Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Zomatoએ લોન્ચ કરી પોતાની UPI પેમેન્ટ સર્વિસ, જાણો ડિટેઈલ્સ
ઓનલાઈન ફૂડ ડિલીટવીર એપ Zomatoએ ભારતમાં પોતાના યુઝર્સ માટે UPI સર્વિસ લોન્ચ કરી છે. આ સાથે ઝોમેટો પોતાની યુપીઆઈ સર્વિસ લોન્ચ કરનાર પહેલી ફૂડ એન્ડ ગ્રોસરી ડિલીવરી એપ બની ચૂકી છે. ઝોમેટોએ આ નવી સર્વિસ માટે ICICI બેન્ક સાથે ભાગીદારી કરી છે. આ નવી સર્વિસ દ્વારા યુઝર્સ વેપારીઓ સાથે પીયર ટુ પીયર પેમેન્ટ કરી શક્શે.

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI એક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે, જેને ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ (NPCI) એ તૈયાર કર્યું છે. આ સેવા દ્વારા યુઝર્સ બીજી કેટલીક સપોર્ટિવ એપ્સ પર UPI પિનનો ઉપયોગ કરીને સીધા જ પોતાના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરી શક્શે. ઉલ્લેખનીય છે કે હાલ UPI માર્કેટમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે ટોપ પ્લેયર્સ છે.
UPI સર્વિસ આપનાર આ એપ્સ છે ઈ કોમર્સની દુનિયામાં ટોપ પર
સપ્ટેમ્બર 2022ના રિપોર્ટ્સ મુજબ ઝોમાટો અને સ્વિગી બંને પોતાપોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ પેમેન્ટ માટે પોતાની UPI સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ, ઈ ટેલર પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પણ પોતાની પર્સનલ યુપીઆઈ ટેક્નોલોજી તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. ઝોમેટો અને ફ્લિપકાર્ટ બંનેનો ઉદ્દેશ્ય પોતાની આગવી યુપીઆઈ સર્વિસ લોન્ચ કરીને યુઝર્સનું કામ સરળ બનાવવાનો છે.
Zomato પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ
ઈ વોલેટ, પેમેન્ટ ગેટ વે સર્વિસ અને અન્ય આવી જ ડિજિટલ પેમેન્ટ સર્વિસ દ્વારા સંચાલિત અને પેમેન્ટ સર્વિસ માટે ઝોમેટોએ ઓગસ્ટ 2021માં ઝોમેટો પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામથી સહાયક કંપની શરૂ કરી હતી. તો સ્વિગીએ પણ 2020માં ડિજિટલ વોલેટ, સ્વિગી મની લોન્ચ કરવા માટે ICICI બેન્ક સાથે પાર્ટનરશિપ કરી હતી. ઝોમેટો પાસે 2022માં 58 મિલિયન રૂપિયાની લેવડ દેવડ કરતા ગ્રાહકો હતા. તે જે 2021માં માત્ર 49.5 મિલિયન હતા.
બજારમાં ઈજારાશાહી ન સ્થપાય તે છે NPCIનું ઉદ્દેશ્ય
NPCI UPI નેટવર્કને કંટ્રોલ કરે છે. વોલમાર્ટના ફોન પે અને ગૂગલના જીપે પરની નિર્ભરતા ઓછી કરવાના પ્રયાસ અંતર્ગત NPCI અન્ય કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓને પોતાના નેટવર્કમાં લાવીને, UPI ક્ષેત્રે ઈજારાશાહી ન સ્થપાય તેનું આયોજન કરી રહી છે. ફોન પે અને જીપેની યુપીઆઈ માર્કેટમાં સંયુક્ત રીતે 80 ટકાની ભાગીદારી છે. આ એપ્સનું વર્ચસ્વ ઘટાડવા માટે NPCIએ થર્ડ પાર્ટી એપ માટે અન્ય એપ્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક કેપનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
રેગ્યલેટરી સંસ્થાએ બજારમાં દરેક એપ્સની ભાગીદારી પર 30 ટકા કેપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે 31 ડિસેમ્બર 2022થી લાગુ કરવાની યોજના હતી. પરંતુ આ યોજનાને હવે 2 વર્ષ માટે અભેરાઈ પર મૂકી દેવાઈ છે. રિપોર્ટ્સ મુજબ NPCI દરેક કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓને થર્ડ પાર્ટી પેમેન્ટ એપ પર આધારિત રહેવાના બદલે પોતાની UPI સર્વિસ લોન્ચ કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications