Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Youtube પર કોઈ નહીં જાણી શકે કે તમે શું જોયું છે, કામનું છે આ ફીચર
પોતાના સિક્રેટ છુપાવવા માટે દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ જુગાડ હોય છે, પરંતુ વાત જ્યરે ડિજિટલ ફૂટ પ્રિન્ટ્સ કે સિક્રેટ સંતાડવાના આવે, ત્યારે મોટા ભાગના લોકોને તેના ઉપાયો નથી ખબર હોતા. ડિજિટલ સિક્રેટનો અર્થ છે કે તમે તમારા બ્રાઉઝર પર શું સર્ચ કરો છો, યુટ્યુબ પર કયો વીડિયો જુઓ છો વગેરે વગેરે. ગૂગલ ક્રોમની જેમ યુટ્યુબમાં પણ એક એવું ફીચર મળે છે, જેને અનેબલ કરવાથી યુટ્યુબની હિસ્ટ્રી જનરેટ નથી થતી અને કોઈ તમે યુટ્યુબ પર શું સર્ચ કર્યું, શું જોયું તે જાણી નથી શક્તું. આ ફીચરનું નામ છે ઈનકોગ્નિટો મોડ

હિસ્ટ્રી પણ રહેશે સિક્રેટ
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પોતાના યુઝર્સને જાતભાતના ફીચર્સ આપે છે, તેમાં જ એક ફીચર ઈનકોગ્નિટો મોડનું છે. જેને અનેબલ કરવાથી કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી જનરેટ નથી થતી. તમે યુટ્યુબ પર શું જોયું, શું સર્ચ કર્યું એ કોઈને ખબર નથી પડતી. એટલે સુધી કે યુટ્યુબને પણ ખબર નથી પડતી. જો તમે ઈચ્છો છો કે તમારી યુટ્યુબ હિસ્ટ્રી પણ સિક્રેટ રહે તો આ ફીચર એકદમ બેસ્ટ છે.
ઈનકોગ્નિટો મોડ કેવી રીતે કામનો?
ઈનકોગ્નિટો મોડમાં વીડિયો જોવાથી તમારી યુટ્યુબ ફીડમાં કોઈ ફરક નથી પડતો. જો તમે ઈનકોગ્નિટો મોડમાં કોઈ એક સ્પેસિફિક ટોપિક પર ઘણા બધા વીડિયો જોયા છે, તો પણ તમને તેને લગતા વીડિયોઝ તમારી ફીડમાં જોવા નહીં મળે. જ્યારે તમે નોર્મલ મોડમાં યુટ્યુબ વાપરો છો, અને જુદા જુદા વીડિયો જુઓ છો, ત્યારે યુટ્યુબ અલ્ગોરિધમ તમને તેને લગતા વીડિયો સજેસ્ટ કરવા લાગે છે.
ઈનકોગ્નિટો મોડ આ રીતે અનેબલ કરો
સ્ટેપ 1: સૌથી પહેલા યુટ્યુબ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જમણી બાજુ તમને પ્રોફાઈલ આઈકન દેખાશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: ગૂગલ અકાઉન્ટની પછી દેખાતા Turn on Incognito પર ટેપ કરો.
સ્ટેપ 4: આટલું કરવાથી ઈનકોગ્નિટો મોડ ઓન થઈ જશે. જો તમારે આ મોડ બંધ કરવો છે, તો બાજુમાં દેખાતા ઈનકોગ્નિટો આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 5: બાદમાં ટર્ન ઓફ ઈનકોગ્નિટો પર ટેપ કરો, હવે યુટ્યુબ નોર્મલ મોડમાં કામ કરવા લાગશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
