YouTube Sleep Timer, તમે સૂઈ જશો, તો વીડિયો થઈ જશે બંધ, જાણો નવા સેટિંગ વિશે

By Gizbot Bureau
|

YouTubeએ તાજેતરમાં જ પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ રોલઆઉટ કર્યા છે. આ ફીચર્સના લિસ્ટમાં Sleep Timer નામથી એક નવું ફીચર એડ થયું છે. નામ પરથી જ ખ્યાલ આવે છે તેમ આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ સ્ક્રીન પર ચાલી રહેલા વીડિયોને એક નિશ્ચિત સમયે બંધ કરી શક્શે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સને ખૂબ ઉપયોગી થવાનું છે, જેઓ મોબાઈલમાં યુટ્યુબ જોતા જોતા જ સુઈ જાય છે. ઘણીવાર એવું થાય કે આપણે મોબાઈલમાં યુટ્યુબ પર વીડિયો જોતા હોઈએ અને જોતા જોતા જ સુઈ જવાય. આવી પરિસ્થિતિમાં આ ફીચર તમારા વીડિયોને ઓટોમેટિક અટકાવી દેશે.

YouTubeનું નવું Sleep Timer ફીચર Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવાયું છે. જેમ કે, આગળ જણાવ્યું તે પ્રમાણે આ ફીચર તમારા ફોનમાં ચાલી રહેલા યુટ્યુબ વીડિયોઝને પોઝ કરી દેશે. આ ફીચર YouTube Music, Spotify, Apple Musicમાં રહેલા સ્લીપ ટાઈમર ફીચરની જેમ જ કામ કરે છે. આમ તો આ ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવાયું છે, પરંતુ દરેક યુઝર સુધી પહોંચતા તેને થોડો સમય લાગી શકે છે. અમારી ટીમમાંથી કેટલાક લોકોને પોતાની એન્ડ્રોઈડ યુટ્યુબ એપમાં આ ફીચર મળી ચૂક્યુ છે. ચાલો, જાણી લઈએ કે તમે કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરશો?

YouTube Sleep Timer, તમે સૂઈ જશો, તો વીડિયો થઈ જશે બંધ

Sleep Timer ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોન કે પછી લેપટોપમાં YouTube એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે Sleep Timer ફીચરનો ઉપયોગ કરવા માટે, તમે જે પણ વીડિયો જોઈ રહ્યા છો, તેના ટોપ પર પર દેખાતા ત્રણ ડોટ આઈકન પર ક્લિક કરો.

સ્ટેપ 3: બાદમાં તમારી સામે કેટલાક ઓપ્શનનું લિસ્ટ ઓપન થશે.

સ્ટેપ 4: આ લિસ્ટમાં તમને Sleep Timerનું ઓપ્શન દેખાશે.

સ્ટેપ 5: આ Sleep Timerના ઓપ્શન પર ટેપ કરો.

સ્ટેપ 6: બાદમાં તમારી સામે 10 મિનિટથી લઈને 1 કલાક સુધીના જુદા જુદા End of Video વાળા ઓપ્શન દેખાશે.

સ્ટેપ 7: જો તમે ઈચ્છો છો કે વીડિયો 10 મિનિટ બાદ બંધ થઈ જાય તો તમે 10 મિનિટનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.

સ્ટેપ 8: તમે જે સમય સિલેક્ટ કરશો, તે સમય બાદ વીડિયો આપોઆપ પૉઝ થઈ જશે અને તમારું ડિવાઈસ સ્લીપ મોડમાં જતું રહેશે.

Best Mobiles in India

English summary
YouTube Sleep Timer how to use this latest feature

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X