YouTubeનું નવું ફીચર, હવે માત્ર ગણગણીને શોધી શકાશે ગીત

By Gizbot Bureau
|

YouTube એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના દ્વારા કોઈ પણ યુઝર્સ આ પ્લેટફોર્મ પર માત્ર ગણગણીને એટલે કે હમિંગ કરીને ગીતને સર્ચ કરી શક્શે. જો કે, આ ફીચર સ્માર્ટફોન માટે નવું નથી. પરંતુ આના દ્વારા તમે એવા ગીતો પણ શોધી શક્શો, જેના શબ્દો તમને યાદ નથી, પરંતુ માત્ર ધૂન યાદ છે. આ ફીચરની મદદથી યુટ્યુબ પર ગીતો સર્ચ કરવા વધારે સરળ બનશે.

YouTubeનું નવું ફીચર, હવે માત્ર ગણગણીને શોધી શકાશે ગીત

એક સપોર્ટ પેજ અનુસાર ગૂગલે જાહેરાત કરી છે કે હાલ યુટ્યુબ પર આ ફીચર કેટલું સક્ષમ છે, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ નવો પ્રોજેક્ટ સફળ થશે, તો ટૂંક સમયમાં યુઝર્સને આ ફીચરનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે હંમેશા નવા ફીચર્સ લોન્ચ થતા પહેલા નાના જૂથમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે, જેથી તેમાં આવતી મુશ્કેલીઓને નિવારી શકાય. યુટ્યુબે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલ તેઓ ગીતને હમિંગ દ્વારા એટલે કે ગણગણીને અતવા રેકોર્ડ કરીને સર્ચ કરવાની ક્ષમતાનું ટેસ્ટિંગ કરી રહ્યા છે.

યુટ્યુબ પર કેવી રીતે સર્ચ કરશો ગીત?

- જો તમે યુટ્યુબ પ્રીમિયમ યુઝર છો અને આ ટેસ્ટિંગ ફેઝમાં રહેલું ફીચર તમારી પાસે અવેલેબલ છે, તો તમે યુટ્યુબ સાઉન્ડ સર્ચ દ્વારા નવા ગીતને સર્ચ કરવાના ફીચરને ટોગલ દ્વારા ઓન કરી શકો છો.

- હવે તમારે જે ગીત શોધવું છે, તે ગીતની ધૂને 3 કરતા વધારે સેકન્ડ સુધી ગણગણો અથવા તો રેકોર્ડ કરો, જેથી યુટ્યુબ આ ગીતને સર્ચ કરી શકે.

- એકવાર યુટ્યુબ ગીતને ઓળખ જશે, પછી તે જ તમને તેને લગતા મ્યુઝિક કન્ટેન્ટ, યુઝર્સે અપલોડ કરેલા વીડિયોઝ અથવા યુટ્યુબ પર સર્ચ કરવામાં આવેલા ગીતો ધરાવતા શોર્ટ્સ પર તમને રિડાયરેક્ટ કરશે.

- ગૂગલે કહ્યું છે કે હાલ આ સુવિધા ટેસ્ટિંગ મોડમાં છે, અને વિશ્વમાં કેટલાક યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરનું ટેસ્ટિંગ હાલ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ માટે કરાઈ રહ્યું છે.

Subscription Feedમાં Channel Shelf

- Google એ પણ જાહેરાત કરી છે કે હાલ કંપની સબસ્ક્રીપ્શન ફીડમાં એક ચેનલ શેલ્ફ ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેના દ્વારા એક સાથે એક કરતા વધારે વીડિયોઝ અપલોડ થઈ શક્શે.

- કંપનીના કહેવા પ્રમાણે ગૂગલ એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા ક્રિએટર્સ એક સાથે એક કરતા વધારે કન્ટેન્ટ અપલોડ કરીને તેને સબસ્ક્રીપ્શન ફીડમાં એક શેલ્ફમાં બંડલ કરી શક્શે.

- આના દ્વારા યુઝર્સ કોઈ પણ કન્ટેન્ટ વધારે સરળતાથી સર્ચ કરી શક્શે. યુટ્યુબનો હેતુ છે કે યુઝર્સ વધુ ઈઝીલી વીડિયોઝ સુધી પહોંચી શકે.

- સાથે જ ક્રિએટર્સ માટે પણ દિવસમાં એક કરતા વધારે વાર કન્ટેન્ટ અપલોડ કરવાનું ભારણ ઓછું થઈ જશે.

Best Mobiles in India

English summary
YouTube is working on new feature search song by humming

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X