એન્ડ્રોઇડ 7.0 નગેટ વિશે 7 ટિપ્સ અને ટ્રિકસ

By: anuj prajapati

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પછી હવે ખુબ જ જલ્દી એન્ડ્રોઇડ 7.0 નગેટ લેટેસ્ટ વર્ઝન આવી રહ્યું છે. આ લેટેસ્ટ વર્ઝન માટે ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ઘણા જ ઉત્સાહમાં છે. તેઓ જલ્દીથી આ લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવા માંગે છે.

એન્ડ્રોઇડ 7.0 નગેટ વિશે 7 ટિપ્સ અને ટ્રિકસ

આમ જોવા જઈએ તો તેમાં બહાર પડેલા બીટા વર્ઝનમાં કોઈ પણ ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યું. આ નવા ઓએસ વર્ઝનમાં ઘણી ટ્રિકસ પણ આવી છે. જેનાથી તમારું કામ ખુબ જ સરળ બની જશે. જેનાથી તમે એક સાથે ઘણા કામ ખુબ જ આસાનીથી કરી શકશો.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

અહીં અમે આપને જણાવીશુ કે એન્ડ્રોઇડ 7.0 નગેટ માં કઈ 7 ટિપ્સ અને ટ્રિકસ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

કસ્ટમાઇઝ કરી શકે તેવી સેટિંગ

કસ્ટમાઇઝ કરી શકે તેવી સેટિંગ

એન્ડ્રોઇડ 7.0 નગેટ માં યુઝર સરળતાથી ક્રીક સેટિંગ કરી શકે છે. ક્રીક સેટિંગ કસ્ટમાઇઝ કરવા માટે યુઝરે તેમની આંગળી ટોપ પર રાખવી પડશે અને નોટિફિકેશન પેનને જોવા માટે સ્લાઈડ ડાઉન કરો અને ફરીથી સેટિંગ ટોગલને જોવા માટે ફરીથી સ્લાઈડ ડાઉન કરો. હવે ક્રીક સેટિંગ ટાઇલ્સને જોવા માટે એડિટ બટન પર ક્લિક કરો, કન્ફિગર કરો, ડ્રેગ અને ડ્રોપ કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ઝડપી મલ્ટીટાસ્કીંગ

ઝડપી મલ્ટીટાસ્કીંગ

એન્ડ્રોઇડ 7.0 નગેટ ઘ્વારા તમે ઝડપી મલ્ટીટાસ્કીંગ કરી શકો છો. મલ્ટીટાસ્કીંગ કરવું ખુબ જ સરળ છે. તમારે રીસેટ બટન પર ડબલ ટેપ કરવાનું રહેશે. જે તમને નેવિગેશન બાર પર આપવામાં આવ્યું છે.

મલ્ટીપલ વિન્ડો/ સ્પ્લિટ સ્ક્રીનનો ઉપયોગ

મલ્ટીપલ વિન્ડો/ સ્પ્લિટ સ્ક્રીનનો ઉપયોગ

એન્ડ્રોઇડ 7.0 નગેટમાં યુઝરને સુવિધા મળશે કે તેઓ એક જ સમય પર બે રનિંગ એપનો ઉપયોગ કરી શકે છે. જે તમે હોરીઝેન્ટલ કે પછી વર્ટિકલમાં પણ કરી શકો છો.

સ્ક્રીનને સ્પ્લિટ કરવા માટે ઓવરવ્યૂ બટન પર ક્લિક કરવાની રહેશે, જેના કારણે તમે મલ્ટીસ્ક્રીનને જોઈ શકો. ત્યારપછી એક વિન્ડો ટાઇટલ બારને ફિક્સ કરવા માટે ડ્રેગ કરી દો. ત્યારપછી જરૂરત મુજબ વિન્ડોને રિસાઇઝ કરવા માટે સેન્ટ્રલ બ્લેક બારને સમાયોજિત કરી લો.

નોટિફિકેશન ઘ્વારા જ ક્રીક રીપ્લાય

નોટિફિકેશન ઘ્વારા જ ક્રીક રીપ્લાય

એન્ડ્રોઇડ 7.0 નગેટમાં આ ખુબ જ ખાસ સુવિધા છે. માની લો કે તમે વહાર્ટસપ પર કોઈની સાથે ખુબ જ જરૂરી વાત કરી રહ્યા છો અને તમને કોઈએ હેન્ગઆઉટ પર પિન કર્યા. તો તમારે વહાર્ટસપ બંધ કરીને હેન્ગઆઉટ ઓપન કરવાની કોઈ જ જરૂર નહીં રહે. જયારે તમે વાત કરી રહ્યા હોવ ત્યારે તમારા ફોનમાં ઉપર જ નોટિફિકેશન આવશે તમે ત્યાંથી જ તરત રીપ્લાય કરી શકો છો.

સિસ્ટમ યુઆઈ ટયુનર

સિસ્ટમ યુઆઈ ટયુનર

એન્ડ્રોઇડ 7.0 નગેટમાં યુઝર સિસ્ટમ યુઆઈ ટયુનર ઘ્વારા વધારે કસ્ટમાઇઝ પણ કરી શકે છે. આ અપડેટ ઘણા સેટિંગ સાથે આવ્યું છે જેનાથી તમને ફાઈન ટ્યુન ડિઝાઇન અને બીજા ઘણા ફીચર આપવામાં આવ્યા છે. તમારે સ્ક્રીન નીચે સ્વાઇપ કરો જેનાથી ક્રીક સેટિંગ ઓપન થઇ જશે પછી તમારે ખાલી ટેપ કરવું અને સેટિંગ આઇકોનને હોલ્ડ કરવું.

ડુ નોટ ડિસ્ટર્બ ફીચર

ડુ નોટ ડિસ્ટર્બ ફીચર

આ વર્ઝન માં યુઝર પોતાની જરૂરત અનુસાર વોલ્યૂમ સેટિંગ કરી શકે છે અને ઑટોમેટિક રુલ પણ સેટ કરી શકે છે. તેના માટે તમારે Settings>Sound>Do Not Disturb for more robust controls ને ફોલો કરવાનું રહેશે.

ઓપશનમાં કોઈ એકને ટેપ કરો અને નવાને બનાઓ. સાથે સાથે તમે જે દિવસે સ્માર્ટફોનથી દૂર રહેવા માંગતા હોય અને ઈચ્છા રાખો કે કોઈ પણ તમને હેરાન ના કરે તો તમે ડુ નોટ ડિસ્ટર્બ ફીચર પણ સેટ કરી શકો છો.

ફોન્ટ અને સ્ક્રીન સાઈઝને સેટ કરવું

ફોન્ટ અને સ્ક્રીન સાઈઝને સેટ કરવું

એન્ડ્રોઇડ 7.0 નગેટમાં યુઝર ફોન્ટની સાઈઝ અને સ્ક્રીન સાઈઝને સેટ કરી શકે છે. યુઝર એપની સાઈઝનો રેસિયો પણ વધારી અને ઘટાડી શકે છે. તમારે સાઈઝને એડજસ્ટ કરવા માટે Settings app>select Display>tap Font size અને સ્લાઇડરને ફાઇનલ ફોન્ટ સાઈઝ માટે મુવ કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
7 exciting tips and tricks for Android 7 Nougat.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot