500 સબસ્ક્રાઈબર હશે તો પણ YouTube આપશે પૈસા, બસ આટલું હોવું જોઈએ

By Gizbot Bureau
|

YouTube આજકાલ દરેક વ્યક્તિનું ગમતું પ્લેટફોર્મ છે, વીડિયો જોવા માટે પણ અને પૈસા કમાવા માટે પણ. YouTube Partner Program એક્સેપ્ટ કરવા પર અને મોનેટાઈઝેશનના કેટલાક ફીચરને ધ્યાનમાં રાખશો, તો તમે 500 સબસ્ક્રાઈબર્સ હોવા પર પણ યુટ્યુબ પરથી સારા એવા પૈસા કમાઈ શકો છો. જો તમારા સબસ્ક્રાઈબર્સ ઓછા છે, તો તમે સુપર ચેટ, સ્ટીકર્સ, થેન્ક્સ દ્વારા કમાણી કરી શકો છો.

બીજી તરફ એડ રેવન્યુ માટે તમારી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર્સ હોવા જરૂરી છે. આ ઉપરાંત ચેનલ ક્રિએટ કર્યા બાદ કમાણી કરવા માટે યુટ્યુબની પોલિસીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. યુટ્યુબ પરથી આવક વેળવવા માટે કંપનીની એક સૌથી અગત્યની શરત એ છે કે ચેનલ ક્રિએટર પોતાનું ઓરિજિનલ અને ઓથેન્ટિક કન્ટેન્ટ જ પ પોસ્ટ કરે. આ ઉપરાંત જો ક્રિયેટર ક્યાંકથી કોઈકનું કન્ટેન્ટ વાપરી રહ્યા છે, તો ફરજિયાત છે કે ચેનલ પર અપલોડ કરતા પહેલા આ કન્ટેન્ટ ઓરિજિનલ કરતા અલગ અને નવેસરથી ક્રિએટ કરવામાં આવેલું હોય.

500 સબસ્ક્રાઈબર હશે તો પણ YouTube આપશે પૈસા, બસ આટલું હોવું જોઈએ

ડુપ્લીકેટ કન્ટેન્ટથી કમાણી નહીં થાય

યુટ્યુબની સ્પષ્ટ સૂચના છે કે જો પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ અને રીપિટ કન્ટેન્ટ મૂકવામાં આવશે, તો તેનાથી કમાણી નહીં થાય. ચેનલના ક્રિએટરના વીડિયોઝ એવા હોવા જોઈએ જે જોઈને વ્યુઅર્સ એન્ટરટેઈન થાય અથવા તો એજ્યુકેટ થાય. યુટ્યુબ ચેનલ દ્વારા કમાણી કરવા માટે યુટ્યુબ કોઈ પણ ચેનલને રિવ્યુ પણ કરે છે.

ચેનલ કરવામાં આવે છે રિવ્યુ

આ મામલે યુટ્યુબ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીની પોલિસી અંતર્ગત ચેનલના કન્ટેન્ટની તપાસ કરવામાં આવે છે, કારણ કે કોઈ પણ ચેનલના બધા જ વીડિયો ચેક કરવા તો અઘરું કામ છે, એટલે રિવ્યુ માટે ચેનલની કેટલીક મુખ્ય વાતો ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે.

1) રિવ્યુ માટે તમારી ચેનલની મેઈન થીમ ચેક કરવામાં આવે છે.

2) રિવ્યુ પ્રોસેસમાં ચેનલના સૌથી વધુ વ્યુ વીડિયોને ચેક કરવામાં આવે છે.

3) આ પ્રોસેસ માટે ચેનલના સૌથી લેટેસ્ટ વીડિયોને પણ ચેક કરવામાં આવે છે.

4) ચેલનના કન્ટેન્ટને લઈને વૉચ ટાઈમનો સૌથી મોટો ભાગ ચેક કરવામાં આવશે.

5) વીડિયોના મેટાડેટા એટલે કે ટાઈટલ, થમ્બનેઈલ, ડિસ્ક્રીપ્શન પણ ચેક કરવામાં આવશે.

6) રિવ્યુ માટે તમારા ચેલનનું અબાઉટ સેક્શન પણ ચેક થાય છે.

કંપની રિવ્યુ પ્રોસેસ દરમિયાન ચેનલના બીજા કેટલાક ફેક્ટર્સ પણ ચેક કરી શકે છે.

Best Mobiles in India

English summary
Youtube will give money with 500 subscribers note these

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X