Related Articles
-
ઇન્ડિયા માં બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન: હ્યુવેઇ મેટ 20 પ્રો vs વનપ્લસ 6 ટી vs સેમસંગ નોટ 9 vs આઇફોન XS મેક્સ vs પિક્સેલ 3 એક્સએલ
-
સેમસંગ ગેલેક્સી એ9 (2018) 4રિઅર કેમેરા સાથે ઇન્ડિયા માં રૂ. 36,990 માં લોન્ચ થયો
-
ફોલ્ડેબલ સ્માર્ટફોન બાદ સેમસંગ પેટન્ટ ફોલ્ડેબલ ટેબ્લેટ બતાવી રહ્યું છે 3 સ્ક્રીન સાથે
-
સેમસંગ ગેલેક્સી એ9 વિશ્વ નો પ્રથમ 4 રિઅર કેમેરા સાથે નો સ્માર્ટફોન આવતા અઠવાડિયા માં ઇન્ડિયા માં લોન્ચ થશે
-
સેમસંગે W2019 ડ્યુઅલ ડિસ્પ્લે અને સાઈડ ફિંગપ્રિન્ટ રીડર સાથે ફ્લિપફોન ની જાહેરાત કરી
-
સેમસંગ ગેલેક્સી એ9 ટૂંક સમય માં ઇન્ડિયા માં લોન્ચ થશે
સેમસંગ ગીઅર S3 ક્લાસિક અને ફ્રન્ટીઅર પર ફેક્ટરી ડેટા રીસેટ કઈ રીતે કરવું
સ્માર્ટવોચિસ છેલ્લા થોડા સમય થી બજાર માં આવી ચુકી છે, પરંતુ અત્યારે જેટલી પણ વોચિસ ઉપલબ્ધ છે તેમાં થી કોઈ પણ વોચિસ વર્થ નથી, અને તેની પાછળ નું કારણ એક્દુમ સરળ છે અને તે એ છે કે, તે કોઈ વધારા ની કિંમત જોડતું નથી. પરંતુ આનો અર્થ અમે એવો નથી કહી રહ્યા કે તે બીજા કોઈ કામ માટે લાયક નથી. જેમ જેમ સમય જાતો જાય છે તેમ તેમ સ્માર્ટવોચિસ વધુ ને વધુ પાવરફુલ બનતી જાય છે.
અને માત્ર તેટલું જ નહિ કે તે એક સારી ફિટનેસ બેન્ડ છે પરંતુ તે બીજા પણ બધા જ કામ કરી શકે છે જે એક સ્માર્ટફોન કરી શકે. પરંતુ આપડા બધા પાસે પહેલે થી જ એક સ્માર્ટફોન છે તો હવે બીજી વખત સ્માર્ટવોચ માં કેમ પૈસા નાખવા જોઈએ ?
પરંતુ જો તમારી પાસે પૈસા વધારા ના પડ્યા હોઈ અને જો તમે તે પૈસા દ્વારા કોઈ સ્માર્ટવોચ લેવા માંગતા હો તો સેમસંગ ગીઅર S3 ક્લાસિક અથવા ફ્રન્ટીઅર એ સ્માર્ટવોચ માટે ની તમારી સૌથી સારી પસન્દગી સાબિત થઇ શકે છે.
એલજી નવા બે સ્માર્ટફોન X230Z અને M320H એફસીસી ઘ્વારા સર્ટિફાઈડ
હવે એવું તો બનશે જ કે તમારા પરિવાર માંથી કોઈ અથવા તમારા મિત્રો માંથી કોઈ આ સ્માર્ટવોચ ને થોડા સમય સુધી પેરવા માટે લઇ જાય કેમ કે અંતે તો આ એક વોચ જ છે(સોરી સ્માર્ટવોચ). તો હવે જયારે તમે કોઈ પણ વ્યક્તિ ને વોચ આપો છો તો તમારે તેને કોઈ ને આપતા પહેલા તે સ્માર્ટવોચ ને ફેક્ટરી ડેટા રીસેટ આપી દેવું જોઈએ. પરંતુ તમે તેને કઈ રીતે કરશો?
તેના માટે ના સ્ટેપ્સ ને નીચે જણાવવા માં આવેલ છે.
નોંધ: સેમસંગ ગીઅર S3 ક્લાસિક અને ફ્રન્ટીઅર એ બંને ટીઝન OS પર ચાલે છે એન્ડ્રોઇડ OS પર નહિ. અને આ આપેલા સ્ટેપ્સ બંને OS પર કામ કરી ભી શકે અને ના પણ કરી શકે, જો કે નીચે જણાવેલ સ્ટેપ્સ ને ટીઝન OS ને ધ્યાન માં રાખી અને લખવા માં આવ્યા છે.
સ્ટેપ-1:
હોમ કી (પાવર કી) ને પ્રેસ કરો, ક્લોક વાઇસ ની દીધા માં બીજા બહાર નીકળતા બટન ને સ્ક્રીન ઓન કરવા માટે પ્રેસ કરો.
સ્ટેપ-2:
પછી હોમ સ્ક્રીન ને પ્રેસ કરો વોચ સ્ક્રીન પર થી એપ્સ ને ઓપન કરવા માટે.
સ્ટેપ-3:
એપ્સ સ્ક્રીન પર જઈ અને સેટિંગ્સ ઓપ્શન માં જાવ, અને તેના પર ટેપ કરો.
સ્ટેપ-4:
ત્યાર બાદ જ્યાં સુધી તમને "ગીઅર ઇન્ફો" ઓપ્શન ના મળે ત્યાં સુધી સ્ક્રોલ ડાઉન કરતા જાવ.
સ્ટેપ-5:
ત્યાર બાદ જે ઓપ્શન ઉપલબ્ધ હોઈ તેમાં થી "રીસેટ ગીઅર" ઓપ્શન ને પસન્દ કરો.
સ્ટેપ-6:
જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તરત જ તમારી સમક્ષ એક મેસેજ આવશે જેની અંદર તમને કહેવા માં આવશે કે જો તમે રીસેટ કરશો તો બધી જ ડાઉનલોડ થયેલી એપ્સ અને તમારી બધી અંગત વિગતો કાયમ માટે જતી રહેશે. ત્યાર બાદ ઓકે પર ક્લિક કરો અને ત્યાર બાદ તરત જ રીસેટ માટે ની પ્રક્રિયા શરૂ થઇ જશે.
નોંધ: જે રીતે ઉપર ઉપર જણાવ્યું તેમ ફેક્ટરી ડેટા રીસેટ કરવા થી તમારી બધી જ માહિતી ડીલીટ થઇ જશે તેથી રીસેટ મારતા પહેલા તમારી બધી જ વિગતો નું બેકઅપ અચૂક લઇ લેવું.