ફેસબુક વિષે 5 ક્રેઝી ફેક્ટસ કે જે તમારે અચૂક જાણવા જોઈએ

By: Keval Vachharajani

આજ ની ટેક્નોલોજીકલી એડવાન્સ સોસાયટી માં ફેસબુક વગર આપણા જીવન ની કલ્પના પણ અશક્ય બની ગઈ છે. પછી ભલે તે માત્ર એક ફોટો મુકવા નો હોઈ કે કોઈ જગ્યા કે મુવી માં ગયા તેનું ચેક ઈન કરવા નું હોઈ, ફેસબુક એ આપડી રોંજીન્દી જિંદગી નો એક અભિન્ન ભાગ બની ગયું છે.

ફેસબુક વિષે 5 ક્રેઝી ફેક્ટસ કે જે તમારે અચૂક જાણવા જોઈએ

એ અલગ વાત છે કે આપણ ને બધા ને ફેસબુક કેટલું પસન્દ છે પરંતુ ફેસબુક મા અમુક કલમો છુપાયેલી પણ છે, કે જેના વિષે દરેક વ્યક્તિ જાણતી નથી. છેલ્લા થોડા સમય થી આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ વધુ ચર્ચા માં છે, પરંતુ ખરાબ મુદ્દા ના લીધે કે જે છે તેની પ્રાઇવસી પોલિસી.

તેમ છતાં, આપડા વર્ષો જુના મિત્ર સાથે ફેસબુક દ્વારા પાછું જોડાવું તેમા ખુબ જ મજા આવે છે, પરંતુ તેમાં અમુક ખામીઓ પણ છે. તો આ રહી ફેસબુક વિષે ની 5 એવી પોલિસી કે જે તમે નહિ જાણતા હો તો આવો આપડે તેના વિષે થોડી ઉપરછલ્લી માહિતી મેળવીએ.

#પ્રશ્નાર્થ પ્રાઇવસી પોલિસી

#પ્રશ્નાર્થ પ્રાઇવસી પોલિસી

ફેસબુક ના છેલ્લા અપડેટ દ્વારા તમને તેની ભ્રામક પ્રાઇવસી પોલિસી વિષે જાણવા મળ્યું હશે, હા, જો તમે ફેસબુક પર તમારી અંગત વિગતો આપી છે અને જો તમે એવું વિચારો છો કે તમારી તે વિગતો છુપી રહેશે અને સુરક્ષિત રહેશે તો તમે એકદમ ખોટા છો. ફેસબુક તમારી પ્રાઇવસી ને ઘટાડી જ નાખે છે પછી ભલે તમે માત્ર ફ્રેંડ્સ જ સિલેક્ટ કર્યું હોઈ.

#કંપની ઓ તમારી વિગતો ને ટ્રેક કરી શકે છે

#કંપની ઓ તમારી વિગતો ને ટ્રેક કરી શકે છે

ફેસબુક કંપની ઓ ને તમારી વિગતો ને ટ્રેક કરવા ની અનુમતિ આપે છે. આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ તમારી વેબ હિસ્ટ્રી અને એપ ના યુસેજ નો એક ટ્રેક રાખે છે જેના દ્વારા તમને વધુ યોગ્ય એડ્સ જોવા મળે. આ બઘી જ પૈસા કમાવા ની રીત છે તમારી પ્રાઇવસી ની કોઈ ને ચિંતા નથી.

#તમારા સંબંધો ને ઈજા પહોંચાડે છે

#તમારા સંબંધો ને ઈજા પહોંચાડે છે

સારા મિત્રો બનાવવા ની સાથે જ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ તમારા મિત્રો, પરિવાર ના સદસ્યો અને તમારા પ્રિય વ્યક્તિઓ સાથે તમારા બંધન ને પણ મજબૂત બનાવે છે. પરંતુ ફેસબુક ના વધુ પડતા ઉપીયોગ ના કારણે તમારા વાસ્તવિક જીવન માં ચિંતા ઉભી થઇ શકે છે.

નાની મોટી વાતો ને ફેસબુક પર મુકવી,જેમ કે રાષ્ર્ટીય લાગણીઓ વિશે વાતો કરવી એ તમને ઘણી વખત તમારા માટે બોવ મોટી તકલીફો ઉભી કરી શકે છે. અને તેના કારણે કોઈ પણ સબંધો ને બગાડી શકે છે.

#આખો દિવસ તમારું ધ્યાન ભટકાવે છે

#આખો દિવસ તમારું ધ્યાન ભટકાવે છે

ફેસબુક એ એક વ્યસન છે, અને તેનો વધુ પડતો આખો દિવસ ઉપીયોગ, કામ કરતા હો ત્યારે, ટ્રાવેલ કરતા હો ત્યારે, કે પછી બીજું કઈ પણ કરતી વખતે તેના થી તમારા કામ કરવા ના પ્રયત્નો માં ફેર પડશે.

સ્માર્ટફોન બઝિંગ થી લઈ ને, ઇમેઇલ સુધી ફેસબુક ને બહુ જ સારી રીતે આવડે છે તમારું ધ્યાન ભટકાવતા, અને તમે કામ પર હો ત્યારે તમારી ઉત્પાદકતા ઘટાડતા પણ ખુબ જ સારી રીતે આવડે છે.

#તમારી વિગતો શેર કરવા માટે ઉશ્કેરે છે

#તમારી વિગતો શેર કરવા માટે ઉશ્કેરે છે

આપડે લોકો લગભગ આખો દિવસ ફેસબુક પર એકટીવ રહીયે છીએ, અને ફેસબુક ના બધા ફીચર્સ કે જે તમને ઓફર કરવા મા આવે છે જેમ કે તમે ક્યાં છો તેનું ચેક ઈન, તમારી લોકશન શેર કરવું, તમારા ફોટોઝ ને અપલોડ કરવા જેવુ બીજું ઘણું બધું, આવા ફીચર દ્વારા તે તમને તમારી અંગત વિગતો ને પબ્લિક પ્લેટફોર્મ પર શેર કરવા માટે ઉશ્કેરે છે તેમ કહી શકાય. જેના લીધે લોકો માટે તમારા પર જાસૂસી કરવી ખુબ જ સરળ બની જાય છે.

Read more about:
English summary
You think you're safe on Facebook, while you share your personal details? Well, you're wrong! Check it out why?

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot