Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Zomatoના નવા ફીચરથી ફૂડ મળશે હજી સસ્તું, પૈસા બચાવવા પહેલા જાણી લો
ઝોમેટોએ પોતાના કરોડો યુઝર્સ માટે એક જબરજસ્ત નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી કેન્સલ કરેલા ઓર્ડરથી બગડતું ભોજન ઓછું કરી શકાશે. ઝોમેટોએ ફૂડ રેસ્ક્યુ નામનું ફીચર રોલઆઉટ કર્યું છે, જે યુઝર્સને તેમની નજીકના રેસ્ટોરન્ટના કેન્સલ કરેલા ઓર્ડર્સને લિમિટેડ ટાઈમ માટે ડિસ્કાઉન્ટ પર ખરીદવાની સુવિધા આપે છે. ઝોમેટોનું કહેવું છે કે આ ફીચરની મદદથી ગ્રાહકોએ કેન્સલ કરેલા ઓર્ડર્સ એકદમ તાજા અને તોડેલા પેકિંગ વગર ઝડપથી બીજા ગ્રાહકોને મળી શક્શે. જો કે, આઈસક્રીમ કે શેક જેવા ઝડપથી બગડી જાય તેવી ફૂડ આઈટમ્સ આ ફીચર અંતર્ગત અવેલેબલ નહીં થાય

ઝોમેટોનું ફૂડ રેસ્ક્યુ ફીચર
ઝોમેટોની એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ કેન્સલ કરેલા ઓર્ડર્સના ડિલિવરી પાર્ટનર 3 કિલોમીટરની ત્રિજ્યામાં ગ્રાહકોને એપ પર દેખાશે. આ ઓર્ડર્સ માત્ર થોડીક મિનિટો માટે જ અવેલેબલ હશે અને ડિલીવરી પાર્ટનરની નજીક રહેલા ગ્રાહકો જ આ ઓર્ડર મેળવી શક્શે. જો ઓર્ડરનું પેમેન્ટ પહેલા જ ઓનલાઈન થઈ ચૂક્યુ છે, તો નવા ગ્રાહકે કરેલા પેમેન્ટની વહેંચણી ઝોમેટો અને રેસ્ટોરન્ટ અંદર અંદર કરી લેશે. ઝોમેટો માત્ર ગર્વમેન્ટ ટેક્સ જ પોતાની પાસે રાખશે.
રેસ્ટોરન્ટ અને ડિલિવરી પાર્ટનર્સને થશે ફાયદો
કંપનીનું કહેવું છે કે 99.9 ટકા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ આ સ્કીમનો પાર્ટ બનવા માટે તૈયાર છે. આ ફીચરની મદદથી તેમને કેન્સલ કરેલા ઓર્ડરનું વળતર મળશે, સાથે જ નવા ગ્રાહકે આપેલી રકમનો થોડો ભાગ પણ મળશે. જો કે, ડિલીવરી પાર્ટનર્સને ટ્રાવેલનો પૂરેપૂરો ખર્ચ કંપની ચૂકવશે.
આ ફીચરનો દુરુપયોગ નહીં થાય
ઝોમેટોએ આ નવા ફીચરનો દુરુપયોગ રોકવા માટે ગ્રાહકોએ કેન્સલ કરેલા ઓર્ડર પર 100 ટકા ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કેટલીક ખાસ આઈટમ્સ જેમ કે આઈસક્રીમ, શેક, સ્મૂધી જેવી આઈટમ્સ માટે આ ફીચર કામ નહીં લાગે. આ ઉપરાંત વેજિટેરિયન ગ્રાહકોને નોન વેજિટેરિયન ઓર્ડર્સ પણ નહીં દેખાય. આ ફૂડ રેસ્ક્યુ ફીચરની મદદથી ન માત્ર ફૂડ બગડવાનું ઓછું તશે, સાથે સાથે ગ્રાહકોને સસ્તામાં સ્વાદિષ્ટ ભોજન પણ મળી રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications