શુ નોકિયા 3310 સ્માર્ટફોન ભારતમાં ફ્લિપકાર્ટ પર આવી શકે છે?

By: anuj prajapati

હાલમાં જ એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં નોકિયા 3310 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન વર્ષના બીજા કવાટરમાં આવી શકે છે. આ સમયગાળા માં ફ્લિપકાર્ટ ઘ્વારા તેમના ટ્વિટર હૅન્ડલ પર નોકિયા 3310 સ્માર્ટફોન વિશે ચર્ચા કરવામાં આવી હતી.

શુ નોકિયા 3310 સ્માર્ટફોન ભારતમાં ફ્લિપકાર્ટ પર આવી શકે છે?

ફ્લિપકાર્ટ ઘ્વારા ટ્વિટર પર એક પોલ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને નોકિયા 3310 સ્માર્ટફોનને લઈને તેમના ફેન્સને આ ફીચર ફોન સાથે જોડાયેલો એક સવાલ પોસ્ટ કર્યો હતો.

જેમાં તેમને પૂછ્યું હતું કે તેમને નોકિયા 3310 ફોનમાં શુ પસંદ છે? જેમાં ઓપશન આપવામાં આવ્યા હતા કે નવી સ્નેક ગેમ, ડિઝાઇન, બેટરી લાઈફ કે પછી ઉપરના ત્રણે ફીચર. પોસ્ટ લખતી વખતે તેના પર 2288 વોટ આવ્યા હતા. જેમાં 58% લોકો ઘ્વારા ત્રણે ફીચર પસંદ કરવામાં આવ્યા હતા.

નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 મેડ ઈન ઇન્ડિયા સાથે આવશે

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પોલમાં નોકિયા 3310 ફીચર ફોન ભારતમાં ક્યારે રિલીઝ થશે તેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. ફ્લિપકાર્ટ ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલા પોલની મદદથી કેટલીક શક્યતા દેખાઈ રહી છે. જેમાં નોકિયા 3310 ફીચર ફોન આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ખાસ સેલ તરીકે આવી શકે.

આ ખાલી એક ધારણા જ છે. જેની હજુ સુધી નોકિયા કે પછી એચએમડી ગ્લોબલ ઘ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 ઓનલાઇન અને ઓફલાઈન રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ હશે. કંપની ઘ્વારા ઘણા ઓનલાઇન રિટેલર સાથે વાત પણ કરી લેવામાં આવી છે. પરંતુ તેમાં નોકિયા 3310 ફીચર ફોન વિશે કોઈ જ વાત કરવામાં આવી નથી. કંપની ઘ્વારા આ ફીચર પણ ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોર પર ઉપલબ્ધ થઇ શકે છે.

English summary
Nokia 3310 India release was likely teased by Flipkart we believe as the retailer has created a poll regarding the phone on its Twitter handle. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot