આ સિમ્પલ ટ્રિક્સ દ્વારા તમારા સ્માર્ટફોન ને ઝડપ થી ચાર્જ કરો

Posted By: Keval Vachharajani

સ્માર્ટફોન અને બેટરી લાઈફ આ બંને એક બીજા સાથે સંબંધિત છે. સ્માર્ટફોન યુઝર્સ બેટરી લાઈફ ના લીધે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરતા હોઈ છે. ખાસ કરી ને એન્ડ્રોઇડ યુઝર્સ. પરંતુ જો બેટરી લાઈફ ને સાઈડ પર મુકીયે તો ચાર્જિંગ ની ઝડપ એ પણ એક બીજી સમસ્યા જ છે.

આ સિમ્પલ ટ્રિક્સ દ્વારા તમારા સ્માર્ટફોન ને ઝડપ થી ચાર્જ કરો

જો તમે સ્માર્ટફોન વાપરતા હશો તો તમને ખબર હશે કે ચાર્જ થતી વખતે ફોન નો ઉપીયોગ કરવા માં તકલીફ પડતી હોઈ છે. અને ચાર્જિંગ કરતી વખતે ઉપીયોગ કરતી વખતે એટલે ઈન્ટરનેટ નો ઉપીયોગ કરતી વખતે, વેબ બ્રાઉઝિંગ કરતી વખતે, ચેટિંગ કરતી વખતે વગેરે.

જાણો ક્યારે લોન્ચ થશે લેટેસ્ટ એચટીસી 11 સ્માર્ટફોન

આ બધી પ્રવૃત્તિ ઓ ના કારણે ફોન ને ચાર્જ થવા માં વાર લગતી હોઈ છે. તેવું ના બને તેના માટે આજ કાલ ઘણી બધી સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ફાસ્ટ ચાર્જર ની સુવિધા આપે છે. કે જે તે ફોન ની અંદર જ તે સુવિધા આપવા માં આવે છે, પરંતુ બધા ફોન ની અંદર આ ટેક્નોલોજી હોતી નથી.

જો તમે પણ તમારા સ્માર્ટફોન ને ઝડપ થી ચાર્જ કરવા માંગતા હો તો, તેના માટે ની ઘણી સિમ્પલ ટ્રીક છે જેના દ્વારા તમે તમારા ફોન ને ફાસ્ટ ચાર્જ કરી શકો છો.

વોલ એડોપ્ટર નો જ ઉપીયોગ કરવો, USB ચાર્જિંગ પર વધુ ભરોસો ના કરવો

વોલ એડોપ્ટર નો જ ઉપીયોગ કરવો, USB ચાર્જિંગ પર વધુ ભરોસો ના કરવો

એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમે માત્ર વોલ એડોપ્ટેર નો જ ઉપીયોગ કરવો અને એ પણ તમારા ફોન ની સાથે આવેલા ચાર્જર દ્વારા જ તેને ચાર્જ કરવો. અને બીજી કોઈ પણ જાત ના ચાર્જિંગ જેમ કે, USB ચાર્જિંગ, પાવર બેંક, વગેરે પર ભરોસો કરવો નહિ. સિવાય કે તમે કોઈ એવી પરિસ્થિતિ માં હો કે વોલ એડોપ્ટેર નો ઉપીયોગ થઇ શકે તેમ નથી. વોલ ચાર્જિંગ અને તેમાં પણ ખાસ કરી ને તમારા ફોન ની સાથે આવેલા ચાર્જર થી ચાર્જ કરશો તો તેની સરખામણી માં બીજા કોઈ પણ પ્રકાર નું ચાર્જિંગ ટક્કર નહિ આપી શકે. અને તમારા ફોન ની અંદર જે ફાસ્ટ ચાર્જિંગ નો ઓપ્શન આપવા માં આવે છે તે પણ ત્યારે જ કામ કરશે જયારે તમે તે ફોન ની સાથે આવેલા ચાર્જર નો ઉપીયોગ કરશો.

તમે પ્લેન માં ના હો તો પણ એરોપ્લેન મોડ ને ઓન કરી દયો

તમે પ્લેન માં ના હો તો પણ એરોપ્લેન મોડ ને ઓન કરી દયો

તમારા ફોન ની કાર્યત્મકતા ને જેટલી ઓછી રાખશો તમારો ફોન એટલી જ ઝડપ થી ચાર્જ થશે. જો તમે તમારા ફોન ને ઝડપ થી ચાર્જ કરવા માંગતા હો તો તમારા ફોન ને એરોપ્લેન મોડ માં મૂકી દયો, તેના દ્વારા તમારા ફોન ની અંદર ઈન્ટરનેટ ની કનેકટીવીટી, વાયરલેસ રેડિયોસ જેવી બધી જ પ્રવૃત્તિ ઓ ને બંધ કરી દેશે જેથી તમારો ફોન ચાર્જ થવા પર સરખું ફોક્સ આપી શકે. પરંતુ એક વાત ને ખાસ યાદ રાખવી કે જયારે તમારો ફોન એરોપ્લેન મોડ માં હશે ત્યારે તમે મેસેજ કે કોલ્સ નહિ મેળવી શકો. ઘણા બધા સ્માર્ટફોન યુઝર્સ એરોપ્લેન મોડ ને માત્ર ત્યારે જ ઓન કરે છે જયારે તેઓ પ્લેન માં હોઈ પરંતુ, તેનો બીજા પણ ઘણા બધા કામો માટે ઉપીયોગ કરી શકાય છે.

નકામા ફીચર્સ ને બંધ રાખો

નકામા ફીચર્સ ને બંધ રાખો

તમારા સ્માર્ટફોન પર ના બધા જ કનેકટીવીટી ફીચર્સ જેમ કે વાઇફાઇ, બ્લુટુથ, NFC, મોબાઈલ ડેટા, વગેરે, તે બધા જ ફીચર્સ સૌથી વધુ બેટરી વાપરતા હોઈ છે. તો જયારે પણ તમે ચાર્જર લગાવી અને ચાર્જ કરો ત્યારે જો તમે ઝડપ થી ચાર્જ કરવા માંગતા હો તો, તમારે એક વાત નું ખાસ ધ્યાન રાખવું પડશે કે બધા જ નકામા ફીચર્સ ને તમે બંધ કરી નાખ્યા હોઈ. આવું કરવા થી તમારા ફોન ને બીજી કોઈ પણ નકામી જગ્યા પર પાવર વેડફવા ની જરૂર નહિ પડે. તે માત્ર ચાર્જિંગ પર જ ધ્યાન અપાશે અને તેના લીધે તમારો ફોન ઝડપ થી ચાર્જ થઇ જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
You can charge your smartphone faster with the tricks that we have given here. Take a look!

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot