YouTube Shorts હવે ટીવી પર પણ જોઈ શકાશે, આ થશે ફેરફાર

By Gizbot Bureau
|

Youtbue એ પોતાના શોર્ટ્સને હવે મલ્ટીપલ ડિવાઈસ અને સ્ક્રીન પર લોન્ચ કરી દીધા છે. હવેથી યુટ્યુબ શોર્ટ્સ સ્માર્ટ ટીવી, ગેમિંગ કોન્સોલ અને સ્ટ્રીમિંગ ડિવાઈસીઝ પર પણ જોઈ શકાશે. ગૂગલે આ સાથે જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ મેટા, ટિકટોક સહિત પોતાના કોમ્પિટિટર્સને તગડી હરિફાઈ આપવા માટે તૈયાર છે. લગી રહ્યું છે કે કંપની પોતાના યુટ્યુબ શોર્ટ્સને પ્રમોટ કરવા માટે સોફ્ટવેર પર્ફોમન્સ અને પોતાની રીચનો પૂરતો ઉપયોગ કરી રહ્યું છે. ચાલો જોઈએ કે યુટ્યુબ તેના શોર્ટ-ફોર્મેટ વિડિયો-શેરિંગ પ્લેટફોર્મને સ્માર્ટફોન સિવાયના અન્ય ઉપકરણો પર કેવી રીતે સ્થાન આપી શકે છે.

YouTube Shorts હવે ટીવી પર પણ જોઈ શકાશે, આ થશે ફેરફાર

હવે મલ્ટીપલ સ્ક્રીન્સ પર મઆણો યુટ્યુબ શોર્ટ્સ

આજના સમયમાં શોર્ટ વીડિયોઝ સૌથી વધુ રીચ ધરાવે છે, અને સૌથી વધુ પોપ્યુલર પણ છે. આ શોર્ટ વીડિયોની શરૂઆત ટ્વિટરના વાઈન પ્લેટફોર્મથી થઈ હતી, પરંતુ ટિકટોકે શોર્ટ વીડિયો ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી. ટિકટોકે આખા વિશ્વમાં લોકોને શોર્ટ વીડિયોનું ઘએલું લગાડ્યું છે. આ વાત સમજી ગયેલી દરેક સોશિયલ મીડિયા કંપની હવે પોતાના પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયોઝ ફોર્મેટને પ્રમોટ કરી રહી છે.

યુટ્યુબની શોર્ટ્સની લોકપ્રિયતા જોતા હવે યુટ્યુબ શોર્ટ્સ યુટ્યુબનો નાનો ભાઈ નથી રહ્યું. કંપનીએ તાજેતરમાં જ યુટ્યુબ શોર્ટ્સ અને લાઈવ વીડિયોઝને પોતાના મુખ્ય યુટ્યુબ પેજથી અલગ કરી દીધા છે.

યુટ્યુબની એપ્લીકેશન આજકાલના દરેક સ્માર્ટ ડિવાઈઝ પર ઓલરેડી અવેલેબલ છે. યુટ્યુબનો આવો જ ઈરાદો પોતાના શોર્ટ પ્લેટફોર્મ માટે પણ લાગી રહ્યો છે. એટલે જ યુટ્યુબે તાજેતરમાં જ પોતાના આ પ્લેટફોર્મને સ્માર્ટ ટીવી, ગેમિંગ કોન્સોલ, સ્ટ્રીમિંગ ડિવાઈસ માટે લોન્ચ કર્યું છે. એટલે હવે એવું દરેક સ્માર્ટ ડિવાઈસ જે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરે છે, અને તેમાં ડિસ્પ્લે છે, જે 2019 પછી લોન્ચ થયું છે, તે બધા જ ડિવાઈસ પર યુટ્યુબ શોર્ટ્સ જોઈ શકાશે.

શું યુટ્યુબ શોર્ટ્સની અલગ એપ હશે?

જો કે, યુટ્યુબ પોતાના શોર્ટ્સ પ્લેટફોર્મ માટે અલગ એપ લોન્ચ નથી કરી રહી. પરંતુ યુટ્યુબે પોતાના પ્લેટફોર્મને રિડિઝાઈન કર્યું છે, જેને કારણે હવે યુટ્યુબ એપના હોમપેજ પર શોર્ટ્સ માટે એક ડેડિકેટેડ પેજ મળશે. દરેક સ્માર્ટ ફોનમાં યુટ્યુબ માટે ડેડિકેટેડ એપ હોય જ છે. મળતી માહિતી મુજબ યુટ્યુબ પોતાની એપમાં યુટ્યુબ શોર્ટ્સને વધુ સારી રીચ મળે તે રીતે પ્લેસ કરશે.

જે યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ વીડિયોઝને પોતાના સ્માર્ટ ટીવી, ગેમિંગ કોન્સોલ અને અન્ય સ્ટ્રીમીંગ ડિવાઈસ પર જોઈ રહ્યા છે, તેઓ પોતાના ફેવરિટ ક્રિએટરની ચેનલના પેજને ઓપન કરીને પણ યુટ્યુબ શોર્ટ્સ વીડિયોઝ જોઈ શકે છે. આ જુદા જુદા પ્લેટફોર્મ માટે બનાવવામાં આવેલી ખાસ એપ સ્માર્ટ ફોન પર યુટ્યુબ પર જે વાપરવામાં આવે છે, અદ્દલ એના જેવી જ હશે. જેને કારણે યુઝર્સ વીડિયોને લાઈક-ડિસલાઈક કરી શક્શે, ટાઈટલ્સ અને ડિસ્ક્રીપ્શન વાંચી શક્શે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શક્શે.

યુટ્યુબ શોર્ટ્સ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવેલ વીડિયોઝ મોબાઈલ દ્વારા બનતા હોવાને કારણે પોટ્રેટ ફોર્મેટમાં શૂટ કરવામાં આવે છે. આથી, આ વીડિયો મોટા ડિસ્પ્લે પર ઘણી બધી ખાલી જગ્યા છોડી દેશે. YouTube માટે હાલ ડેવલપર્સ એવું ફોર્મેટ તૈયાર કર્યું છે, જેને કારણે મધ્યમાં વિડિયોઝ જોવા મળે છે, અને બાકીની ખાલી જગ્યામાં શીર્ષક પ્રદર્શિત કરે છે. બાકીની માહિતી અને નિયંત્રણો શીર્ષકની નીચે જોવા મળે છે. જો કે એ કહેવું મુશ્કેલ છે કે, આવા ફોર્મેટને કેટલી સારી રીતે સ્વીકારવામાં આવશે, પરંતુ YouTube Shorts ને સ્માર્ટફોનની સ્ક્રીનથી આગળ વધારવા માટે નિશ્ચિત લાગે છે.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube Shorts Launching on Smart TVs, Game Consoles, and Streaming Devices

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X