જાણો રિલાયન્સ જિયો યુઝર કેશ વિના પણ કઈ રીતે બુક કરી શકે ટિકિટ

Posted By: anuj prajapati

જ્યારથી ભારતમાં 500 અને 1000 ની નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી કેશને લઈને ખુબ જ તકલીફ પડી રહી છે. પરંતુ ડિજીટલ ઇન્ડિયાના નિવાસી આ તકલીફથી છુટકારો પણ મેળવી શકે છે. જો તમારી પાસે રિલાયન્સ જિયોનું સિમકાર્ડ હોય અને તમે તેનો ઉપયોગ કરતા હોવ તો ખુબ જ સરળતાથી તમે કેશ વગર પણ ટિકિટ બુક કરી શકો છો.

જાણો રિલાયન્સ જિયો યુઝર કેશ વિના પણ કઈ રીતે બુક કરી શકે ટિકિટ

વોટ્સએપ ની 5 નવી ટ્રિક્સ કે જે તમારે અચૂક ટ્રાય કરવી જોઈએ

ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકો પેટીએમ, ફ્રીચાર્જ, એરટેલ મની, જિયો મની અને બીજા ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકે છે. ત્યાં જ રિલાયન્સ જિયોનો ઉપયોગ કરનાર યુઝર સરળતાથી કેશ વગર પણ બુકિંગ કરી શકશે. જાણો કઈ રીતે જિયો યુઝર આવું કરી શકે છે...

લાંબી લાઈનમાં રાહ નહીં જોવી પડે

લાંબી લાઈનમાં રાહ નહીં જોવી પડે

જો તમારી પાસે રિલાયન્સ જિયોનું સિમકાર્ડ છે, તો તમારે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની કોઈ જ જરૂર નથી. રિલાયન્સ જિયોનું ટ્રાવેલયારી સાથે ટાઈઅપ થયું છે. જેના ઘ્વારા તમે સરળતાથી કેશલેસ બુકિંગ કરી શકો છો.

રિલાયન્સ જિયોનું ટ્રાવેલયારી સાથે ટાઈઅપ

રિલાયન્સ જિયોનું ટ્રાવેલયારી સાથે ટાઈઅપ

હાલમાં જ રિલાયન્સ જિયોનું ટ્રાવેલયારી સાથે ટાઈઅપ થયું છે. જેના ઘ્વારા રિલાયન્સ જિયો યુઝર સરળતાથી પોતાની ટિકિટ કેશલેસ રીતે બુક કરાવી શકે છે. આ બધી જ રીતે કેશ ફ્રી પેમેન્ટ હશે. એટલે છે તમારે બુકિંગ દરમિયાન ખાલી ડિજીટલ પેમેન્ટ આપવું પડશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

પેટીએમ સાથે ટ્રાવેલયારી નું ટાઈઅપ

પેટીએમ સાથે ટ્રાવેલયારી નું ટાઈઅપ

ટ્રાવેલયારી એ હાલમાં જ પેટીએમ સાથે પણ ટાઈઅપ કર્યું છે. જેના ઘ્વારા તમે પોતાની ટિકિટ લઇ શકો છો અને પોતાના ઈ વોલેટ ઘ્વારા તેનું પેમેન્ટ કરી શકો છો. એપનો ઉપયોગ તમે ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકો છો.

સારો અનુભવ

સારો અનુભવ

આ બંને સાથે જોડાવવાથી રિલાયન્સ જિયો યુઝર માટે યાત્રા એક સારો અનુભવ ચોક્કસ બની જશે. આ ટ્રાવેલ સેક્ટરમાં એક ગેમ ચેન્જરનું કામ કરશે. ડિજીટલ પેમેન્ટના માધ્યમથી ટિકિટ બુક કરાવવું દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો એક સારો રસ્તો બની ગયો છે.

ટ્રાવેલ સેક્ટરને ગતિ

ટ્રાવેલ સેક્ટરને ગતિ

ટ્રાવેલ સેક્ટરમાં ટ્રાવેલયારી સાથે પેટીએમ અને રિલાયન્સ જિયો સાથે થયેલા ટાઈઅપ થી ડિજીટલ ઇન્ડિયા બનાવવાનું સપનું પૂરું થતું દેખાઈ રહ્યું છે. લોકો ઘ્વારા ઈ વોલેટનો ઉપયોગ એક ઉમદા ઉદાહરણ છે. તેનાથી લોકોની ભીડ પણ લાગતી નથી અને કેશને લઈને મારામારી પણ થતી નથી. સાથે સાથે તમને એપની બીજી સુવિધા પણ મળી જાય છે

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here's how you can book tickets from offline counters without cash.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot