Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube હવે 500 સબસ્ક્રાઈબર્સ પર પણ આપશે પૈસા, જાણો નવા નિયમ
ગૂગલના ખૂબ જ જાણીતા વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર કન્ટેન્ટ અપલોડ કરીને, ચેનલ બનાવીને દરેક વ્યક્તિ પૈસા કમાવા ઈચ્છે છે. આપણી આસપાસ જ એવા ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ જોવા મળશે, જે વીડિયો બ્લોગ બનાવીને, પોતાના રોજિંદા જીવનની ઘટનાઓને યુટ્યુબ પર દર્શાવીને કે પછી અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પરંતુ આ કમાણી કરવા માટે યુટ્યુબપના કેટલાક માપદંડો પૂરા કરવા જરૂરી છે. એટલે જ દરેક વ્યક્તિ માટે વીડિયો બનાવીને પૈસા કમાવા સરળ નથી.

પરંતુ, યુટ્યુબ પર વીડિયો બનાવીને પૈસા કમાવાનું જો તમારું ધ્યેય નક્કી છે, તો આ કામ એટલું પણ અઘરું નથી. આ માટે તમારે એક ચેનલ બનાવીને તેને મોનેટાઈઝ કરવી જરૂરી છે. જો તમે યુટ્યુબ પર ચેનલ બનાવીને પૈસા કમાવા ઈચ્છી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
યુટ્યુબે બદલી પેમેન્ટ પોલિસી
હવે યુટ્યુબ પર પૈસા કમાવાની રીત ખૂબ જ સરળ બની ગઈ છે. યુટ્યુબ પોતાના મોનિટાઈઝેશન પ્રોસેસને વધારે સરળ બનાવવા જઈ રહ્યું છે. યુટ્યુબ ચેનલ દ્વારા પૈસા કમાવા માટે હવે તમારા લાખો-કરોડો સબસ્ક્રાઈબર્સ હોવા જરૂરી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ જો યુઝરની ચેનલ પર માત્ર 500 સબસ્ક્રાઈબર્સ છે, તો પણ યુઝર પોતાની ચેનલને મોનેટાઈઝ કરાવી શકે છે.
આ ઉપરાંત યુટ્યુબ પરથી પૈસા કમાવા માટે તમારે દર મહિને ઢગલાબંધ વીડિયો અપલોડ કરવાની પણ જરૂર નથી. યુટ્યુબની નવી પોલિસી મુજબ હવે છેલ્લા 90 દિવસમાં જો તમે 3 વીડિયો પણ અપલોડ કર્યા છે, તો પણ તમે પૈસા મેળવી શકો છો. આ માટે એક વર્ષમાં 3000 વૉચ અવર્સ અથવા 90 દિવસમાં 30 લાખ શોર્ટ્સ વ્યુ દ્વારા પણ તમે પૈસા રળી શકો છો. ઉલ્લેખનીય છે કે પહેલા યુટ્યુબ પરથી પૈસા કમાવા માટેના નિયમ વધારે અઘરા હતા. જૂના નિયમ મુજબ જો યુઝર પાસે ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઈબર્સ હોય અને 4000 વૉચ અવર્સ હોય તો જ ચેનલ મોનેટાઈઝ થતી હતી.
યુટ્યુબ પર કમાણી કરવી પ્રોસેસ શું હોય છે?
યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે પૈસા આપીને પ્રોત્સાહિત કરે છે. પૈસા મળવાથી ક્રિએટર્સ વીડિયોઝ બનાવતા રહે છે. કોઈ પણ યુઝરને જો વીડિયો ગમે તો યુઝર્સ તેને વારંવાર જુએ છે અને ક્રિએટર્સની ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, પરિણામે સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધે છે. જેને કારણે ચેનલ ગ્રો થવા લાગે છે. જેવા ચેનલ પર વ્યુઅર્સની સંખ્યામાં વધારો થાય છે કે ક્રિએર્સને એડ્ઝ અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન દ્વારા પૈસા કમાવાની તક મળે છે.
યુટ્યુબ મોનેટાઈઝેશન પોલિસી અંતર્ગત યુટ્યુબના ક્રિએટર્સને દર મહિને એક નિશ્ચિત તારીખે પૈસા મળી જાય છે. વીડિયો પર આવતી એડ્ઝની મદદથી યુટ્યુબ રેવન્યુ જનરેટ કરે છે. આ રેવન્યુનો કેટલોક હિસ્સો યુટ્યુબ રાખે છે અને બાકીનો ભાગ ક્રિએટર્સને આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications