Just In
ગૂગલ ફોટોસ્કેન એપ તમારી જૂની યાદોને સ્માર્ટફોનમાં જીવિત રાખશે, જાણો
તમારા જુના ફોટો જેમાં તમારી જૂની યાદો જોડાયેલી હોય, તે આપણા માટે ખુબ જ અગત્યના હોય છે. પરંતુ ઘણી વખત આપણે તેવા ફોટો ભૂલથી ગુમાવી દઈએ છે, જે આપણા દિલની ખુબ જ નજીક હોય છે. હવે તમારી જૂની યાદોને સાચવવાનું કામ ગૂગલ કરશે. ગૂગલ તમારા બધા જ જુના ફોટોને ડિજીટલ કરશે તે પણ ફ્રી.

તમારા બધા જ જુના ફોટોને સ્કેન કરવું ઘણું જ મુશ્કિલ અને પૈસા માંગી લે તેવું કામ છે. પરંતુ હવે ગૂગલ એક ખુબ જ મસ્ત મજાની એપ લઈને આવી રહ્યું છે. જે તમારા જુના ફોટોને એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનની મદદ ઘ્વારા સ્કેન કરશે અને તેને સેવ પણ કરશે.
ફેસબુક વિષે 5 ક્રેઝી ફેક્ટસ કે જે તમારે અચૂક જાણવા જોઈએ
ગૂગલની આ નવી એપ જેનું નામ ફોટોસ્કેન છે તેની મદદથી યુઝર તેમના જુના પ્રિન્ટેડ ફોટોને સાચવી શકે છે. નીચે મુજબ જણાવેલા 3 સિમ્પલ સ્ટેપને ફોલો કરો અને તમારા જુના પ્રિન્ટેડ ફોટો થોડી જ સેકન્ડમાં ડિજીટલ બનાવો.

1. ફોટોસ્કેન એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
સૌથી પહેલા તો યુઝરે ફોટોસ્કેન એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. જે એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. ઇન્સ્ટોલ કર્યા પછી એપની બધી જ સુવિધાનો ઉપયોગ કરો.

2. ફોટોસ્કેન એપ ઘ્વારા તમારા જુના ફોટોની તસ્વીર લો
એપમાં રજીસ્ટર કર્યા પછી જે તમારા જુના ફોટોને તમે ડિજીટલ કરવા માંગતા હોવ તેની તસ્વીર લો. ફોટોસ્કેન એપ તે જુના ફોટોની 4 અલગ અલગ એંગલથી તસ્વીર લેશે.

3. સેકન્ડમાં સ્કેન
જયારે તમે તમારા જુના ફોટોની તસ્વીર લો છો, ત્યારે ફોટોસ્કેન તે તસ્વીરને નાના ભાગોમાં વહેંચી દે છે. ત્યારપછી તેના ફિચર પોઇન્ટને આધારે તે ભાગોને ભેગા કરે છે. એપ ફોટોને સારી રીતે ક્રોપ પણ કરી તેને એક સારો રોટેશન ફિચર પણ આપે છે.
ધ્યાન રાખો: આ બધું જ ખાલી સેકન્ડના સમયમાં થાય છે. આ એપ તમને તમારા જુના પ્રિન્ટેડ ફોટોને સેકન્ડમાં ડિજીટલ કરી આપે છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470