Just In
ZTE ગીગાબીટ, પહેલો 5જી સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં જાહેર
એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ બાર્સેલોનામાં શરૂ થઇ ચુકી છે. બીજી કંપનીઓની જેમ જ ઝેડટીઈ ઘ્વારા તેમની પ્રોડક્ટ ગીગાબીટ ફોન જાહેર કરવામાં આવી છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેની ડાઉનલોડ સ્પીડ 1 જીબી પર સેકન્ડ સુધી પહોંચી ચુકી છે.

ઝેડટીઈ ગીગાબીટ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 મોબાઈલ પ્લેટફોર્મ સાથે ઈન્ટિગ્રટેડ સ્નેપડ્રેગન એક્સ16 એલટીઈ મોડેમ કેરિયર એગ્રિગેશન કોમ્બિનેશન સાથે આપવામાં આવ્યું છે. જેના કારણે તેની ડાઉનલોડ સ્પીડ પહેલા જનરેશનની એલટીઈ ડિવાઈઝ કરતા 10 ઘણી વધારે છે.
ઝેડટીઈ ઘ્વારા બનાવવામાં આવેલો ગીગાબીટ ફોન 5જી ડેટા પ્રોસેસિંગ કેપિસિટીમાં બીજા સ્માર્ટફોન કરતા ત્રણ ઘણો વધારે પાવરફુલ છે.
ખુબ જ વધારે પાવરફુલ ડાઉનલોડ સ્પીડ સાથે આ ડિવાઈઝ ટ્રેન્ડિંગ 360 ડિગ્રી વીઆર વીડિયો, ઇન્સ્ટન્ટ ક્લાઉડ સ્ટોરેજ, એન્ટરટેઇન્મેન્ટ અપગ્રેડ, ઝડપી મ્યુઝિક અને મુવી, અને એપ જેવી સુવિધા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
ગૂગલ મેપ ઘ્વારા બહાર પાડવામાં આવ્યું લિસ્ટ, જાણો કઈ રીતે ઉપયોગી
ઝેડટીઈ ગીગાબીટ સ્માર્ટફોન, 5જી સ્માર્ટફોનની શરૂઆતમાં ખુબ જ અગત્ય ભાગ ચોક્કસ ભજવશે. આ સ્માર્ટફોન ભવિષ્યમાં 5જી સ્માર્ટફોન માટે ઘણા રસ્તા ખોલી આપશે.
આ ઇવેન્ટ સ્પેનમાં ચાલી રહી છે. ઝેડટીઈ સ્પોકપર્શન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જેઓ દુનિયાનો પહેલો 5જી સ્માર્ટફોન જેની ડાઉનલોડ સ્પીડ 1 જીબી જેટલી છે. તેને જાહેર કરીને ખુબ જ એક્સાઈટેડ છે. આ નવી ડિવાઈઝની મદદથી લોકોનો એકબીજા સાથે જોડાવવાનો અનુભવ એકદમ બદલાઈ જશે. તેમને આગળ ઉમેર્યું કે ઝેડટીઈ ટેક્નોલોજીની હવેનું મુખ્ય લક્ષ્ય 5જી ટેક્નોલોજીને આગળ લઇ જવા માટેનું હશે.
પરંતુ કંપની ઘ્વારા હજુ પણ નવી આવનારી 5જી ડિવાઈઝ વિશે કોઈ પણ પ્રકારની સ્પેસશીટ બહાર પાડવામાં આવી નથી. આ ડિવાઈઝને હાલમાં પ્રિ-5જી ડિવાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ એવું પણ ના કહી શકાય કે આ ડિવાઈઝ 5જી ડિવાઈઝ હશે, પણ તે 4જી ડિવાઈઝ કરતા પાવરફુલ ચોક્કસ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470