બની ગયું છે.

હવે તમે ઈન્ટરનેટ વિના પણ પેટીએમ નો ઉપયોગ કરી શકો છો

આ 8 ફીચર વહાર્ટસપ માં આવી જાય તો મજા પડી જાય.

પેટીએમ માં હવે એક નવું ફીચર આવી ચૂક્યું છે. જેમાં યુઝર ખાલી એક ટોલ ફ્રી કોલ ઘ્વારા જ પેમેન્ટ કરી શકે છે. જેના કારણે તમારે હવે મોબાઈલ ડેટાની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તેના બદલે તમારે 1800 1800 1234 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પેમેન્ટ કરી શકો છો.

કઈ રીતે કામ કરે છે?

કઈ રીતે કામ કરે છે?

પહેલી વાર જયારે યુઝર આ ટોલ ફ્રી નંબર પર કોલ કરે છે. ત્યારે કોલ ઑટોમૅટિક ડિસ્કનેક્ટ થઇ જશે, અને એક મિનિટની અંદર જ તે નંબર પરથી તમને એક ફોન આવશે. જે તમને પિન સેટ કરવા માટે જણાવશે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

તે નંબર પર કોલ કરીને પેમેન્ટ કરો

તે નંબર પર કોલ કરીને પેમેન્ટ કરો

પિન સેટ કર્યા પછી જયારે પણ તમારે જેને પણ પેમેન્ટ કરવું હોય ત્યારે, તમારે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરવો રહશે અને તે તમને મર્ચન્ટનો મોબાઈલ નંબર અને કેટલા પૈસા મોકલવા છે તેના વિશે પૂછશે. તે ડીટેલ આપ્યા પછી તમારે તમારો પિન જે તમે પહેલા સેટ કર્યો હતો તે એન્ટર કરવો રહેશે. બસ, એટલું કરો અને પેમેંન્ટ થઇ જશે.

હજુ કામ નથી કરતુ

હજુ કામ નથી કરતુ

લાગી રહ્યું છે કે હાલમાં આ ફીચર ટેસ્ટિંગમાં છે. કારણકે અમે આ ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો ત્યારે વારંવાર તે વ્યસ્ત બતાવતો હતો. એટલે આશા રાખી શકાય કે ખુબ જ જલ્દી આપણે આ ફીચર લાઈવ મળી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Paytm, on Wednesday, announced a new feature which allows anyone to make payments using Paytm wallet. Read on...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot